સુશાંતના ઓનસ્ક્રીન પિતાનો દાવો, જણાવ્યું : ‘દિશા અને એક્ટરના મૃત્યુમાં છે મોટું કનેક્શન’

દિશા અને સુશાંતના મૃત્યુમાં મોટું કનેક્શન જણાવે છે સુશાંતના ઓનસ્ક્રીન પિતા, જાણો શું છે કનેક્શન, કેટલીક એવી વાતો જણાવી કે જેમાં દમ છે.

બોલિવૂડના યુવાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને 2 મહિનાથી વધુ જેટલો સમય વીતી ચૂક્યો છે, પરંતુ તેમના મૃત્યુનું સત્ય હજી જાણી શકાયું નથી. જ્યારે દરરોજ થતા નવા નવા ખુલાસાઓ સાથે કેસ હલ કરવાને બદલે તે સતત ગુંચવાતો જાય છે. જો કે હવે આ કેસની તપાસ સીબીઆઈના હાથમાં ગઈ છે. આથી, સીબીઆઈની ટીમ સતત સુશાંતના નજીકના લોકોની પુછપરછ કરી રહી છે. આ દરમિયાન એક નવો ઘટસ્ફોટ થયો છે, પરંતુ આ વખતે ઘટસ્ફોટ સીબીઆઈનો નહીં પરંતુ સુશાંતના ઓનસ્ક્રીન પિતાનો છે.

દિપક કાજિરે કર્યા અનેક સનસનાટીભર્યા ખુલાસા …

નોંધપાત્ર વાત એ છે કે, લોકપ્રિય ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’માં સુશાંત સિંહ રાજપૂતના પિતાની ભૂમિકા નિભાવનાર દીપક કાજિરે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું છે કે તે આત્મહત્યા નથી પરંતુ ચોક્કસપણે હત્યા છે. આ સાથે તેમણે કહ્યું છે કે સુશાંતની હત્યાનું જોડાણ દિશા સાલિયાન સાથે છે. તેમણે સવાલ પૂછ્યો, અને કહ્યું, “તે કેવી રીતે બની શકે કે તે બંનેએ થોડા દિવસોના અંતરે આત્મહત્યા કરી હોય અને બંનેમાંથી કોઈએ સ્યુસાઇડ નોટ લખી નથી.”

સુશાંત વિશે જણાવતાં દીપક કાજિરે કહ્યું કે સુશાંત એક ધેર્યવાન અને સહનશીલ વ્યક્તિ હતો, તે ક્યારેય આત્મહત્યા કરી શકે નહિ. હું દાવા સાથે કહી શકું છું કે તે એવું કરી જ શકે નહિ. એટલ જ નહીં દીપકે સુશાંતની ડાયરી વિશે કેટલીક વાતો પણ કહી છે. તેણે કહ્યું કે સુશાંતને ડાયરી લખવાની ઘણી ટેવ હતી, તે હંમેશા પોતાની ડાયરી મેનેજ અને અપડેટ કરતો હતો. મેં તેને શૂટિંગના સેટ ઉપર પણ ઘણી વાર ડાયરી લખતો જોયો છે.

સુશાંતની હતાશાની વાત એ એક બનાવટી થિયરી છે…

દિપક કાઝિરે એવો સવાલ ઉઠાવીને કહ્યું હતું કે જો વ્યક્તિને લખવાની ટેવ હોય, તો તે સુસાઇડ નોટ જરૂર લખે. તેમણે કહ્યું કે હું વિશ્વાસ કરી શકતો નથી કે સુશાંતે આત્મહત્યા કરી છે. કોણ કહે છે કે તે હતાશામાં હતો, આ માત્ર એક બનાવટી થીયરી ઉભી કરવામાં આવી છે. તે ક્યારેય હતાશામાં ન હતો.

આ ઇન્ટરવ્યુમાં જ્યારે દીપકને સંદીપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે મેં સંદીપને ક્યારેય જોયો નથી. મેં તેને પ્રથમ એક ન્યૂઝ ચેનલમાં જોયો, જે પોતાને સુશાંતનો મિત્ર કહેતો હતો. મને આશ્ચર્ય છે કે તેણે સુશાંતના આધારકાર્ડ અને તેના બાકીના આઈડી કેવી રીતે એકઠા કર્યા. આથી દિપક કાજિરે સંદીપની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યા છે. તેનો સવાલ એ છે કે સુશાંતનું આધારકાર્ડ, પર્સ તેની પાસે કેવી રીતે આવ્યા?

દિપક કાજિરે કહ્યું છે કે સુશાંતની આઈડી અને પર્સ તો મુંબઈ પોલીસ પાસે હોવા જ જોઈએ. તમને જણાવી દઈએ કે તેણે મુંબઈ પોલીસની તપાસ ઉપર પણ અનેક સવાલો ઉભા કર્યા છે. દીપકનું માનવું છે કે આ કેસમાં પોલીસ તપાસ યોગ્ય નથી. તેનો સવાલ એ છે કે જ્યારે સુનંદા પુષ્કર કેસમાં આખી હોટલને સીલ કરવામાં આવી હતી, ત્યારે સુશાંતના કેસમાં તેમનો ફ્લેટ કેમ સીલ ન કરવામાં આવ્યો? ફોરેન્સિક ટીમ 2 દિવસ પછી કેમ આવી?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.