પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરવાના છે સૂર્ય, આ રાશિઓ પર પડશે વ્યાપક અસર, અપનાવો આ ઉપાય

સૂર્યના રાશિ પરિવર્તનના ખરાબ પ્રભાવથી બચવા માટે રાશિ અનુસાર કરો આ વિશેષ ઉપાય. 17 ઓક્ટોબરથી સૂર્ય ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરવાનો છે, અને 16 નવેમ્બર સુધી આ રાશિમાં રહેવાનો છે. લગભગ એક મહિના સુધી આ રાશિમાં રહ્યા પછી સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. તુલાને સૂર્યની નીચ રાશિ કહેવામાં આવે છે, જેના કારણે આ રાશિમાં સૂર્ય પ્રવેશ કરવાથી 12 રાશિઓ ઉપર ખરાબ અસર પડશે. તુલા સૂર્યની નીચ રાશિ માનવામાં આવે છે. જ્યારે મેષ રાશિ સૂર્યની ઉચ્ચ રાશિ છે.

પંડિતના જણાવ્યા મુજબ સૂર્યના આ ભ્રમણથી દરેકનું જીવન પ્રભાવિત થવાનું છે. એટલા માટે સૂર્યના અશુભ ફળથી બચવા માટે રાશિ મુજબ જણાવવામાં આવેલા ઉપાયો તમે કરો. આ ઉપાય આ મુજબ છે.

રાશિ મુજબ કરો આ ઉપાય, સૂર્યના ભ્રમણની નહિ પડે ખરાબ અસર :

મેષ રાશિ : મેષ રાશિના લોકો સૂર્ય દેવની પૂજા કરે અને ગરીબ લોકોને પીળી વસ્તુનું દાન કરે. સાથે જ રોજ સૂર્ય મંત્રના જાપ કરે. આ રાશિના લોકો સૂર્ય દેવના ॐ અચિંતાય નમઃ મંત્રના જાપ 101 વખત કરો. આ ઉપાય કરવાથી સૂર્યના આ ભ્રમણની ખરાબ અસર જીવન ઉપર નહિ પડે.

વૃષભ રાશિ : આ રાશિના લોકો લાલ રંગના કપડાનું દાન કરે અને રવિવારના દિવસે સૂર્ય દેવની પૂજા કરે. સૂર્ય દેવની પૂજા કરતા કરતા ॐ અરુણાય નમઃ મંત્રના જાપ જરૂર કરો. આ મંત્રના જાપ ઓછામાં ઓછા 21 વખત કરો.

મિથુન રાશિ : મિથુન રાશિના લોકો રવિવારે તાંબાની ધાતુનું દાન કરે. રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને ત્યાર પછી સૂર્ય દેવની પૂજા કરો. સૂર્ય દેવની પૂજા કરતી વખતે એક તાંબાનો સિક્કો કે કોઈ તાંબામાંથી બનેલી વસ્તુ તમારી પાસે રાખી લો. પૂજા થયા પછી તેનું દાન કરી દો. સાથે જ પૂજા કરતી વખતે ॐ આદિ-ભુતાય નમઃ મંત્રના જાપ પણ જરૂર કરો.

કર્ક રાશિ : આ રાશિવાળા લોકો રોજ સૂર્ય દેવને અર્ધ્ય આપે. સૂર્ય દેવને અર્ધ્ય આપવા માટે તમે એક તાંબાના લોટામાં જળ ભરી દો. પછી તેની અંદર ચોખા અને લાલ સિંદુર નાખી લો. સૂર્યને જોતા એ જળ અર્પણ કરો અને ॐ વસુપ્રદાય નમઃ ના જાપ 11 વખત કરો.

સિંહ રાશિ : આ રાશિના લોકો લાલ રંગની વસ્તુઓનું દાન કરે અને દરરોજ સૂર્ય દેવની પૂજા કરો. આ રાશિના લોકો પૂજા કરતી વખતે ॐ ભાનવે નમઃ મંત્રના જાપ કરો.

કન્યા રાશિ : જે લોકોની રાશિ કન્યા છે તે તાંબાની ધાતુને જળમાં પધરાવી દે. પછી પાછુ ફરીને જોયા વગર ઘરે આવી જાય. ત્યાર પછી સૂર્ય દેવની પૂજા કરતી વખતે ॐ શાંતાય નમઃ મંત્રના જાપ કરે. આ મંત્રના જાપ સવારના સમયે 101 વખત કરો.

તુલા રાશિ : આ રાશિમાં જ સૂર્ય ગ્રહ પ્રવેશ કરી રહ્યા છે. આ રાશિના લોકો સૂર્ય ગ્રહની કથા વાંચે અને મંદિર જઈને શિવલિંગ ઉપર જળ ચડાવે. સૂર્ય દેવને પ્રસન્ન કરવા માટે ॐ ઇન્દ્રાય નમઃ મંત્રના જાપ પણ જરૂર કરો. આ મંત્રના જાપ કરવાથી સૂર્ય દેવની ખરાબ અસરથી રક્ષણ મળે છે.

વૃશ્ચિક રાશિ : આ રાશિના લોકોએ ॐ આદિત્યાય નમઃ મંત્રના જાપ કરવા જોઈએ. અને રવિવારે લાલ કપડા ધારણ કરે. આમ તો લાલ રંગ સૂર્ય દેવ સાથે જોડાયેલો હોય છે. એટલા માટે રવિવારે આ રંગના કપડા પહેરવા શુભ ફળ આપે છે.

ધનુ રાશિ : ધનુ રાશિના લોકો સવારના સમયે સૂર્ય દેવની પૂજા કરે. પૂજા કર્યા પછી સૂર્ય દેવને અર્ધ્ય આપે. અર્ધ્ય વાળા પાણીમાં તમે લાલ રંગના ફૂલ પણ જરૂર નાખો. પૂજા કરતી વખતે ॐ શર્વાય નમઃ મંત્રના જાપ ઓછામાં ઓછા 11 વખત કરો. સૂર્ય દેવના આ મંત્રનો જાપ કરવાથી સૂર્ય ગ્રહના રાશિ પરિવર્તનની ખરાબ અસર તમારા જીવન ઉપર નહિ પડે.

મકર રાશિ : મકર રાશિના લોકો સૂર્ય દેવની પૂજા કરતી વખતે તેમને લાલ ચંદન અને લાલ રંગનું ફૂલ અર્પણ કરે, અને ॐ સહસ્ત્ર કરણાય નમઃ મંત્રના જાપ કરો. આ ઉપાય કરવાથી સૂર્ય દેવ પ્રસન્ન થઇ જશે.

કુંભ રાશિ : કુંભ રાશિના લોકો સૂર્ય ગ્રહના આ ભ્રમણની ખરાબ અસરથી બચવા માટે ॐ બ્રહમણે દીવાકર નમઃ મંત્રના જાપ કરે. આ મંત્રના જાપ કરવા સાથે સાથે શિવલિંગ ઉપર દૂધ પણ અર્પણ કરે અને તેને લાલ ચંદનનું તિલક લગાવે.

મીન રાશિ : મીન રાશિના લોકો ॐ જનીયે નમઃ મંત્રના જાપ કર્યા કરે. તે ઉપરાંત રોજ સ્નાન કર્યા પછી માથા ઉપર લાલ તિલક લગાવે અને સૂર્ય દેવની પૂજા કરો. બની શકે તો ગરીબ લોકોને લાલ રંગનું ફળ પણ અર્પણ કરે.

તમારી રાશિ મુજબ ઉપર જણાવેલા મંત્રો ના જાપ તમે જરૂર કરો. આ ઉપાયો કરવાથી સૂર્ય દેવના આ ભ્રમણની ખરાબ અસર તમારા જીવનમાં નહિ પડે અને કોઈ પણ પ્રકારની સમસ્યા ઉભી નહિ થાય.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.