જાણો સુવર્ણપ્રાશન સંસ્કાર બાળકોને સોનું (સ્વર્ણ ભસ્મ) કેવીરીતે આપવું અને તેના ફાયદા

સોળ સંસ્કારો માં એક સુવર્ણપ્રાશન પણ કહેવાય છે

મહર્ષિ કશ્યપ એમના ગ્રંથ કશ્યપ સંહિતા માં સુવર્ણ પ્રાશન વિષે જણાવતા શ્લોક નો ભાવાર્થ

સુવર્ણ પ્રાશન મેઘા (બુદ્ધિ), અગ્નિ(પાચન), બલ(પાવર) વધારવા વાળું હોય છે. આ આયુષ્ય વધારવા વાળું, કલ્યાણકારી, પુણ્યકારક, વૃષ્ય(એટ્રેક્ટિવ) અને ગ્રહપીડા દૂર કરવા વાળું છે બાળકો ને એક મહિના સુધી રોજ સુવર્ણપ્રાશન આપવાથી બાળક ની બુદ્ધિ તીવ્ર થાય છે અને કેટલાય રોગો થી તેની રક્ષા થાય છે. 6 મહિના સુધી આનો ઉપયોગ કરવાથી બાળકો શ્રુતધર (એકવાર સાંભળવાથી યાદ રાખવા વાળા) બની જાય છે

નિયમ છે કે જન્મ થી લઈને ૧૬ વર્ષ ની આયુ સુધી માં બાળકો માં સુવર્ણપ્રાશન કરાવી લેવાય છે. એટલે નાનાપણ થી જ સ્વર્ણ પ્રાશન કરાય છે.

આનો ઉચિત સમય સૂર્યોદય પહેલા ખાલી પેટ કરવવું વધુ સારું મનાય છે. શરુ માં એક મહિના થી ત્રણ મહિના સુધી રોજ કરવો એ ઉપરાંત દરેક મહિના નાં પુષ્પ નક્ષત્ર નાં દિવસે એકવાર અવશ્ય કરાવો। પુષ્પ નક્ષત્ર દરમહિને સત્યાવીસ માં દિવસે આવે છે વધુ જાણકારી માટે પંચાંગ માં જોઈ શકો લો.

આયુર્વેદમાં સોનાનો ઉપયોગ જુના સમયથી કરવામાં આવી રહ્યો છે. સોનાને મેમરીમાં સુધારો કરવા માટે અને ઈમ્યુન સીસ્ટમ વધારવા માટે કરવામાં આવે છે. તે જ કારણ છે કે રાજા મહારાજાઓના ભોજન પણ સોનાના વાસણમાં પીરસવામાં આવતા હતા. એક બીજી વાત જાણીતી છે કે પથ્થર ઉપર સોનાના ઘરેણા ઘસ્યા પછી તેને પાણીથી ધોઈ લેવામાં આવે છે અને તે પાણીને બાળકોને પીવરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી બાળકોના આરોગ્યમાં સુધારો થાય છે. આ ટેકનીકને આયુર્વેદમાં સ્વર્ણ પ્રાશન કહે છે. કોલેજ ઓફ આયુર્વેદિક સાઈન્સ એન્ડ રીસર્સ હોસ્પિટલમાં ન્યુરોલોજી એન્ડ ચાઈલ્ડ હેલ્થકેર યુનિટના ડોક્ટર મધુ ગુપ્તા તમને આ ટેકનીક સાથે જોડાયેલી ખાસ વાતો જણાવી રહી છે.

બાળકોને સોનું ખવરાવવાની ટેકનીક :

પરંપરાગત રીતે સ્વર્ણ ભસ્મ કે કાચું સોનું થોડા પાણી સાથે ચોખ્ખા પથ્થર ઉપર ઘસવામાં આવે છે. તે પાણીને મધ અને ઘી ભેળવીને બાળકોને ચટાડવામાં આવે છે. ઘણી જગ્યાઓ ઉપર સ્વર્ણ ભસ્મને વાચા ચૂર્ણ અને બ્રાહ્મી જ્ડ્ડી બુટ્ટી સાથે ભેળવીને બાળકોને આપવામાં આવે છે.

બાળકોને સોનું (સ્વર્ણ ભસ્મ) ખવરાવવાના ફાયદા

તેનાથી બાળકોને રોગ સામે લડવાની શક્તિ મળે છે. તે રિંકરંટ ઇન્ફેકશન, અસ્થમા અને અન્ય એલર્જી વગેરે તકલીફોને રોકવામાં મદદ મળે છે. તે સિવાય તે બાળકોની મેમરીમાં સુધારો કરવામાં ઉત્તમ ઉપાય છે, ધ્યાન સમયને વધારવા, એકાગ્રતા અને શીખવાની ક્ષમતામાં સુધારો કરવામાં મદદ કરે છે. સ્વર્ણ પ્રાશન ટેકનીકનો એક મહિના સુધી નિયમિત રીતે ઉપયોગ કરવાથી બાળક બુદ્ધીશાળી બને છે. જો નિયમિત રીતે 6 મહિના તેનો ઉપયોગ કરવામાં આવે તો બાળકની ગ્રેસ્પીંગ પાવર વધે છે અને સ્પીચમાં સુધારો થાય છે.

કેટલો ડોઝ આપવો :

પાંચ વર્ષ સુધીના બાળકને સ્વર્ણ ભસ્મની રોજ 1-૩ મી.ગ્રા.(એક ટીપાં થી વધુ માં વધુ ત્રણ ટીપાં સુધી) નો ડોઝ આપવો જોઈએ. તેને સવારે ખાલી પેટે આપવો જોઈએ.

આડ અસર :

સોનું ખુબ જ બયોક્મ્પેટબલ થી જાય છે અને હ્યુમન બોડીનું ફીજીયોલોજી સાથે ઇન્ટરફેયર નથી કરતું. માટે તેની કોઈ આડઅસર થતી નથી.

આ વાતને ધ્યાનમાં રાખો :

સ્વર્ણ પ્રાશન માં મધ હોય છે એટલે તેને ફ્રીજ માં ના મુકો કે વધુ ગરમ સ્થાન પર પણ નાં મુકો
જો કોઈ કારણ થી બાળક બીમાર હોય તો સુવર્ણપ્રાશન નાં કરાવો

તમારા બાળકને બ્રેસ્ટ મિલ્ક જ સારો ખોરાક છે તે ઉપરાંત બીજી વસ્તુ પિવરાવો, ચટાડો કે ખવરાવો તે પહેલા એક વાર ડોક્ટરની સલાહ જરૂર લેવી. ઉપર જે વાત લખવા માં આવી છે તે જાણકાર દ્વારા જણાવેલ અનુભવ ના આધાર ઉપર છે.