સૂર્યદેવને જળ ચઢાવતા પહેલા શિવ મંદિરમાં કરો આ કામ, મળશે વધારે લાભ

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યદેવને જળ ચડાવવું સૌથી સારું કામ છે. તેનાથી તમારું નસીબ ચમકે છે અને દુર્ભાગ્ય દુર ભાગી જાય છે. સૂર્યદેવ એક તેજસ્વી ભગવાન કહેવાય છે, એવું કહેવામાં આવે છે કે જે પણ ભક્ત સૂર્યદેવને પ્રસન્ન કરવામાં સફળ થઇ જાય છે તેના તમામ કામ જલ્દી અને કોઈ અડચણ વગર પુરા થાય છે. તેનું કારણ એ છે કે સૂર્યદેવ પોતાના મનગમતા ભક્તોનું નસીબ હંમેશા ઉજ્વળ રાખે છે. જો તમે પણ ખરાબ નસીબથી દુઃખી છો તો તમારે તેને પ્રસન્ન કરવાનો પ્રયાસ જરૂર કરવો જોઈએ.

સૂર્યદેવને ખુશ કરવાની સૌથી સારી રીત છે તેને જળ અર્પણ કરવું. સૂર્યદેવને સવારે જળ ચડાવવાથી ઘણા બધા ફાયદા થાય છે. ખાસ કરીને લોકો રવિવારના દિવસે જળ જરૂર ચડાવે છે. તે ભગવાન સૂર્યનો જ દિવસ માનવામાં આવે છે. એટલા માટે રવિવારે જળ ચડાવવાનું મહત્વ ઘણું વધી જાય છે.

તમારા માંથી પણ ઘણા લોકો સૂર્યદેવને જળ ચડાવતા હશે પરંતુ શું તમે જાણો છો કે એમ કરતા પહેલા જો તમે શિવ મંદિરમાં એક ખાસ કામ કરી દો તો તમને બમણો લાભ થઇ શકે છે. એમ કરવાથી તમને ન માત્ર સારું ભાગ્ય મળશે પરંતુ ધન અને સુખની બાબતમાં પણ તમારું નસીબ ચમકી જશે.

સૂર્યદેવને જળ અર્પણ કરતા પહેલા કરો આ કામ

જયારે પણ તમે સૂર્યદેવને જળ ચડાવવા જાવ તો સાથે તાંબાના એક મોટા વાસણમાં જળ ભરીને લઇ જાવ. હવે તમારે કરવાનું એ છે કે સૌથી પહેલા સવારે સૂર્ય ઉદય થયા પછી કોઈપણ શિવ મંદિરમાં જાવ. ત્યાં તમે શિવજી આગળ માથું ટેકો અને તેમના આશીર્વાદ લો. હવે તેમને સિંદુર અને ચોખા ચડાવો. તેમાંથી થોડા ચોખાના દાણા તમારા તાંબાના વાસણમાં નાખી દો. ત્યારપછી શિવલિંગ ઉપર થોડુ પાણી ચડાવો અને બીજું પાણી સૂર્યદેવ માટે રાખો.

મંદિરની બહાર જઈને તમે સૂર્યદેવને પણ તે તાંબાના પાત્ર માંથી જળ ચડાવી શકો છો. શિવલિંગના સ્પર્શથી તમારું જળ પવિત્ર બની જાય છે અને તેની અંદરની તમામ નેગેટીવ એનર્જી દુર થઇ જાય છે. સાથે જ તેમાં નાખવામાં આવેલા ચોખા તેને પોઝેટીવ એનર્જીથી ભરી દે છે. આવામાં તમે સૂર્યદેવને સો ટકા ઉર્જાથી ભરેલું જળ ચડાવો છો. એટલા માટે તમને તેનો સૌથી વધુ લાભ મળે છે. આ કામ કરવાથી તમારો દિવસ પણ સારો જાય છે. તે ઉપરાંત લાંબા સમયમાં તમારું ભાગ્ય પ્રબળ રહે છે. ધનની ખામી પણ તેનાથી દુર થઇ જાય છે.

આમ તો તમે આ ઉપાય રોજ કરી શકો છો પરંતુ તેને રવિવાર અને સોમવારે કરવું ઘણું મહત્વ ધરાવે છે. તેનાથી તમને આખા અઠવાડિયા માટે ગુડ લક મળી જાય છે. તે કારણથી તમારે આ કાર્ય ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વખત જરૂર કરવાનું રહે છે. તમે ધારો તો તેમાંથી કોઈ એક દિવસ ઉપવાસ પણ રાખી શકો છો. તેનાથી ઈશ્વર વધુ પ્રસન્ન થઇ જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.