સૂર્ય અને શનિદેવ વચ્ચે કયો સંબંધ છે, જાણો શનિદેવની કેટલીક વિશેષ વાતો

શનિદેવનો સૂર્ય સાથે શું સંબંધ છે અને તેમના ગોચરથી આપણા પર શું પ્રભાવ પડે છે? જાણો વિસ્તારથી.

સૂર્ય અને શનિદેવનો સંબંધ :

વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ શની અને સૂર્યમાં દુશ્મની છે. સૂર્ય પ્રકાશના દેવતા છે અને દિવસમાં શક્તિશાળી માનવામાં આવે છે તો શનિદેવ અંધારાના દેવતા છે અને રાત્રીમાં શક્તિશાળી માનવામાં આવે છે. એક કથા મુજબ છાયા પુત્ર શનિદેવનો જન્મ થયો ત્યારે તેમનો વર્ણ શ્યામ હતો, જેના કારણે જ સૂર્યદેવે તેમને પુત્ર તરીકે સ્વીકારવાની ના કહી દીધી અને તેની માતા છાંયાને અપશબ્દ કહ્યા. તેનાથી ગુસ્સે થઈને બાળ શની એ પોતાના પિતા સૂર્યને ગ્રહણ લગાવી દીધું. તેના કારણે જ હંમેશા સૂર્ય અને શનીમાં તણાવ રહે છે. આમ તો બંને પિતા-પુત્ર છે અને સૂર્ય જગતનો આત્મા છે તો શની દુનિયાના ન્યાયધીશ. તે બંને જ માનવ જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

શનિદેવની વિશેષ વાતો :

ધાર્મિક રીતે જોવામાં આવે તો શનિદેવ સૂર્ય અને છાંયાના પુત્ર છે અને ભગવાન શંકરના પ્રિય શિષ્ય પણ છે અને ભગવાન શિવે જ શનીદેવ ને દંડ નાયક બનાવ્યા. જો વૈદિક જ્યોતિષની વાત કરવામાં આવે તો તે મુજબ શનિદેવ ભચક્રની દશમી અને અગ્યારમિ રાશીઓ એટલે કે મકર અને કુંભના સ્વામી છે. તે તુલા રાશીમાં ઉચ્ચ અવસ્થામાં માનવામાં આવે છે અને મેષ રાશીમાં ખરાબ અવસ્થામાં તેમની સ્થિતિ હોય છે. કુંભ તેની મૂળ ત્રિકોણ રાશી પણ છે. તે વાયુ તત્વની પ્રધાનતા વાળો ગ્રહ છે અને ઠંડી હવાઓના કારક પણ છે.

shanidev suryaputra

ફેક્ટરી, કોલસાની ખાણ, જમીનની અંદરની વસ્તુઓ, ખંડેર, જુના મકાન, ગંદી વસ્તી અને પહાડ, વગેરેનો સંબંધ શની ગ્રહ સાથે માનવામાં આવે છે. જો શની તમારી કુંડળીમાં ખરાબ અને પ્રતિકુળ અવસ્થામાં હોય છે તો તેનાથી જીવનમાં કેન્સર, પક્ષઘાત, શરદી, અસ્થીભંગ, અને ગઠીયા જેવા ગંભીર રોગો થવાનું જોખમ વધી જાય છે. તે ઉપરાંત શનીની એવી સ્થિતિથી જેલ જવાની કે ગંભીર અકસ્માતનું જોખમ રહે છે.

જો શની તમારી કુંડળીમાં ઉચ્ચ અને સારી અવસ્થામાં હોય છે અને તમારા માટે શુભ ફળ આપવાના હોય છે તો તે તમને કર્મઠ બનાવે છે. તમે ન્યાય પ્રિય હોવા સાથે સાથે કર્મશીલ પણ રહો છો, જેથી તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે. એવા લોકોની પ્રગતી થોડી મોડી થાય છે, પરંતુ સારી રીતે થાય છે. જીવનમાં સ્થાઈત્વ રહે છે. શની તમને જીવન જીવવાની પ્રેરણા આપે છે. તે તમને ધીરજવાન બનાવે છે અને તમારી ઉંમર વધારે છે. સાથે જ તમારા જીવનમાં સ્થિરતા રહે છે, અને ભગવાન શની તમને તમારા જીવનને સંપૂર્ણ રીતે જીવવા માટે પ્રેરિત કરે છે. શની સાથે જોડાયેલા કાર્યક્ષેત્રોમાં એન્જીનીયરીંગ, લેબર, ઓટોમોબાઈલ, ગેસ, તેલ, ચામડું અને લોખંડનું કામ અને લોકોની સેવા કરવું વિશેષ રૂપથી આવે છે.

શનિદેવનું ગોચર : શનિદેવનું ગોચર પણ ઘણું મહત્વનું હોય છે કેમ કે તે સૌથી વધુ સમય એક રાશીમાં પસાર કરે છે અને લગભગ અઢી વર્ષ સુધી એક રાશીમાં સ્થિત રહે છે. એટલા માટે તેનો ગોચર સમયગાળો સાડા સાતી કહેવામાં આવે છે. શનિના ગોચરથી જ વ્યક્તિને સાડાસાતી થી છુટકારો મળે છે અને સાડાસાત વર્ષના સમયમાં શનીનો વિશેષ રીતે પ્રભાવ જોવા મળે છે, જેને સાડાસાતી ચઢેલી કહેવામાં આવે છે.

ચતુર્થ ગૃહ અથવા અષ્ટમ ભાવમાં શની હોવાથી શનીની પનોતી અથવા કંટક શનીનો સમય પણ કહેવાય છે.

શની પ્રજાતંત્ર અને લોકતંત્રના કારક છે અને જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. જેટલા પણ મોટા સાશક કે રાજા કે પ્રધાનમંત્રી હોય છે, તેમના ચતુર્થ અથવા દશમાં ગૃહ અથવા બંને ગૃહ ઉપર વિશેષ રીતે શનીની અસર જોવા મળે છે. આ તત્વ જ તેમણે લોકોની નજરમાં મોટા બનાવે છે. તે ઉપરાંત એક ન્યાયધીશ હોવાને કારણે ન્યાયપાલિકા ઉપર ખાસ કરીને શનીનો અધિકાર હોય છે.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.