ક્લિક કરી ને જાણો સૂવાવડ પછી આપવામાં આવતું ખુબ ઉપયોગી સૂવાનું પાણી બનાવવા ની રીત

આજે ગુજરાતી મસ્તી અને ગુજ્જુ ફેન ક્લબ માં આજે આપણે બનાવીશું સૂવાનું પાણી. જયારે લેડીઝને જે સૂવાવડ પછી આપવામાં આવતું સૂવાનું પાણી આપવાંમાં આવતું હોય છે તેને પરફેક્ટલી કેવી રીતે બનાવવું અને ક્યારે અને એટલો ટાઈમે લેવું જોઈએ અને તેને બનાવતા શીખડવાના છીએ. તો સુવાનું પાણી કેવી રીતે બનાવવું અને કેટલા સમય સુધી તેને પીવું તે જાણી લઈએ. અને તે સેની માટે ઉપયોગી છે અને તેને લેવાથી તમને ક્યાં ક્યાં લાભ થાય છે તે વિષે આજે અમે જાણવાના છીએ.

સામગ્રી

1 મોટી ચમચી સુવા

200 ml પાણી

1 મોટી ચમચી ગોળ

રીત

સુવા ને પાણીમાં નાખી દો. અને તેને એક વાર મિક્ષ કરી નાખો અને તેને ઢાંકીને આખી રાત પલાળીને રાખવાના છે. આખી રાત પલાળ્યા બાદ તેને એક વાસણમાં લઇ ગરમ કરવા મૂકી દો. આને મીડીયમ ગેસ ઉપર મૂકી દેશું. પાણી ગરમ થઇ ગયા બાદ તેમાં ગોળ ઉમેરી દેવાનો છે. તમે ગોળ વધારે ઓછો કરી શકો છો. થોડું તેને ચમચી થી મિક્ષ કરી લો તેથી તે ઝડપ થી મિક્ષ થઇ જશે. હવે તેને ઉકળવા દઈશું.

200 ml પાણી લીધેલું હતું તે જ્યાં સુધી 100 ml નહિ થઇ જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે અને તેને ધીમા ગેસ ઉપર ઉકાળવાનું છે ગેસ ને ફૂલ નથી કરવાનો છે. જેથી સુવાનો પુરે પૂરો કસ આપણને મળી રહે. તેને 10 મિનિટ જેવું ઉકાળી લેવાનું છે. ત્યારબાદ ગેસ બંધ કરી દેવું. તેને એક કપમાં ગાળી લેવાનું છે. થોડું ધી લઇ તેને પણ તેમાં એડ કરી નાખવાનું છે સુવાવડના ટાઈમમાં તમારે દરેક ફોમમાં ઘી લેવું જોઈએ, ઘી તમે વધારે ઓછું લઇ શકો છો. હવે આપણું સુવાનું પાણી ઉપયોગ કરવા માટે તૈયાર છે. સુવાના પાણીને હમેશા ગરમ જ પીવું જોઈએ.

આને દરરોજ સવારે નરણાકોઠે પીવાનું છે. તમારે એને ડિલિવરીના બીજા દિવસથી ઉપયોગમાં લેવાનું છે. તમારી કોઈપણ ડિલિવરી થઇ હોય તમે આની બીજા દિવસથી ઉપયોગમાં લેવું જોઈએ. 15 દિવસ સુધી પીવાના ઉપયોગમાં લઇ શકો છો. આ પાણી પીવાથી બાળકને દૂધની માત્રા પણ વધારે મળે છે. અને શરીરમાં જે બગાળ રહી ગયો હોય તે નથી રેહતો, ઘણી લેડીઝને પેટનો ભાગ રહી જતો હોય છે તે પણ દૂર થઇ જાય છે. સવા ડાઈજેશન માં પણ મદદ કરે છે, જો તમને સવા નો મુખવાસ ભાવતો હોય તો તમે ડિલિવરી પછી તેનું પ્રમાણ વધારી શકો છો.

વિડીયો

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી બાબતો તમારા માટે લાવતા રહીશું.