17 નવેમ્બર સૂર્ય કરશે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ, કઈ રાશિઓ પર પડશે શુભ-અશુભ પ્રભાવ, જાણો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ પણ ગ્રહમાં કોઈ પ્રકારનું પરિવર્તન થાય છે, તો એના કારણે બધી 12 રાશિઓ પર કોઈને કોઈ પ્રભાવ જરૂર પડે છે. જો ગ્રહ પરિવર્તનની સ્થિતિ કોઈ રાશિમાં શુભ છે તો એના કારણે એ રાશિના વ્યક્તિને શુભ ફળ મળે છે, પરંતુ એની સ્થિતિ સારી ન હોવાને કારણે અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.

તમને જણાવી દઈએ કે, સૂર્ય ગ્રહ 17 નવેમ્બર 2019 ની સવારે 1 વાગીને 8 મિનિટે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવાનો છે. અને આ રાશિમાં 19 ડિસેમ્બર 2019 સુધી રહેશે. આ પરિવર્તનને કારણે બધી 12 રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પડવાનો છે. અને આ પરિવર્તનની તમારા જીવનમાં કેવી અસર કરશે? એના વિષે આજે અમે તમને રાશિ અનુસાર જાણકારી આપવાના છીએ.

આવો જાણીએ સૂર્યનું રાશિ પરિવર્તન કઈ રાશિઓ માટે રહેશે શુભ :

સિંહ રાશિવાળા લોકોની રાશિમાં સૂર્ય ચોથા ભાવમાં ગોચર કરવાનો છે. એના કારણે તમારા મહત્વપૂર્ણ કામ પુરા થશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો આવવાના યોગ બની રહ્યાં છે, જે લોકો સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે એમને સારો ફાયદો મળશે, કોઈ જૂની શારીરિક પરેશાનીથી છુટકારો મળી શકે છે. તમને તમારા કરેલા કામકાજનું વધારે સારું પરિણામ પ્રાપ્ત થવાનું છે. કાર્યસ્થળમાં તમારી પ્રગતિ અને આવકમાં વધારો થવાની સંભાવના બની રહી છે.

કન્યા રાશિમાં સૂર્ય ત્રીજા ભાવમાં પ્રવેશ કરવાનો છે, એ કારણે તમારા પરાક્રમમાં વધારો થશે, નાના ભાઈ બહેનોની મદદથી તમને સારો લાભ મળી શકે છે. તમને તમારી કિસ્મતનો સંપૂર્ણ સાથ પ્રાપ્ત થશે. ધર્મ કર્મના કામોમાં રુચિ રહેશે. ઘર પરિવારના લોકો સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો. સામાજિક ક્ષેત્રમાં માન સમ્માનની પ્રાપ્તિ થશે, તમારા અધૂરા કામ પુરા થઈ શકે છે.

ધનુ રાશિમાં સૂર્ય બારમાં ભાવમાં પ્રવેશ કરવાનો છે, એ કારણે તમારી આવકમાં વધારો થશે. ઘરેલુ સુખ સાધનોમાં વધારો થવાની સંભાવના બની રહી છે. શારીરિક અને માનસિક કષ્ટ દૂર થશે. વિદેશ જવા માટે ઈચ્છુક લોકોને વિદેશ જવાના અવસર મળી શકે છે. તમારી આવક સારી રહેશે. કાર્ય સ્થળ પર માન સમ્માનની પ્રાપ્તિ થઈ શકે છે. તમે કોઈ લાભ દાયક યાત્રા પર જઈ શકો છો. મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે.

મકર રાશિવાળા લોકોની કુંડળીમાં સૂર્ય અગિયારમાં ભાવમાં ગોચર કરવાના છે, જેના કારણે તમારો આ સમય ઘણો શુભ રહેવાનો છે. સરકારી ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે. આવકમાં વધારો થવાની સંભાવના બની રહી છે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવી શકે છે. જીવનસાથી સાથે તમે સારો સમય પસાર કરશો. આ રાશિવાળા લોકો ઉપર સૂર્ય દેવતાની કૃપા દૃષ્ટિ બની રહેશે, જેથી તમે તમારા કામકાજમાં સતત પ્રગતિ પ્રાપ્ત કરશો.

કુંભ રાશિમાં સૂર્ય દશમાં ભાવમાં ગોચર કરવાનો છે, એ કારણે નોકરી કરવાવાળા લોકોનો સમય શુભ રહેવાનો છે. તમારા મગજમાં નવી નવી યોજનાઓ આવી શકે છે. કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી તમારાથી પ્રસન્ન રહેશે. તમારા કામકાજની પ્રશંસા થઈ શકે છે. તમારા જીવનમાં જે પણ મુશ્કેલ પરિસ્થિતિઓ ચાલી રહી છે એનાથી તમને છુટકારો મળશે. તમે તમારા કરિયરમાં આગળ વધશો. આવકના માર્ગ પ્રાપ્ત થઈ શકે છે. ઘર પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો આવવાના યોગ બની રહ્યા છે.

મીન રાશિવાળા લોકોની કુંડળીમાં સૂર્ય નવમાં ભાવમાં ગોચર કરવાનો છે, જેના કારણે તમે ઘણા ભાગ્યશાળી સાબિત થવાના છો. આ સમય દરમ્યાન તમને સારો લાભ પ્રાપ્ત થશે, તમે પોતાના ઘર પરિવારના લોકો સાથે કોઈ ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકો છો. સામાજિક ક્ષેત્રમાં માન સમ્માનમાં વધારો થશે. તમે તમારા ભાગ્યના આધારે પોતાના દરેક કામમાં સતત સફળતા પ્રાપ્ત કરશો. મિત્રોની સંપૂર્ણ મદદ મળી શકે છે. ઘરેલુ ખુશીઓમાં વધારો થશે. સંતાન તરફથી પ્રગતિના સમાચાર મળી શકે છે, એ કારણે ખુશી અને ગર્વ અનુભવ થશે.

આવો જાણીએ બાકી રાશિઓની કેવી રહેશે હાલત :

મેષ રાશિવાળા લોકોની કુંડળીમાં સૂર્ય આઠમાં ભાવમાં પ્રવેશ કરવાનો છે, જેના કારણે તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ સમય દરમિયાન તમારે વાહનના ઉપયોગમાં સાવધાની રાખવાની જરૂર છે, નહિ તો દુર્ઘટના થવાની સંભાવના બની રહૈ છે. તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. આ સમય દરમિયાન તમે કોઈની વાતોનો વિરોધ ન કરો, નહિ તો કોઈ સાથે વાદ વિવાદ થઈ શકે છે.

વૃષભ રાશિવાળા લોકોની કુંડળીમાં સૂર્ય સાતમાં ભાવમાં ગોચર કરવાના છે, એ કારણે જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના બની રહી છે. તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. કોઈ સાથે વાતચીત કરતા દરમિયાન તમે પોતાના શબ્દો પર ધ્યાન આપો. કોઈ જૂની બીમારીને કારણે તમને મુશ્કેલી થઈ શકે છે. તમારે તમારા ખાનપાન પર વિશેષ ધ્યાન રાખવું પડશે. જો તમે સૂર્યના અશુભ પ્રભાવને ઓછો કરવા માંગો છો, તો રવિવારે ગોળનું દાન કરી શકો છો.

મિથુન રાશિવાળા લોકોની કુંડળીમાં સૂર્ય છઠ્ઠા ભાવમાં ગોચર કરવાનો છે, જેના કારણે તમારે હાડકા સાથે જોડાયેલી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારા શત્રુ સક્રિય રહેશે અને તે તમને નુકશાન પહોંચાડવા પ્રયત્ન કરી શકે છે. એટલે તમે સતર્ક રહો. કોર્ટ કચેરીની બાબતમાં તમારે સતર્ક રહેવું પડશે. કાર્ય સ્થળનું વાતાવરણ ઠીકઠાક રહેશે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળી શકે છે, પરંતુ આ સમય દરમિયાન તમે કોઈ પણ નવું કામ શરુ ન કરો.

કર્ક રાશિમાં સૂર્ય પાંચમાં ભાવમાં પ્રવેશ કરવાનો છે, એ કારણે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે, નહીં તો કોઈ સાથે વાદ વિવાદ થઈ શકે છે. સંતાન તરફથી ખુશખબર મળવાની સંભાવના બની રહી છે. તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. ઘર પરિવારના કોઈ સભ્ય સાથે મતભેદ થવાની સંભાવના બની રહી છે. તમારે તમારા કામકાજમાં પોતાની બુદ્ધિમાનીનો ઉપયોગ કરવો પડશે, નહીં તો કામ અધૂરું રહી શકે છે. અચાનક તમે કોઈ લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. યાત્રા દરમ્યાન તમે તમારા સામાન પર ધ્યાન આપો નહિ તો ચોરી થવાના સંકેત મળી રહ્યા છે.

તુલા રાશિવાળા લોકોની કુંડળીમાં સૂર્ય બીજા ભાવમાં પ્રવેશ કરવાનો છે, જેના કારણે પારિવારિક વાદવિવાદ થવાની સંભાવના બની રહી છે. તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. અચાનક આવકના સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે. તમારે તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું પડશે. ધર્મ કર્મના કામમાં વધારે મન લાગશે. જો તમે કોઈ મંદિરમાં રવિવારના દિવસે લાલ ફૂલ અને લાલ વસ્ત્ર દાન કરો છો, તો એનાથી સૂર્યનો ખરાબ પ્રભાવ દૂર થઈ શકે છે.

વૃશ્ચિક રાશિમાં સૂર્યની સ્થિતિ પહેલા ભાવમાં રહેવાની છે, જેના કારણે તમારા સ્વભાવમાં તેજી આવવાની સંભાવના બની રહી છે. તમારે તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખવું પડશે. તમારે તમારા કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, નહીં તો તમારા મહત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે. જો તમે સૂર્ય દેવની રોજ નિયમિત રૂપથી પૂજા કરીને એમને જળ અર્પણ કરો, તો સૂર્યનું શુભ પ્રાપ્ત થઈ શકે છે.