સૂર્ય ધનુમાં 16 ડીસેમ્બરની રાત્રે થશે સૂર્યનું રાશિ પરિવર્તન, તમામ 12 રાશિઓ ઉપર થશે અસર

૧૬ ડીસેમ્બરની રાત્રે ૧૨.૨૯ વાગ્યે સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે. ધનુ ગુરુના સ્વામિત્વ વાળી રાશિ છે, જે દેવતાઓના ગુરુ પણ છે. ઉજ્જેનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ, ૧૫ જાન્યુઆરી સુધી સૂર્યદેવ ગુરુ બૃહસ્પતીની સેવામાં રહેશે. તે કારણે જ એક મહિના સુધી તમામ પ્રકારના શુભ કાર્ય બંધ રહેશે. તેણે ખરમાસ કહે છે.

ધનુ રાશિમાં સૂર્યના હોવાથી નવી દુકાન અને વેપારની શરુઆત, લગ્નના કાર્ય ન કરવા જોઈએ. ૧૫ જાન્યુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાથી પુનઃ શુભ કાર્યની શરુઆત થશે. જાણો તમામ ૧૨ રાશિઓ ઉપર સૂર્યની કેવી અસર રહેવાની છે.

સૂર્યના રાશિ પરિવર્તન મુજબ રાશિફળ :

મેષ : સુખ શાંતિ મળશે. એશ્વર્યની પ્રાપ્તિ થશે. કાર્યોમાં કોઈ નુકશાનની શક્યતા નથી.

વૃષભ : ધનની આકસ્મિક પ્રાપ્તિ થઇ શકે છે. કાર્યોમાં લાભ મળશે. સંતાન પાસેથી લાભ અને સહકાર મળશે.

મિથુન : શાસકીય કાર્યોમાંથી લાભ મળશે. દુશ્મનોને હરાવી શકશો. બેરોજગારોને રોજગારીની પ્રાપ્તિ થશે.

કર્ક : જમીન અને સંપત્તિથી લાભ થશે. કોર્ટ સાથે સંબંધિત કાર્યોને લઈને ચિંતા રહી શકે છે. લાંબા સમય પછી લાભ મળવાના યોગ છે.

સિંહ : સમય સામાન્ય રહેશે. મનોરંજન અને આનંદદાયક કાર્યોમાં સમય પસાર થશે.

કન્યા : પરાક્રમ સારું રહેશે, બધા કાર્ય સારી રીતે કરી શકશો. શત્રુઓને હરાવવામાં સફળ થશો અને લાભ થશે.

તુલા : આધુનિકતા તરફ કામગીરી વધશે. સુખ સુવિધાની વસ્તુ ઉપર ખર્ચ થશે. સંયમપૂર્વક સમય પસાર કરવાની સલાહ છે.

વૃશ્ચિક : સાવચેતી રાખવાનો સમય છે. અતિ ઉત્સાહમાં કોઈ કાર્ય ન કરો, નહિ તો નુકશાન થઇ શકે છે. રોકાણથી દુર રહો.

ધનુ : કારણ વગરની ચિંતા રહેશે. રાજપક્ષથી લાભ થશે. સરકારી કાર્યોમાં સફળતા મળી શકે છે.

મકર : કાર્યોમાં સુધારો થશે અને નવા આયોજન ઉપર વિચારણા થશે.

કુંભ : વાહન સુખ મળી શકે છે. ધન સંબંધી લેવડ દેવડમાં સાવચેતી રાખવાનો સમય છે. કાર્યોમાં સફળતા મળી શકે છે.

મીન : આશા મુજબ કાર્ય નહિ થઇ શકે, અજાણ્યો ડર અને ચિંતા છવાયેલી રહેશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.