શું તમે જાણો છો કે દરરોજ સૂર્યને જળ અર્પણ કરવું એ કેટલું વૈજ્ઞાનિક કાર્ય છે:

સૂર્યને જળ અર્પણ કરવાથી આપણને સીધો લાભ પ્રાપ્ત થાય છે. સવાર-સવારના સમયે જલ્દી ઉઠવાથી તાજી હવા અને સૂર્યના કિરણોથી આપણા સ્વાસ્થ્યને લાભ થાય છે, એ બધા જાણે છે.

તેના સિવાય સૂર્યને જળ અર્પણ કરતી વખતે પાણીની વચ્ચેથી સૂર્ય તરફ જોવું જોઈએ, આવામાં સૂર્યના કિરણોથી આપણી આંખોની નૈત્ર જ્યોતિ પણ વધે છે.

સૂર્યના કિરણોમાં વિટામીન ડી ના કેટલાય ગુણો પણ હોય છે. એટલા માટે જે પણ વ્યક્તિ ઉગતા સૂર્ય ને જળ અર્પણ કરે છે તે તેજસ્વી હોય છે, તેની ચામડીમાં આકર્ષક ચમક આવી જાય છે.

વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્ય અને પૃથ્વી ની વચ્ચે આશરે ૧૪૯૬૦૦૦૦૦૦ કિલોમીટર નું અંતર છે. પૃથ્વી સુધી સૂર્યનો પ્રકાશ પહોચતાં ૮ મિનીટ ૧૯ સેકંડ નો સમય લાગે છે. સૂર્ય જ બધા જીવ-જંતુ માટે સૌથી વધારે મહત્વનો ઉર્જાનો સ્ત્રોત છે. વૃક્ષો અને છોડને તો ભોજન પણ સૂર્યના લીધે જ મળે છે. જુના ઋષિ-મુનિઓએ કહ્યું છે કે સૂર્યને જળ અર્પણ કરવાથી આપણા શરીરના હાનીકારક તત્વો દુર થાય છે.

સૂર્યને દેવતા માનવામાં આવે છે, તેમની પૂજા માટે કેટલીય વિધિઓ જણાવવામાં આવી છે. સૂર્ય દેવ ને દરરોજ જળ અર્પણ કરવાથી આપણી બધી મનોકામનાઓ પૂરી થાય છે. સાથે જ આંખોનું તેજ વધે છે અને ચામડીમાં તેજ ઉત્પન્ન થાય છે. સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે, યશ મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર માં સૂર્ય ને યશ અને માન-સન્માન ના કારણભૂત ગ્રહ મનાય છે. કોઈ પણ વ્યક્તિ ની કુંડળી માં ઉચ્ચ માં સૂર્ય હોય તો તે પ્રતિષ્ઠિત અને તેજસ્વી હોય છે. આવા વ્યક્તિને સમાજ માં સન્માન ની નજરે જોવામાં આવે છે.

ત્યાં જ તેનાથી વિરુધ્ધ, નીચેના અથવા અશુભ ફળ આપનાર સૂર્ય હોય તો તે વ્યક્તિને કેટલીય પ્રકારના કલંક સહન કરવા પડે છે. આંખો અથવા ચામડીને લગતા રોગો થયી શકે છે. તેનાથી બચવા માટે દરરોજ સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ.

સૂર્યને જળ અર્પણ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે સૂર્ય ને ક્યારેય પણ સીધા જોવાનું ટાળવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે પાણીની ધારા ની વચ્ચે થી સૂર્યને જુઓ. આ રીતે સૂર્યના કિરણોથી તમારી આંખો ની જ્યોતિ પણ વધશે. સૂર્યને સવાર-સવારમાં બને તેટલું જલ્દી, મોડામાં મોડું ૭-૮ વાગ્યા સુધીમાં જળ અર્પણ કરવું જોઈએ. વધુ મોડેથી સૂર્યને જળ અર્પણ ના કરવું જોઈએ.

સૂર્યથી શુભ ફળ મેળવવા માટે રવિવારના દિવસે સૂર્ય માટે વિશેષ પૂજા-અર્ચના કરવી જોઈએ. સાથે જ આ દિવસે સૂર્યને લગતી વસ્તુઓ નું દાન કરવાની પરંપરા છે. સૂર્યને લગતી વસ્તુઓ જેવી કે પીળા વસ્ત્રો અથવા અન્ય પીળા રંગની ખાદ્ય સામગ્રી નું દાન કોઈ જરૂરતમંદ વ્યક્તિને કરવામાં આવે છે.

સૂર્ય ને અર્પણ કરવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ. લોટામાં શુધ્ધ પાણી ભરો અને તેમાં ચોખા અને કંકુ, ફુલ, ગોળ વગેરે પૂજાની સામગ્રી પણ નાખવી જોઈએ. તેના પછી લોટા થી સૂર્ય ને જળ અર્પણ કરો.

જળ અર્પણ કરતી વખતે સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમ:, ઓમ ભાસ્કરાય નમ:, ઓમ રવયે નમ:, ઓમ આદિત્યાય નમ:, ઓમ ભાન્વે નમ:, વગેરેનો જાપ કરતા રહેવું જોઈએ.