એવું કહેવાય છે જેનું નસીબ ચમકવાનું હોય છે તેનું દરેક કામ સફળ થાય છે. અને કાંઈક એવું જ થયું બિહારના પટનાથી આવેલા સુશાંત સિંહ રાજપૂત સાથે. જેમણે પોતાની મહેનત અને ધગશથી બોલીવુડમાં તે સ્થાન બનાવી લીધું છે, જેના સપના તેણે પહેલાથી જ જોયા હતા. સુશાંત સિંહ ૩૩ વર્ષના થઇ ગયા છે, અને આજે તે કરોડોની પ્રોપર્ટીના માલિક છે.
સુશાંતે આ સ્થાન પ્રાપ્ત કરવા માટે ઘણી મહેનત કરી છે, અને તેની શરુઆત તેમણે દિલ્હી કોલેજ ઓફ એન્જીનીયરીંગ માંથી અભ્યાસ કર્યા પછી થીએથર જોઈન્ટ કરીને કરી હતી. ત્યારબાદ પણ માંડ માંડ મુશ્કેલીથી ૨૫૦ રૂપિયા કમાઈ શકતો હતો આ સ્ટાર, પરંતુ આજે તેમની પાસે ઘણી લકઝરી ગાડીઓ છે, અને લકઝરી જીવન પણ જીવી રહ્યા છે. આવો જણાવીએ તમને સુશાંત સિંહ રાજપૂતના સંઘર્ષ વિષે થોડી વાતો.
એક સમયે મુશ્કેલીથી ૨૫૦ રૂપિયા કમાઈ શકતા હતા આ સ્ટાર :
૨૧ જાન્યુઆરી, ૧૯૮૬ ના રોજ પટનામાં જન્મેલા સુશાંત સિંહ રાજપૂતે એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી, બેકગ્રાઉન્ડ ડાન્સર બની ગયા. તે દરમિયાન તેને ૨૫૦ રૂપિયા મળતા હતા. તે ઉપરાંત સુશાંત થોડા પ્લે પણ કરતો હતો. સુશાંતે એક વખત પોતાના ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું, કે એક થીએટર ગ્રુપ તે સમયે બેસ્ટ ડાન્સર ગણવામાં આવતું હતું. અને તે સમયે કોઈ ફિલ્મ માટે અમુક લોકોને મુંબઈ બેકગ્રાઉન્ડ ડાંસ કરવા માટે લાવવામાં આવી રહ્યા હતા, અને તે ગ્રુપમાં સુશાંત પણ ગયા.
ત્યાં ફિલ્મ ધૂમ-૨ માં ઋત્વિકની પાછળ સુશાંતે ડાંસ કર્યો. તેનાથી સુશાંતને થોડી જાહેરાતો મળી અને ત્યાર પછી બાલાજી ટેલીફિલ્મસની સીરીયલ ‘કિસ દેશ મેં મેરા દિલ’ થી બ્રેક મળ્યો. ત્યાર પછી ઝી ટીવીની પોપ્યુલર ટીવી સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ માં જોવા મળ્યા, જે વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી ટેલીકાસ્ટ થઇ અને તે વખતે સુશાંત મુખ્ય કલાકાર માનવના પાત્રમાં જોવા મળ્યા. તે દરમિયાન તેઓ શો ની મુખ્ય હિરોઈન અંકિતા લોખંડેની નજીક આવ્યા.
વર્ષ ૨૦૧૩ માં તેમની ફિલ્મ ‘કાઈ પો છે’ આવી અને પછી સીશાંત નાના પડદા તરફ પાછા ન ફર્યા. વર્ષ ૨૦૧૬ માં બીજી ફિલ્મ પછી એમનો અંકિતા સાથે બ્રેકઅપ થઇ ગયો, અને સુશાંત પોતાના કેરિયરમાં આગળ વધતા ગયા. વર્ષ ૨૦૧૫ સુધી તે ૨ bhk ફ્લેટ માં રહેતા હતા અને પછી ૨૦ કરોડમાં મુંબઈમાં પાલી હિલમાં પેન્ટહાઉસ ખરીદ્યું. તેનું નામ એ એટલા માટે છે કેમ કે ઘરની દીવાલો ઉપર લાગેલા પેન્ટિંગથી લઇને એન્ટીક આઈટમ્સ સુધી ઘર નોસ્ટેલ્જીક અને ફ્યુચરીસ્ટીકની ઝલક દેખાય છે.
સુશાંતના ઘરે એક મોટું ટેલીસ્કોપ છે જેને તે ટાઈમ મશીન કહે છે. સુશાંતના જણાવ્યા મુજબ તેનાથી તે જુદા જુદા ગ્રહો અને ગેલેક્સીઝને ઘરે બેઠા જુવે છે. સુશાંત એક નવા પ્રોજેક્ટ ફિલ્મ ‘ચંદા મામા દુર કે’ માં કામ કરી રહ્યા છે, અને તેમાં તેનું પાત્ર એક એસ્ટ્રોનોટનું છે.
સુશાંતે ચંદ્ર ઉપર જમીન ખરીદી :
વર્ષ ૨૦૧૮ માં સુશાંત સિંહ રાજપૂતે જમીન ખરીદી અને તેનો એ પ્લોટ સી ઓફ મસકોલીમાં છે. જાણવા જેવી વાત એ છે કે તેમણે પોતાના પ્લોટ ઉપર ધ્યાન રાખવા માટે એક દૂરબીન પણ રાખ્યું છે. તેની પાસે એડવાન્સ ટેલીસ્કોપ 14LX00 છે. સુશાંતે આ જમીન ઇન્ટરનેશનલ લુનર લેંડસ રજીસ્ટ્રી માંથી ખરીદી છે. સુશાંતે ૨૫ જુન, ૨૦૧૮ ના રોજ તેમણે એ પ્રોપર્ટી ખરીદી હતી.
આમ તો તેમાં પણ ઘણી આંતરરાષ્ટ્રીય સંધી છે, જેના મુજબ તેને કાયદેસર માલિકીનો હક્ક નથી માનવામાં આવી શકતો. કેમ કે પૃથ્વીથી બહારની દુનિયા ઉપર માનવ જાતીને પ્રતિબંધ છે, અને તેની ઉપર કોઈ પણ દેશનો કબજો નથી થઇ શકતો. સુશાંત એકમાત્ર એવા કલાકાર છે જેમણે ચંદ્ર ઉપર જમીન ખરીદી છે. તે પહેલા શાહરૂખ ખાનને તેના એક ફેનએ ચંદ્ર ઉપર જમીનનો ટુકડો ભેંટ આપ્યો હતો.