ફાંસી તે વ્યક્તિને આપવામાં આવે છે, જેઓએ કાયદાની દ્રષ્ટીએ ગંભીર ગુનો કર્યો હોય, આ કાર્યને સંવેધાનિક તરીકે માન્યતા મળવા મુજબ એક વ્યક્તિને સજા ના સ્વરૂપમાં ફાંસી આપવામાં આવે છે. કે પછી કોઈ ગુનેગાર ગુન્હો ધ્રુણીત હોય કે મૃત્યુ ઉપરાંત ફાંસી ઉપરાંત ન્યાયધીશ પાસે બીજો કોઈ વિકલ્પ જ ન બચ્યો હોય. પરંતુ કોઈપણ ન્યાયાધીશ માટે ફાંસીની સજા સંભળાવવી સહેલું નથી હોતું. જયારે તેઓ સજા સંભળાવે છે, તો પોતાની કલમ તોડી નાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ફાંસી ની સજા સુર્યાસ્ત પહેલા જ કેમ આપવામાં આવે છે? શું કારણ હોઈ શકે છે, આ લેખ દ્વારા તે જાણવાનો પ્રયત્ન કરીએ.
આમ તો આપણે જાણીએ જ છીએ કે ફાંસી ની સજા માત્ર ત્યારે જ આપવામાં આવે છે કે જયારે કોઈ ગુન્હો કાયદાની દ્રષ્ટીએ ક્ષમા ને પાત્ર ન હોય, આ સજા જાહેર કરતા પહેલા ખાસ કાયદા બનાવેલ છે, જેમાં નો એક ફાંસી માટે હોય છે. જેમ કે ગુનેગાર ને ફાંસીની સજા આપતા પહેલા નિષ્પાદન હમેશા સુર્યાસ્ત પહેલા કરવામાં આવે છે. એટલે કે ગુનેગાર ને સૂર્યોદય પહેલા ફાંસી આપવામાં આવે છે, ફાંસી આપતા પહેલા અમુક નિયમો પુરા કરવા પડે છે. જેમ કે ગુનેગાર ને ફાંસીની સજા આપતા પહેલા નવા કપડા આપવામાં આવે છે. કોઈ ધાર્મિક પુસ્તક જે તે વાચવા માંગતા હોય તે વાચવા માટે આપવામાં આવે છે. તેનું મન પસંદ ભોજન ખવરાવવામાં આવે છે. તેના લીધે તેની છેલ્લી ઈચ્છા પૂરી થઇ જાય છે વગેરે.
ફાંસી ની સજા સૂર્યોદય પહેલા કેમ આપવામાં આવે છે?
ફાંસીની સજા સૂર્યોદય પહેલા આપવા નાં 4 કારણો છે, કાયદાકીય, પ્રશાસનિક, નૈતિક અને સામાજિક.
કાયદાકીય કારણ
વ્યક્તિને ફાંસી ની પ્રક્રિયા ના નિષ્પાદન પહેલા જેલમાં રાખવામાં આવે છે અને જેલ પરિસર માં કાયદાકીય કાર્યને પૂરું કરવામાં આવે છે, જેના માટે જેલ ના થોડા નિયમોનું પાલન કરવાનું હોય છે. પોલીસ મુજબ અને વિકાસ બ્યુરો (BPR&D) ‘ભારતમાં જેલની દેખરેખ અને જાણવણી નું મોડલ જેલ મૈન્યુઅલ’ અનુસાર ફાંસી નિષ્પાદન ની પ્રક્રિયા ને દિવસ ઉગતા પહેલા જ લાગુ કરવાનો જ નિયમ છે. જુદી જુદી સીઝન ના હિસાબે ફાંસીનો સમય સરકાર દ્વારા આપવામાં આવેલ આદેશ મુજબ હોય છે.
સામાજિક કારણ
ફાંસી આપવાથી સમાજમાં જુદી જ અસર ન પડે તેને ધ્યાનમાં રાખીને સૂર્યોદય પહેલા જ આપવામાં આવે છે. બીજી બાજુ સવારના સમયે વ્યક્તિ માનસિક રીતે થોડા અંશે તણાવમુક્ત રહે છે. મીડિયા અને સામાન્ય લોકો પણ સવારે એટલા સક્રિય નથી હોતા જેના લીધે કોઈપણ પ્રકારની લોકો ઉપર ખરાબ અસર ન પડે.
પ્રશાસનિક કારણ
ફાંસી ના નિષ્પાદન ની પ્રક્રિયા જેલના અધિકારીઓ માટે તે દિવસનું સૌથી પહેલુ મહત્વપૂર્ણ કાર્ય હોય છે જે સામાન્ય રીતે સવારે જ કરવામાં આવે છે જેથી તે દિવસના દૈનિક કાર્યને અસર ન થાય. ફાંસી પહેલા જેલ પ્રશાસન ને ઘણી પ્રક્રિયાઓ પણ પૂરી કરવાની હોય છે જેમ કે ગુનેગાર નો મેડીકલ ટેસ્ટ, જુદા જુદા રજીસ્ટરોમાં નોંધવું અને ઘણી જગ્યાએ તેની વિગતો પણ આપવાની હોય છે. તે ફાંસી પછી શબ ની ડોકટરો દ્વારા પૂર્તતા કરવામાં આવે છે, પછી તેમના કુટુંબીજનોને સોપવામાં આવે છે. જેમાં ઘણો સમય થઇ જાય છે.
નૈતિક કારણ
એવું માનવામાં આવે છે કે જેમને ફાંસીની સજા આપવામાં આવે છે તેને આખો દિવસ પોતાના મૃત્યુની રાહ જોવી પડે છે. તેના મગજ ઉપર ખરાબ અસર ન પડે એટલા માટે સૂર્યોદય પહેલા ફાંસી આપવામાં આવે છે. છેલ્લે મૃત્યુની રાહ જોવી આસન નથી હોતી, ગુનેગારને ફાંસી મળે છે જેથી માનસિક રીતે પીડા આપવાનું, ગુનેગાર ને નિષ્પાદન ની પ્રક્રિયા થી થોડી કલાકો પહેલા ઉપાડવામાં આવે છે જેથી નિયમિત શારીરિક કામ થઇ શકે, જો કોઈ પ્રાર્થના હોય તો તે કરીને ફાંસી ઉપર લઇ જાય છે, વ્યક્તિના કુટુંબીજનોને પણ જરૂરી સમય મળી જાય છે શબ ને પોતાના ઘેર લઇ જવાનો અને અંતિમ સંસ્કાર કરવાનો. તેથી સૂર્યોદય પહેલા ફાંસી આ ચાર કારણ કાયદો, પ્રસાશનિક અને સામાજિક કારણોને લીધે જ આપવામાં આવે છે.
આપળે નાની નાની વાત માં બહુ સહજતા થી કોઈને માટે આને ફાંસી આપી દો જેવા શબ્દ પ્રયોગ કરીએ છીએ પણ ખુબ કરુણતા વાળી ઘટના છે જેમાં કોઈ નિર્દોષ ને સજા નાં થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો હવે તમને ખબર પડી ગઈ હશે સુ કામ સૂર્યોદય પહેલા ફાંસી અપાય છે.
આને વિષે માહિતી મેળવવા તેની પર ક્લિક કરો>>>> જો પોલીસ FIR ન નોંધે તો શું કરવું જોઈએ?