18 ઓક્ટોબરે સૂર્ય કન્યા થી તુલા રાશિમાં કરશે પ્રવેશ, બધી 12 રાશિઓ પર થશે અસર

શુક્રવાર, ૧૮ ઓક્ટોમ્બરના રોજ સૂર્ય રાશી બદલી રહ્યો છે. આ ગ્રહ કન્યા માંથી તુલા રાશીમાં પ્રવેશ કરશે. ઉજ્જેનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ આ રાશિમાં સૂર્ય નીચે રહે છે. હવે ૧૭ નવેમ્બર સુધી સૂર્ય આ રાશિમાં રહેશે. જાણો તમામ ૧૨ રાશીઓ માટે કેવી રહેશે સૂર્યની અસર..

૧. મેષ : તિથિના સાતમાં સૂર્યની પૂર્ણ દ્રષ્ટિ રાશી ઉપર પડી રહી છે. શારીરિક પીડા અને દુઃખ, ઈજાનો ભય છે. આર્થિક રીતે જ મંદી રહેશે. ધંધો શીથીલ રહેશે.

૨ વૃષભ : છઠ્ઠ તિથીનો સૂર્ય ભય પ્રાપ્ત કરશે અને ધનની આવક તો રહેશે, પરંતુ બચતમાં ઘટાડો થશે. નવી વસ્તુઓની આવક થશે. વાહન પ્રયોગમાં સાવચેતી રાખો.

૩. મિથુન : પાંચમ તિથીનો સૂર્ય લાભદાયક રહેશે, પરંતુ પરિવારમાં પ્રભુત્વ ઓછું થઇ શકે છે. નવા કામ શરુ કરવા વાળા કામોમાં અડચણો આવશે. વિવાદોમાં પણ પડી શકો છો.

૪. ચોથ તિથિનો સૂર્ય વ્યસ્ત રહેશે. અજાણ્યા ઉપર વિશ્વાસ કરવાથી દુર રહો અને નવી જગ્યા ઉપર જવાનો વિચાર કરી રહ્યા છો, હવે અટકી જાવ. માનસિક તનાવ રહેશે.

૫. સિંહ : ત્રીજ તિથીનો સૂર્ય બિનજરૂરી દુઃખ આપી શકે છે. અંર્તમનને જાગૃત રાખો, કોઈ પણ કાર્યને ટાળો નહિ. આળસ જળવાઈ રહેશે અને વધુ ઊંઘની અસર રહેશે.

૬. કન્યા : બીજ તિથીનો સૂર્ય સંબંધો બગાડી શકે છે. દાંપત્ય જીવનમાં તનાવ રહેશે. અને અપમાન પણ થઇ શકે છે. સ્વયં ઉપર વિશ્વાસ રાખો. કોઈ જોખમ ભરેલા કાર્ય ન કરો.

૭. તુલા : તિથીનો પ્રથમ સૂર્ય અને શની સાડાસાતીને કારણે જ વધુ સાવચેતી પૂર્વક સમય કાઢવાનો સમય છે. ધાર્મિક કર્મ કરો અને કોઈ પણ ઝગડાની બાબત થી દુર રહો.

૮. વૃશ્ચિક : દશમ તિથીનો સૂર્ય આત્મબળ નબળું કરશે. સલાહકારોની વાત ન માનવાથી પછતાવું પડી શકે છે. ઘરની બહાર સાવચેતી પૂર્વક રહો.

૯. ધન : આગિયારસ તિથીનો સૂર્ય થોડી રાહત પૂરી પાડનારો છે. ભાગીદારીથી લાભ થશે અને જે લોકો ભાડુંઆત છે, તેને મકાન માલિક સાથે વિવાદ થઇ શકે છે.

૧૦. મકર :દશમ તિથીનો સૂર્ય વિચારોમાં અસ્થિરતા ઉભી કરી શકે છે. નવા મિત્ર દગો આપી શકે છે અને માનસિક કલેશ પણ થશે. સમસ્યાઓને પહોચી વળવા માટે કુટુંબ મદદ કરશે.

૧૧. કુંભ : નોમ તિથીનો સૃય આર્થિક બાબતોમાં અસ્થિરતા આપશે અને સ્થળાંતરના યોગ ઉભા થશે. વિચાર્યા વગર કામ વધુ થશે અને રાજકારણીઓ માટે નુકશાનકારક રહેશે.

૧૨. મીન : આઠમ તિથીનો સૂર્ય સમય અનુકુળ નથી. નકારાત્મક વિચાર છવાઈ રહેશે અને નજીકના લોકો જ મુશ્કેલી ઉભી કરશે. ધંધા પ્રત્યે પણ ચિંતા વધશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.