સુરદાસ જ્યોતિષ : જેમની મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી પડી, જાણો 2019 માં શું થશે

‘નાસ્ત્રેદમસ ફ્રોમ દ બાલ્કન’ ના નામથી ઓળખવામાં આવતા બાબા વેન્ગા ની ભવિષ્યવાણીઓ હમેશા સાચી પડતી હોય છે. તેમની પાસે એવી શક્તિઓ હતી કે જે દુનિયા ઉપર આવનાર કુદરતી અને માનવજાતી ઉપર આવનાર આપત્તિઓને જાણી લેતા હતા. એક રીપોર્ટ મુજબ મરતા પહેલા પણ તેમણે બે ભવિષ્યવાણીઓ કરી હતી કે વર્ષ 2019 માં ચીન અમેરિકાને પાછળ છોડીને દુનિયાની મહાશક્તિ બની જશે, તે મુજબ શુક્રગ્રહ (વિનસ) ઉપર એક નવી જાતની ઉર્જા ની શોધ થશે.

બાબા વેન્ગાની ભવિષ્યવાણીઓ ઉપર વિશ્વાસ કરનારા કેહે છે કે તેમની 2019 માટે કહેવામાં આવેલ વાતો પણ સાચી સાબિત થશે. હવે એ જોવાનું રહેશે કે બાકી ભવિષ્યવાણીઓ ની જેમ 2019 ને લઈને કરવામાં આવેલ આ ભવિષ્યવાણી સાચી પાડશે કે નહિ. જો એવું થશે તો વિશ્વમાં એક મોટો ફેરફાર આવશે.

કહેવાય છે કે બાબા વેન્ગા એ ૯/૧૧ આતંકી હુમલાથી લઈને સુનામી, કુકુસહીમાં વિનાશ અને આઈએસઆઈએસ જેવા આતંકી સંગઠનો સામે આવવાની ભવિષ્યવાણી કરેલ હતી જે સાચી પડેલ છે. બાબા વેન્ગા એ ૨૦૧૬ માં યુરોપ ઉપર મુસ્લિમ આતંકીઓના હુમલાની ભવિષ્યવાણી પણ કરેલ હતી. એટલું જ નહિ તેમણે એ પણ જણાવેલ હતું કે ૨૦૧૦ માં મિડલ ઇસ્ટમાં સંઘર્ષ શરુ થઇ જશે.

જાણકારી મુજબ બાબા વેન્ગા બુલ્ગારિયા માં જન્મેલ સુરદાસ જ્યોતિષ હતા. રૂસ અને યુરોપમાં ઘણા સમય સુધી તેમને એક સંત તરીકે સન્માનિત કરવામાં આવેલ હતા. ૧૯૯૬ માં તેમનું ૮૫ વર્ષની ઉંમરમાં મૃત્યુ થઇ ગયું. વેન્ગા એ ૫૦ વર્ષમાં લગભગ ૧૦૦ ભવિષ્યવાણી કરેલ, જેમાંથી મોટાભાગની સાચી પડી. તેમની ઘણી ભવિષ્યવાણી ક્લાઈમેંટ અને કુદરતી ડીજાસ્ટર સાથે જોડાયેલ હતી.

આ ભવિષ્યવાણીઓ સાચી પડી : ગ્લોબલ વોર્મિંગ અને ૨૦૦૪ સુનામી (૧૯૫૦ની ભવિષ્યવાણી)

બાબા વેન્ગા ની ભવિષ્યવાણી મુજબ ઠંડા વિસ્તાર ગરમ થઇ જશે અને જ્વાળામુખી સક્રિય થઇ જશે. વિશાળ લહેરો દરિયાઈ વિસ્તાર ની સાથે ગામડા અને લોકોને એક મોટા ભાગને પોતાનામાં સમાવી લેશે અને બધું પાણીના પ્રવાહમાં અદ્રશ્ય થઇ જશે. બધું જ બરફ ની જેમ પાણીમાં ભળી જશે.

૨૦૦૦ માં રશિયન ન્યુક્લીયર સબમરીન કર્સ્ક એ ડૂબવાની ઘટના (૧૯૮૦ ની ભવિષ્યવાણી)

૨૦૦૦ માં ભવિષ્યવાણી મુજબ જ ન્યુક્લીયર સબમરીન કર્સ્ક પાણીમાં સમાઈ ગઈ. ઇન્ટરનેશનલ રેશક્યુ કર્મચારીઓ એ ઘણા દિવસો સુધી દરિયાની ઊંડાઈથી સબમરીન ને કાઢવાના નિષ્ફળ પ્રયત્ન કરીને દર્દનાક મૃત્યુ ને ગળે લગાવી દીધું.

૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧, ન્યુયોર્ક ટ્વીન ટાવર ઉપર આતંકી હુમલો (૧૯૮૯ની ભવિષ્યવાણી) આ ભવિષ્યવાણી મુજબ અમેરકી ભાઈઓ એટલે કે ટ્વીન ટાવર ઉપર સ્ટીલ બડસ એટલે કે બે હાઈજેક પેસેન્જર પ્લેન થી હુમલો થયો, જેમાં નિર્દોષ લોકોનું લોહી વહેશે.

બાબા વેન્ગાની આ સાચી પડેલ ભવિષ્યવાણીઓ અમેરિકાના ૪૪ માં રાષ્ટ્રપતિ આફ્રિકી અમેરિકી થશે અને બરાક ઓબામાં અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા.

બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત અને તેના પરિણામો –

જાર બોરીસ – ૩ (૧૯૧૮-૧૯૪૩ સુધી બુલ્ગારિયાના કિંગ) નું મૃત્યુ ની તારીખ.

ચેકોસ્લોવાકિયા નું જુદું થવું.

લેબનાનમાં આપશે (૧૯૬૮).

નિકારાગુઆ માં યુદ્ધ (૧૯૭૯).

સાઈપ્રસ વિવાદ (૧૯૭૪).

ઇન્દિરા ગાંધીનું વડાપ્રધાન બનવું અને તેમની હત્યા.

સેવીયત યુનિયનનું વિઘટન.

યુગોસ્લોવાકિયાનું જુદું થવું.

પૂર્વી અને પશ્ચિમી જર્મનીનું એક સાથે મળવું.

ચેર્નોબલમાં ન્યુલ્કીયર હોનારત.

સ્ટાલીનનું મૃત્યુની તારીખ.

સિરિયામાં સીવીલ યુદ્ધ.

ક્રીમીયા નું જુદું થવું.

૨૦૧૬ અને ત્યાર પછી ની ભવિષ્યવાણીઓ

૨૦૧૬ મુસ્કીમ યુરોપ ઉપર હુમલો કરશે અને તેનું અસ્તિત્વ જ ખલાશ થઇ જશે. વિનાશનું આ અભિયાન ઘણા વર્ષો સુધી ચાલશે અને આખું મહાદ્વીપ લગભગ ખાલી થઇ જશે. ૨૦૨૩ ધરતીની કક્ષામાં ફેરફાર આવશે.

૨૦૨૫ યુરીપની વસ્તી લગભગ શૂન્ય થઇ જશે. ૨૦૨૮ ઉર્જાના નવા સ્ત્રોતની શોધમાં માણસ શુક્ર ઉપર પહોચશે.

૨૦૪૩ યુરોપમાં સંપૂર્ણ રીતે ઇસ્લામિક શાસન સ્થપાશે. દુનિયાની અર્થવ્યવસ્થા મુસ્લિમ શાસનને આધીન થશે.

અમારું માનવું છે આ બધી ભવિષ્ય વાણી અંધ શ્રદ્ધા છે.