શનિની બીજી રાશિમાં આવી રહ્યા છે સૂર્ય, 2 રાશિઓની વધશે મુશ્કેલીઓ

સૂર્યદેવ 13 ફેબ્રુઆરીએ પોતાના પુત્ર શનિની બીજી રાશિ કુંભમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં સૂર્યનું આ ગોચર બપોરે 2 વાગીને 53 મિનિટ પર થશે. સૂર્યના કુંભમાં પ્રવેશ કરતા જ બધી રાશિઓ પર તેની સારી-ખરાબ અસર દેખાવા લાગશે. કર્ક અને કુંભ રાશિના લોકો માટે આ ગોચર ઘણું અશુભ માનવામાં આવી રહ્યું છે. આવો જાણીએ સૂર્યના કુંભ રાશિમાં ગોચરથી બધી રાશિઓના લોકો પર કેવો પ્રભાવ પડવાનો છે?

મેષ રાશિ :

આ ગોચરના પ્રભાવથી તમારી આવકમાં જબરજસ્ત વધારો થશે અને લાભના ઘણા માર્ગ તમને દેખાવા લાગશે. ઓફિસમાં બોસ પણ તમારાથી ખુશ રહેશે, અને તેના કારણે તમને થોડી સારી સુખ સુવિધા પણ પ્રાપ્ત થશે. જો તમે કોઈ વ્યાપાર કરો છો, તો આ દરમિયાન તેમાં પણ નફાના યોગ બનશે. તમે તમારા શત્રુઓની સરખામણીમાં મજબૂત રહેશો, એટલે તેમના તરફથી તમને કોઈ મુશ્કેલી નહિ થાય.

વૃષભ રાશિ :

સૂર્યના કુંભ રાશિમાં ગયા પછી તમારા માન-સમ્માનની સાથે સાથે કાર્ય ક્ષેત્રમાં વધારો થશે. પ્રમોશન અને પગારમાં વધારાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. જે લોકો સરકારી નોકરી કરે છે, તેમને આ દરમિયાન જબરજસ્ત લાભ થવાની સંભાવના બનશે. પારિવારિક જીવન ઘણું સારું રહેશે. વ્યાપારના દ્રષ્ટિકોણથી પણ આ સમય લાભદાયક રહેશે.

મિથુન રાશિ :

મિથુન રાશિના લોકોની સમાજમાં સ્થિતિ સારી રહેશે અને તમારું સામાજિક સ્તર ઊંચું આવશે. તમને ધન અને ધાન્યનો લાભ થશે અને કામોમાં સફળતાને કારણે તમારો આત્મવિશ્વાસ સાતમા આકાશ પર હશે. સરકારી ક્ષેત્રથી ઉત્તમ લાભના યોગ બનશે અને અમુક લોકોને, જેની કુંડળીમાં અનુકૂળ દશા હશે તેમને સરકારી નોકરી મળવાની સંભાવના રહેશે.

કર્ક રાશિ :

સૂર્ય દેવ તમારી રાશિના બીજા ભાવના સ્વામી છે અને આ ગોચર પછીના સમયમાં તે તમારા આઠમા ભાવમાં ગોચર કરશે. આ ભાવ અચાનક થવાવાળી ઘટનાઓ માટે જાણવામાં આવે છે. સૂર્યદેવના આ ભાવમાં ગોચર કરવાથી તમને મિશ્રિત પરિણામ પ્રાપ્ત થશે, જેમાં એક તરફ તમને કોઈ પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થવાની સંભાવના બનશે. તો બીજી તરફ આ દરમિયાન તમારા પિતાનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે, એટલા માટે તમારે તેમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. તેના સિવાય કોઈ જુના રહસ્ય બહાર આવી શકે છે, જેની અસર તમારી છબી પર પડશે.

સિંહ રાશિ :

સૂર્ય દેવ તમારી રાશિના સ્વામી છે, એટલા માટે સૂર્યદેવનું આ ગોચર તમારા માટે વિશેષ પ્રભાવ લઈને આવશે. આ ગોચરની અસર મુખ્ય રૂપથી તમારા સ્વાસ્થ્ય, તમારા વ્યક્તિત્વ અને તમારા દાંપત્ય જીવન તથા અન્ય ગતિવિધિઓ પર પડશે. આ દરમિયાન દાંપત્ય જીવનમાં અમુક સમસ્યાઓ પણ આવી શકે છે. તેમજ વ્યાપાર કરવા વાળા લોકો માટે આ ગોચર અનુકૂળ ફળ લઈને આવશે અને તમારા વ્યાપારમાં સફ્ળતાના યોગ બનશે. સમાજમાં તમને પ્રસિદ્ધિ પણ મળી શકે છે.

કન્યા રાશિ :

કન્યા રાશિના લોકો માટે સૂર્ય દેવ બારમા ભાવના સ્વામી હોય છે, અને આ ગોચર દરમિયાન તે તમારા છઠ્ઠા ભાવમાં જશે. સામાન્ય રીતે છઠ્ઠા ભાવમાં સૂર્યનું ગોચર અનુકૂળ પરિણામ આપશે. તમારા ખર્ચમાં થોડો સુધારો થશે. આર્થિક સ્થિતિ પણ મજબૂત થવા લાગશે. સ્વાસ્થ્યને લઈને આ દરમિયાન થોડી સાવધાની રાખવી સારી રહેશે. જે લોકો પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ કાળ અત્યંત શુભ હોવા તરફ સંકેત આપી રહ્યો છે.

તુલા રાશિ :

તુલા રાશિના લોકોની કુંડળીમાં સૂર્ય દેવ અગિયારમાં ભાવના સ્વામી હોય છે, અને એટલા માટે લાભ આપવા વાળા ગ્રહ છે. તે તમને આર્થિક રીતે મજબૂતી આપશે. શાસન પક્ષથી તમને લાભ મળશે અને સરકારી ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકો માટે આ ગોચર અનુકૂળતા લઈને આવશે. પ્રેમ જીવનને લઈને આ ગોચર વધારે અનુકૂળ નથી, એટલા માટે આ દરમિયાન વિશેષ ધ્યાન રાખવું પડશે, કારણ કે નાનકડી વાત તમારો સંબંધ ખરાબ કરી શકે છે.

વૃશ્ચિક રાશિ :

વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્યદેવ તેમના દશમાં ભાવના સ્વામી છે, એટલે તમારા કર્મના સ્વામી. તમારે પરિવારમાં વિશેષ તણાવનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે સંપૂર્ણ ફોકસ રાખીને કામ કરશો. તમારું માન-સમ્માન પણ વધશે અને ઓફિસમાં તમારી સાથે કામ કરવા વાળા લોકો તમને સારા દ્રષ્ટિકોણથી જોશે. આ દરમિયાન જો તમારી કુંડળીમાં અનુકૂળ દશા ચાલી રહી છે, તો સરકારી ક્ષેત્રથી વાહન અથવા ઘરનો લાભ થવાની સંભાવના બની શકે છે.

ધનુ રાશિ :

તમારા માટે સૂર્ય દેવ તમારી રાશિના સ્વામી ગુરુના મિત્ર પણ છે અને તમારા ભાગ્યના સ્વામી પણ છે. આ ગોચરથી તમારા સંબંધ સારા લોકો સાથે બનશે. તમારા ભાગ્યમાં વધારો થશે. આ દરમિયાન તમે તીર્થ યાત્રા પણ જઈ શકો છો. તમારા સાહસ અને પરાક્રમમાં પણ વધારો થશે, અને તમે લગભગ દરેક કામને પોતે કરવાનું પસંદ કરશો.

મકર રાશિ :

શનિદેવના આધિપત્ય વાળી મકર રાશિ માટે સૂર્યદેવ આઠમા ભાવના સ્વામી છે. સૂર્યદેવના આ ગોચરમાં તે તમારા બીજા ભાવમાં પ્રવેશ કરશે, એ કારણે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી ઉભી થઈ શકે છે. અચાનકથી ધન પ્રાપ્તિ થઈ શકે છે. અમુક સારા પરિણામ પણ પ્રાપ્ત થશે. આ સમયમાં અમુક લોકોને એવું ધન મળી શકે છે, જે સરકારી આદેશને કારણે રોકાયેલું હોય. કુટુંબમાં કોઈ વાતને લઈને ચર્ચાનો વિષય વિવાદમાં ફેરવાઈ શકે છે.

કુંભ રાશિ :

તમારી રાશિ માટે સૂર્યદેવ સાતમા ભાવના સ્વામી છે જે એક મારક સ્થાન પણ છે. આ ગોચરની અસર નકારાત્મક રૂપથી થઈ શકે છે, કારણ કે ગુસ્સો વધારે રહેવાને કારણે સંબંધોમાં તકરાર વધી શકે છે. એટલા માટે તમારે થોડું ધ્યાન રાખવું જોઈએ. આ ગોચરથી તમે વ્યાપારની બાબતોમાં થોડી ઘણી આશા રાખી શકો છો. સ્વાસ્થ્ય અવશ્ય નબળું રહી શકે છે, એટલા માટે તેના પ્રત્યે સાવધાની રાખવી જરૂરી છે.

મીન રાશિ :

મીન રાશિના સ્વામી ગુરુના પરમ મિત્ર સૂર્યદેવ તમારી રાશિ માટે છઠ્ઠા ભાવના સ્વામી થઈને, પોતાના આ ગોચર કાળમાં તમારા બારમા ભાવમાં વિરાજમાન થશે. બારમો ભાવ નુકશાનનો ભાવ અને ખર્ચનો ભાવ પણ કહેવાય છે, એટલા માટે સૂર્ય દેવના આ ગોચર કાળમાં તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. નોકરી માટે કરવામાં આવેલા પ્રયત્ન સાર્થક થશે અને તમને કાર્યસ્થળ પણ ઉત્તમ પ્રદર્શન કરવામાં મદદ મળશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.