શિવભક્ત હતા સુશાંત સિંહ રાજપૂત, કેદારનાથની શૂટિંગ દરમિયાન આ રીતે વિતાવતા પોતાનો સમય.

સુશાંત શિવભક્ત હોવાના કારણે કેદારનાથની શૂટિંગ દરમિયાન આ રીતે પસાર કરતા હતા પોતાનો સમય.

બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુનાં કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે, અને સુપ્રીમ કોર્ટે આ કેસ સીબીઆઈને તપાસ કરવાની મંજૂરી આપી દીધી છે. સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયને સૌએ આવકાર્યો છે. ઘણા દિવસોથી સુશાંતનું કુટુંબ અને ચાહકો સુશાંત માટે સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ તેમના માટે કોઈ વિજયથી ઓછું નથી.

સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પણ ખુશી વ્યક્ત કરી હતી. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અંકિતા લોખંડેએ એક પોસ્ટ નાખતા લખ્યું હતું – Justice is the truth in action. Truth wins…જેનો અર્થ એ છે કે સત્યનું ક્રિયાશીલ હોવું જ ન્યાય છે. સત્યની જીત થઇ છે. આની સાથે જ અંકિતા લોખંડેએ #1ststeptossrjustice નો ઉપયોગ પણ કર્યો હતો.

સુશાંતસિંહ રાજપૂતને ભગવાનમાં ખૂબ વિશ્વાસ હતો. કદાચ આ જ કારણ છે કે અંકિતા તેને ભગવાનનું બાળક માને છે. હકીકતમાં, સુશાંતના મૃત્યુ પછી અંકિતાએ એક સળગતા દીવા સાથે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે સુશાંતને ભગવાનનું બાળક ગણાવ્યું હતું.

સુશાંત જ્યારે કેદારનાથ માટે શૂટિંગ કરતો હતો ત્યારે તે નવરાશના સમયમાં હંમેશા ભગવાન શિવના શરણમાં જઈને તેમની સાથે સમય પસાર કરતો હતો. કેદારનાથના શુટિંગ સમયે સુશાંત ખૂબ જ ખુશ રહેતો હતો.

આ સમય દરમિયાન તેના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા, જેમાં તે મસ્તી કરતો જોવા મળતો હતો. આ ફિલ્મના શૂટિંગને સુશાંતે ખૂબ જ એન્જોય કર્યું હતું. ડાયરેક્ટર અભિષેક કપૂરે જણાવ્યું હતું કે, સુશાંત ફિલ્મના દરેક સીનને મનથી કરતો હતો.

સુશાંતસિંહ રાજપૂતને ભગવાન શિવમાં ખૂબ વિશ્વાસ હતો, અને તેઓ ઘણી વખત તેમની પૂજા કરતા જોવા મળ્યા છે. માત્ર ભગવાન શિવ જ નહીં પરંતુ ગણેશજી પ્રત્યે પણ તેમને વિશેષ શ્રદ્ધા હતી. દર વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે તે ખૂબ ખુશ રહેતો હતો.

જન્માષ્ટમી ઉપર સુશાંતનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ઘણો ટ્રેન્ડ થઈ રહ્યો હતો, જેમાં તે માઇકની સામે ભગવાનની પૂજા કરતો જોવા મળ્યો હતો. સુશાંત શ્રદ્ધા પૂર્વક પૂજા કરી રહ્યો હતો. આ વિડિઓમાં તે સંપૂર્ણપણે ભક્તિમાં રંગાઈ ગયેલો જોવા મળતો હતો.

સુશાંત પોતાના મિત્રો સાથે મળીને ઘરે શિવ શંભુનો જય જય કાર કરવા લાગતો હતો. તેને ભગવાનનું ધ્યાન કરવા માટે કોઈ વિશેષ સમય કે સ્થળની જરૂર પડતી ન હતી. તે ગમે ત્યાં ભગવાનની ઉપાસના શરુ કરી દેતો હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.