સુશાંત સિંહની આત્મહત્યા પછી આ એક્ટ્રેસનો ખુલાસો, જણાવ્યું : મને પણ આવે છે આત્મહત્યાના વિચાર

એક હીરોઇનનો મોટો ખુલાસો કે મને પણ આવે છે ખૂબ જ પ્રબળ આત્મહત્યાના વિચાર

14 જૂન રવિવારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના બાંદ્રામાં તેમના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. આ સમાચારથી આખા દેશને હચમચાવીને મૂકી દીધો. ખાસ કરીને બોલિવૂડમાં એક માતમની લહેર પ્રસરી ગઈ. બધા સુશાંતના નિધન અંગે અફસોસ વ્યક્ત કરવા લાગ્યા. સામાન્ય લોકોથી લઈને મોટા મોટા કલાકારો સુધીની પ્રતિક્રિયાઓ આવવા લાગી. દરેકના મનમાં બસ એક જ સવાલ હતો. છેવટે સુશાંતે આત્મહત્યા જેવું મોટું પગલું કેમ ભર્યું?

તમને જણાવી દઈએ કે બોલિવૂડના કોઈ કલાકારે આત્મહત્યા કરી હોય તેવું આ પહેલીવાર નથી બન્યું. આ પહેલા પણ કેટલાય પ્રખ્યાત કલાકારોનાં નામ આ યાદીમાં જોડાઈ ચુક્યા છે. આ સિવાય ઘણા એવા પણ છે, જેમણે આત્મહત્યા તો કરી નથી, પરંતુ તેનો વિચાર તેના મનમાં જરૂર આવ્યો હતો. આવી જ એક બોલિવૂડ અભિનેત્રી છે દિપ્તી નવલ.

કવિતા સાથે આપી સુશાંતને શ્રદ્ધાંજલિ

દીપ્તિ 90 ના દાયકાની જાણીતી અભિનેત્રી છે. સુશાંતની આત્મહત્યા પછી તેણે એક કવિતા દ્વારા અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જ તેણે એ વાતની સ્પષ્ટતા કરી કે એક સમય એવો પણ હતો, જ્યારે તે આ હતાશા અને આત્મહત્યાના વિચારોમાંથી પસાર થઇ હતી. જો કે, ત્યારે દિપ્તીએ પોતાને સંભાળી લીધી હતી. ‘બ્લેક વિંડ’ નામની આ કવિતા દિપ્તીએ ત્યારે લખી હતી જ્યારે તેણી તેના આત્મહત્યાના વિચારો સામે લડી રહી હતી.

આવી રીતે લડી હતાશાની લડાઇ

કવિતા શેર કરતા પહેલા દીપ્તિ તેની ફેસબુક પોસ્ટમાં કહે છે – આ કાળા દિવસોમાં .. ઘણું બધું થઈ રહ્યું છે. મન એક બિંદુ ઉપર જઈને અટકી ગયું છે.. અથવા સુન્ન થઈ ગયું છે. આજે મને એક કવિતા શેર કરવાનું મન થાય છે .. તેને મેં તે દિવસોમાં લખી હતી જ્યારે હું હતાશા, તાણ અને આત્મહત્યાના વિચારો સાથે મારી લડત લડી રહી હતી…જી હા લડાઈ .. અને મેં કેવી રીતે એ લડાઈ લડી… તેના માટે હું એક કવિતા તે યુવાન લોકોને સમર્પિત કરી રહી છું, જે હતાશા સામે લડાઈ લડી રહ્યા છે.

Dark days these . . . So much has been happening – mind has come to a point of stillness . . . or rather numbness. …

Posted by Deepti Naval on Monday, June 15, 2020

દીપ્તિએ પોતાની કવિતામાં જણાવ્યું છે કે તેને કેવી રીતે હતાશા અને ટેન્શનને કારણે આત્મહત્યા જેવા વિચાર આવતા હતા. કવિતામાં તે વાતનો ઉલ્લેખ પણ છે કે તેમણે પોતાના આ આત્મઘાતી વિચારો સામે લડાઈ કેવી રીતે લડી. દીપ્તિએ આ કવિતા 28 જુલાઈ 1991 ના રોજ લખી હતી.

તેમણે 1978 માં ફિલ્મ ‘જુનૂન’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી તે ‘ચશ્મે બદ્દૂર’, ‘અનકહી’, ‘મિર્ચ મસાલા’, ‘સાથ સાથ’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. ગયા વર્ષે પી.ટી.આઇ.-ભાષાને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે 90 ના છેલ્લા દાયકામાં તેમને નહિવત્ કામ મળી રહ્યું હતું.

સુશાંત અને દીપ્તિની જેમ બીજા પણ ઘણા લોકો છે, જેમના મનમાં આત્મહત્યાના વિચારો આવે છે. તે લોકોએ હિંમત ન છોડવી જોઈએ. તમારી સમસ્યાઓથી ભાગવાના બદલે તમારે તેનો સામનો કરવો જોઇએ. જો તમે એકલતા અથવા હતાશાનો શિકાર છો, તો મિત્ર અને પરિવાર સાથે વાત કરો. એક વાત નક્કી કરી લો કે આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. તેનાથી તમે તમારા પરિવારને પણ ઘણું દુઃખ પહોંચાડો છો. સાથે જ સમાજમાં ખોટી વાતો ફેલાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.