સુશાંતની આત્માની શાંતિ માટે બાબા રામદેવે કર્યો હવન, કહ્યું- અભિનેતાને મળવો જોઈએ ન્યાય.

બાબા રામદેવે સુશાંતની આત્માની શાંતિ માટે કર્યો હવન, જણાવ્યું : સુશાંત અને તેના પરિવારને મળવો જોઈએ ન્યાય

સુશાંતસિંહ રાજપૂતને ન્યાય મળે તે માટે દુનિયાભરમાંથી અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને આજે સુશાંત માટે વૈશ્વિક પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે.

સુશાંતને ન્યાય અપાવવાની કડીમાં હવે બાબા રામ દેવ પણ જોડાઈ ગયા છે અને બાબા રામ દેવે આજે સુશાંત સિંહના નામે એક હવન પણ કર્યો છે. બાબા રામ દેવ દ્વારા આ હવન સુશાંતની આત્માની શાંતિ માટે કરવામાં આવ્યો છે. હવન કરતી વખતે બાબા રામ દેવે સુશાંતને ન્યાય અપાવવાની વાત કરી છે અને સુશાંતના કુટુંબ પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.

હવન સાથે જોડાયેલો વિડિઓ આવ્યો સામે

બાબા રામ દેવ દ્વારા કરવામાં આવેલા હવનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બાબા રામદેવ કેટલાક અન્ય લોકો સાથે હવન કરતા જોવા મળી રહ્યા છે. અને આ હવન કરાવતી વખતે બાબા રામદેવે એક નિવેદન પણ આપ્યું છે અને તેમના નિવેદનમાં રામદેવે કહ્યું છે કે મેં શ્રી સુશાંતજીના કુટુંબ સાથે વાત કરી, તેમની પીડા સાંભળી ત્યારે મારો પણ આત્મા કંપી ઉઠ્યો. અમે બધા પતંજલિમાં તે દિવ્ય આત્મા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. સુશાંત રાજપૂત અને તેના કુટુંબીજનોને ન્યાય મળે.

વીડિયોમાં બાબા રામદેવ કહી રહ્યા છે કે આજે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ અને આ આઝાદી આપણે એટલા માટે મેળવી છે. જેથી દરેકને ન્યાય મળી શકે. કોઈની સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય. દરેકને મુક્તપણે જીવવાનો અધિકાર છે. જીવન તો છીનવી લીધું તેમણે સુશાંતનું પરંતુ ઓછામાં ઓછું તેના સ્વર્ગસ્ત આત્માને ન્યાય મળી જાય. તેમના કુટુંબીજનો જે આમ તેમ ધક્કા ખાઈ રહ્યા છે. અમે લોકો એવી પ્રાર્થના કરીએ છીએ કે વહેલી તકે સુશાંતને ન્યાય મળે.

સુશાંત કેસમાં મુંબઇ પોલીસ તરફથી યોગ્ય તપાસ નથી કરવામાં આવી રહી અને મુંબઇ પોલીસ તેને આત્મહત્યાનો કેસ જ ગણાવી રહી છે. જોકે સુશાંતના શરીરની જે તસવીરો સામે આવી છે. તે જોઇને એવું કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતની કોઈએ હત્યા કરી છે અને કાવતરા અંતર્ગત સુશાંતની હત્યાને આત્મહત્યાનું રૂપ આપવામાં આવ્યું છે. સુશાંતના મૃત્યુને બે મહિના વીતી ગયા છે અને મુંબઈ પોલીસ તરફથી આ બાબતમાં કેસ નોંધવામાં આવ્યો નથી. તેમ જ કેન્દ્ર સરકારે આ કેસ સીબીઆઈને સોપી દીધો છે. પરંતુ મુંબઇ પોલીસ તેનો પણ વિરોધ કરી રહી છે.

સુશાંતની હત્યા અંગે શું સત્ય છે? અને સુશાંતના હત્યારાઓને સજા અપાવવા માટે જ આજે વૈશ્વિક પ્રાર્થના કરવામાં આવી રહી છે. વૈશ્વિક પ્રાર્થના દ્વારા લોકો સુશાંત માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. અને બાબા રામ દેવે પણ સુશાંતસિંહ રાજપૂત માટે હવન કર્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેના મુંબઇ સ્થિત ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતના કુટુંબ વાળાએ રિયા ચક્રવર્તી અને તેના કુટુંબના સભ્યો સામે કેસ દાખલ કર્યો છે. આ કેસમાં સીબીઆઈએ પણ રિયા અને તેના કુટુંબ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.