સુરતમાં જાહેર સ્થળે જંગલી પધ્ધતિથી જન્મ દિવસ ઉજવવો અને મોઢા ઉપર કેક લગાવવી થયું પ્રતિબંધિત.

ગુજરાતના સુરતમાં જાહેર સ્થળો ઉપર જન્મદિવસ મનાવવા અને મોઢા ઉપર કેક લગાવવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અહિયાં પોલીસે ક્રુરતા પૂર્વક અને હિંસક રીતે જન્મ દિવસ મનાવવા ઉપર એટલા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, કેમ કે આ પ્રકારની કામગીરીથી લોકોને ખુબ જ મુશ્કેલી પડે છે. તેની સાથે જ લોકોનું જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે.

જાહેરાત :-

સુરતમાં પોલીસ કમિશ્નર સતીશ શર્માએ ૧૪ મેના રોજ એક આદેશ જાહેર કર્યો. જેમાં જાહેર સ્થળો જેવા કે બગીચા, રોડ અને પુલો ઉપર જન્મ દિવસ મનાવવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિયમ આમ તો ૧૨ જુલાઈ સુધી અમલમાં રહેશે.

આદેશમાં જણાવ્યા મુજબ જે કોઈ પણ આ આદેશનું ઉલંઘન કરશે તેને આદેશની અવગણના કરવાના ગુના હેઠળ ધરપકડ કરી શકાય છે. આદેશમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સુરત પોલીસે આ નિર્ણય ઘણા લોકોની ફરિયાદ મળ્યા પછી લીધો છે. એવા જન્મ દિવસ ઉજવવા ઉપર સોશિયલ મીડિયા ઉપર મેસેજ કરવા ઉપર પણ પોલીસ કાર્યવાહી કરી શકે છે.

તેમાં જણાવવામાં આવ્યું છે કે કોલેજ અને સ્કુલના વિદ્યાર્થીઓ હંમેશા મોડી રાત્રે જાહેર સ્થળો ઉપર જન્મ દિવસની પાર્ટી ઉજવે છે, જેનાથી નુકશાની થઇ શકે છે. જન્મ દિવસ ઉજવવાના નામ ઉપર આ વિદ્યાર્થીઓ બળજબરીથી બીજા ઉપર ચીકણી કેક, કેમિકલ અને અનેક પદાર્થો લગાવે છે. આ ઉજવણી દરમિયાન એક બીજા સાથે મારઝુડ પણ કરવા લાગે છે.

કોઈનું મૃત્યુ થઇ જાય તેવી પણ શક્યતા રહે છે અને એવી જંગલી પદ્ધતિથી જન્મ દિવસ ઉજવવાને કારણે જાહેર સ્થળોને પણ નુકશાન થઇ શકે છે. આ આદેશ મુજબ મોડી રાત્રે જાહેર સ્થળો ઉપર જન્મદિવસનો પ્રસંગ નથી ઉજવી શકતા.

પોલીસ કમિશ્નર તરફથી આ આદેશ ઉપર મંજુરી મેળવી તેને બહાર પાડનાર સુરત પોલીસના પ્રવક્તા પી.એલ.ચોધરીના જણાવ્યા મુજબ લોકો શાંતિ પૂર્વક રીતે જન્મ દિવસ મનાવી શકે છે. તેમનું કહેવું છે, જે લોકો શાંતિ પૂર્વક રીતે જન્મ દિવસ મનાવશે તેમની સામે પોલીસ કોઈપણ પ્રકારની કાર્યવાહી નહિ કરે. આ આદેશ માત્ર એવા લોકો માટે છે, જે ઉપદ્રવ ઉભો કરે છે અને બીજાના માટે મુશ્કેલી ઉભી કરે છે.

આ નિર્ણય કેટલાય લોકો દ્વારા ખુબ સરાહનીય ગણવામાં આવ્યો છે પણ કેટલાક યુવકોને આ નથી ગમ્યો. તમે કોમેન્ટમાં જણાવો કે આ નિર્ણય કેટલો યોગ્ય છે?

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.