સૂર્યગ્રહણ પર આ જગ્યાએ કરી અંધવિશ્વાસની હદ પાર, બાળકોને જમીનમાં દાટ્યા, જુઓ ફોટા

26 ડિસેમ્બરે વર્ષ 2019 નું છેલ્લું સૂર્યગ્રહણ હતું. આ ગ્રહણ ઘણી બધી જગ્યાએ દેખાયું. ઘણા લોકોએ ટીવી પર તો ઘણા લોકોએ એના સ્પેશિયલ ચશ્માં લગાવીને ધાબા પર જઈને તેને નિહાળ્યું. દેશમાં ઘણા ભાગમાં સૂર્યગ્રહણનો અદ્દભુત નજારો જોવા મળ્યો.

પણ આ બધા વચ્ચે કેટલાક લોકો વચ્ચે સૂર્યગ્રહણના કારણે અમુક દુર્ભાગ્યપૂર્ણ માન્યતાઓ સામે આવી છે. જેને આપણે અંધવિશ્વાસ કહી શકીએ છીએ.

સુત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, આવી જ એક માન્યતા સામે આવી છે કર્ણાટકના ગુલબર્ગાથી. અહીં જીવતા બાળકોને જમીનમાં દાટી દેવામાં આવ્યા. જી હા, તમે બરાબર વાંચ્યું એક માન્યતા પ્રમાણે બાળકોને જમીનમાં દાટવામાં આવ્યા.

અહીં એવું માનવામાં આવે છે કે, દિવ્યાંગ બાળકને જમીનમાં ગળા સુધી દાટવાથી તે દિવ્યાંગતાથી બહાર આવી જાય છે. એટલે કે તે એકદમ સાજા થઈ જાય છે.

આ બાળકોના ફોટા પણ સામે આવ્યા છે. અને તે ફોટોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, બાળકોનું આખું શરીર જમીનમાં માટીની અંદર દાટી દેવામાં આવ્યું છે. તેમનું ફક્ત માથું જ દેખાઈ રહ્યું છે.

જણાવી દઈએ કે, ભારતમાં ગુરુવારે સૂર્યગ્રહ 8 વાગ્યે શરુ થયો હતો અને આ ગ્રહણની અસર બોપોરે દોઢ વાગ્યા સુધી રહેવાની હતી. એવામાં દેશના અલગ અલગ ભાગમાં પોઝ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.