સૂર્ય ગ્રહણ 2019 : 26 ડિસેમ્બરે થશે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, જાણો રાશિઓ પર એનો કેવો પ્રભાવ રહેશે

વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ડીસેમ્બર મહિનાની ૨૬ તારીખે થવાનું છે. ગ્રહણ થતા પહેલા સુતક કાળ શરુ થઇ જાય છે. સુતક કાળ લાગવાથી મંદિરોના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. સાથે જ કોઈ પણ શુભ કાર્ય તે દરમિયાન કરવાથી દુર રહેવામાં આવે છે. આ વખતે સૂર્યગ્રહણ ભારતમાં પણ રહેશે જેની અસર તમામ રાશિઓ ઉપર જોવા મળશે. આજની આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે કઈ રાશિઓ માટે આ ગ્રહણ શુભ અને કોના માટે અશુભ રહેશે?

સૂર્યગ્રહણનો સમય :

સૂર્યગ્રહણની શરુઆત : સવારે ૮ વાગીને ૧૭ મિનીટ ઉપર.

પરમગ્રાસ : સવારે 9 વાગીને ૩૧ મિનીટ ઉપર.

સૂર્યગ્રહણની પુર્ણાહુતી : સવારે ૧૦ વાગીને ૫૭ મિનીટ ઉપર.

સૂર્યગ્રહણનો કુલ સમય : ૨ કલાક ૪૦ મિનીટ ૨ સેકન્ડ.

સુતક પ્રારંભ : ૨૫ ડીસેમ્બરના દિવસે બુધવારની સાંજે ૫ વાગીને ૩૧ મિનીટથી.

સુતક પુર્ણાહુતી : ૨૬ ડીસેમ્બરે ગુરુવારે સવારે ૧૦ વાગીને ૫૭ મિનીટ ઉપર.

સૂર્યગ્રહણની રાશિઓ ઉપર અસર :

મેષ રાશિ :

આરોગ્ય સંબંધી તકલીફો,

વેપારમાં નુકશાન,

સંબંધીઓ દ્વારા દગો,

મોટા નિર્ણય લેવાથી દુર રહો.

વૃષભ રાશિ :

આર્થિક સ્થિતિમાં સુધારો,

મનગમતી ઇચ્છાઓ પૂરી,

નોકરીમાં પ્રમોશનના યોગ.

મિથુન રાશિ :

લવ લાઈફમાં મુશ્કેલીઓ,

જીવનસાથી સાથે વૈચારિક મતભેદ,

મિત્રોનો સહયોગ,

ગ્રહણના ૧૫ દિવસ સુધી દેવું ન કરો.

કર્ક રાશિ :

પ્રેમ લગ્ન થવાની શક્યતા,

સુખદ યાત્રાઓ,

બોસના સંબંધ સારા,

ધાર્મિક કાર્યોમાં રૂચી.

સિંહ રાશિ :

તમામ કાર્યોમાં સફળતા,

દુશ્મન કરી શકે છે હેરાન,

લાંબા પ્રવાસથી દુર રહો,

નાની મોટી ઈજાઓ થઇ શકે છે,

માથાના દુઃખાવાથી દુઃખી,

પિતૃક સંપત્તિથી ધન લાભ.

કન્યા રાશિ :

લવ લાઈફમાં ઉતાર ચડાવ,

માતા પિતાનો જરૂરી કામમાં સહયોગ,

આર્થિક સ્થિતિમાં સુધારો,

નવા દોસ્ત બનશે.

તુલા રાશિ :

પરિવારમાં કલેશનું વાતાવરણ,

નાના ભાઈ બહેનો સાથે ઝગડા,

વાહન ચલાવતી વખતે સાવચેતી,

જીવનસાથીનો સાથે લાભદાયક.

વૃશ્ચિક રાશિ :

આરોગ્ય ઉપર ખરાબ અસર,

અચાનકથી આરોગ્ય બગડવાની શક્યતા,

ખાવાપીવામાં રાખો વિશેષ ધ્યાન,

કામનો બોજ વધવાથી તણાવ,

સુધરતા કામ બગડી જશે,

વાણી ઉપર કાબુ રાખો.

ધનુ રાશિ :

કારકિર્દીમાં પ્રગતી,

વિદેશ જવાના યોગ,

નવા કામને લઈને યોજના,

ઘરમાં કોઈ માંગલિક કાર્ય પુરા થાય.

મકર રાશિ :

માનસિક તણાવમાં વૃદ્ધી,

નજીકના સંબધીઓમાં કડવાશ,

ખર્ચ વધશે,

ધંધામાં નુકશાન.

કુંભ રાશિ :

લાંબા સમયથી અટકેલા કાર્ય થશે પુરા,

ધાર્મિક કાર્યોમાં મન લાગશે,

લાંબી યાત્રાઓથી ધન લાભ.

મીન રાશિ :

પિતૃક ભૂમિથી લાભ :

પિતાના આરોગ્યનું રાખો વિશેષ ધ્યાન,

લવ લાઈફમાં કોઈ ખાસનું આગમન,

આરોગ્યને લઈને રહો જાગૃત.