સ્વાસ્થ્ય સાથે રમી રહ્યાં છો રમત, જો શિયાળામાં ખાઈ રહ્યા છે આ 9 વસ્તુ

ઠંડીમાં માણસની રોગપ્રતિકારક શક્તિ સૌથી સારું કામ કરે છે. તેમ છતાં લોકોનું સ્વાસ્થ્ય સુધરવાની જગ્યાએ બગડી જાય છે. એનું એક મુખ્ય કારણ તમારી ડાયટ સાથે પણ જોડાયેલું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શિયાળામાં જે વસ્તુઓને તમે ઘણા હોંશથી ખાવ છો, તેને થાળીથી દૂર કરવામાં જ તમારી ભલાઈ છે. આવો જાણીએ ખાવાની એ વસ્તુઓ વિષે જે ઠંડીમાં તમને બીમાર કરી શકે છે.

ટામેટું :

ઠંડીમાં લોકો સલાડ અને શાકભાજીમાં ટામેટાનો સ્વાદ જરૂર લે છે. આ સીઝનમાં મળતા ટામેટા ફક્ત દેખાવમાં લાલ હોય છે. તેનો સ્વાદ ગરમીમાં મળવા વાળા ટામેટા જેવો જરા પણ નથી હોય. એટલા માટે શરીરને મોટું નુકશાન થાય તે પહેલા જ ટામેટાને થાળીથી દૂર રાખો.

સ્ટ્રોબેરી :

શિયાળો આવતા જ બજારમાં મળતી સ્ટ્રોબેરીનો રંગ પણ હળવો થઈ જાય છે. સ્ટ્રોબેરીના રંગનો ફાઈટોન્યુટ્રીશન સાથે સીધો સંબંધ છે. ડોક્ટરનું માનીએ તો ન્યુટ્રીશન ફૂડ ગરમીમાં ખાવા જ વધારે ફાયદાકારક હોય છે.

ચોકલેટ કૂકીઝ :

ચોકલેટ કૂકીઝનો સ્વાદ ઘણો શાનદાર હોય છે, પણ સેચ્યુરેટેડ ફેટની માત્રા વધારે હોવાને કારણે તેને શિયાળામાં ન ખાવામાં જ ભલાઈ છે.

લાલ મરચું :

શરદી કે નાક બંધ થવા પર ખાવામાં લાલ મરચાનો ઉપયોગ ફાયદાકારક જણાવવામાં આવે છે. પણ તે તમારા પેટ માટે જરાપણ સારું નથી. આવી ઋતુમાં લાલ મરચાની જગ્યાએ કાળા મરીનો ખાવામાં ઉપયોગ કરવો વધારે સારો વિકલ્પ છે.

શતાવરી :

શતાવરી આમ તો ફક્ત ગરમીની ઋતુમાં જ ખાવામાં આવે છે, પણ હવે લોકો એનું સેવન ઠંડીમાં પણ કરવા લાગ્યા છે. જણાવી દઈએ કે આ ઋતુમાં આવનાર શતાવરી ચીન અને પેરુથી આવે છે. ઠંડીમાં એનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ ખરાબ થઈ શકે છે.

હૉટ કોફી :

ઠંડીમાં ઓછું પાણી પીવાને કારણે લોકોનું શરીર પહેલાથી જ ડી-હાઈડ્રેટ રહે છે. ગરમ કોફીમાં રહેલા કેફીનની વધારે માત્રાથી વારંવાર પેશાબ આવે છે, જેનાથી શરીરમાં પાણીની માત્રા વધારે ઓછી થવા લાગે છે. એની અસર તમારી ચામડી પર પણ દેખાવા લાગે છે.

લીલા શાકભાજી :

ઘણી વાર લોકો સમય બચાવવા માટે પહેલાથી ધોયેલી અને કાપેલી શાકભાજીનો ઉપયોગ કરે છે. પણ તમને અંદાજો નથી કે તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક છે. ઠંડીમાં એને ખાવાથી તમે બીમાર થઈ શકો છો.

ઓફ સીઝન ફ્રૂટ :

ઠંડીની ઋતુમાં ક્યારેય પણ ઓફ સીઝન ફ્રૂટ ન ખાવા. કારણ કે ફ્રેશ ન હોવાને કારણે આવા ફળ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

c

આલ્કોહોલ :

ઠંડીની ઋતુમાં મોટાભાગના લોકો પાણી ઓછું પીવે છે, જેના કારણે શરીર ડી-હાઈડ્રેટ થઈ જાય છે. ઠંડીમાં મોટાભાગે લોકો પોતાને ગરમ રાખવા માટે આલ્કોહોલનું સેવન કરે છે. પણ એનું સેવન શરીરને ઘણું વધારે ડી-હાઈડ્રેટ કરી દે છે, જે તમારા માટે ઘણું ખતરનાક હોઈ શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.