સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જમવાની સાથે આઈસ્ક્રીમ અને ફળ ખાવા.

આયુર્વેદ મુજબ દરેક ખાદ્ય પદાર્થનો પોતાનો અલગ સ્વાદ, પોતાની તાસીર અને પાચન ઉપરાંત શરીર ઉપર તેની વિશેષ અસર થાય છે. એટલા માટે કોઈ પણ બે જુદા જુદા ફૂડ ખાતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે ક્યાંક એ કોમ્બીનેશનની આરોગ્ય ઉપર કોઈ નકારાત્મક અસર તો નહિ પડે.

ડાયટ એંડ વેલનેસ નિષ્ણાંત ડૉ શીખા શર્મા આજે કાંઈક એવા જ ફૂડ કોમ્બીનેશન વિષે જણાવી રહી છે, જેને સારા આરોગ્ય માટે અવોઇડ કરવા જરૂરી છે. તેવામાં જો તમને સ્વાદ સાથે થોડું પણ સમાધાન કરવું પડે, તો અચકાશો નહિ.

તે આપણે ત્યાં ઘણું કોમન છે. ખાસ કરીને લગ્ન કે પાર્ટીઓમાં ભોજન પછી આઈસ્ક્રીમ ખાવા ખવરાવવાનો એક રીવાજ જ બની ગયો છે. પરંતુ તે આપણા પાચન માટે ઠીક નથી. ખાસ કરીને ભોજન પછી પાચન અગ્નિ (જઠરાગ્નિ) જાગૃત હોય છે. ભોજનને સારી રીતે પચવા માટે તે જઠરાગ્નિ જરૂરી છે. પરંતુ ભોજન પછી તરત જ આઈસ્ક્રીમ ખાવાથી જઠરાગ્નિ ઉત્પન્ન જ નથી થઇ શકતો. તેથી ખાવાનું સારી રીતે પાચન નથી થઇ શકાતું.

આયુર્વેદ મુજબ ભોજન શરીરના તમામ કોષો સુધી પહોચીને તેને પોષ્ટિક કરવા વાળા હોવા જોઈએ. ઘણા લોકની એ ટેવ હોય છે કે ખાતી વખતે સાથે કે ખાધા પછી તરત જ કોલ્ડ ડ્રીંક પીવે છે. ખાસ કરીને પીઝા સાથે તો કોલ્ડ ડ્રીંક્સ લેવામાં આવે જ છે. પરંતુ આ ડ્રીંક ભોજન માંથી શરીરને મળતા પોષણને અડચણ ઉભી કરે છે. કોલ્ડ ડ્રીંક્સ આમાશયમાં ભોજનને પચાવતા એન્જાઈમ્સને પણ નુકશાન પહોચાડે છે, જેથી પાચન થવાની પ્રક્રિયા ખરાબ થાય છે.

ગ્રીન ટીમાં ફ્લેવોનોયડસ હોય છે, જેને કેટેચિંસ કહેવામાં આવે છે. તે હ્રદયની બીમારીઓ, કેન્સર અને સ્ટ્રોકની આશંકાને ઓછી કરે છે. પરંતુ જો દૂધમાં ગ્રીન ટી ભેળવીને પીવામાં આવે તો તેનાથી દૂધના ફાયદા ઓછા થશે જ, સાથે જ ગ્રીન ટીના ફાયદા નહિ મળે. એ સ્થિતિમાં દૂધમાં મળી આવતા કેસીન, પ્રોટીન, કેટેચીન્સની સઘનતા એટલે અસરને ઓછી કરી દે છે. તેનાથી કેટેચીન્સના અપેક્ષિત ફાયદા નહિ મળે.

ભોજન સાથે સાથે કે ભોજન પછી તરત ફળ ન ખાવા જોઈએ. તેનું કારણ એ છે કે ફળોમાં માત્ર સાકર અને ફાઈબર્સ હોય છે, જેને પચવામાં વધુ સમય નથી લાગતો. તેનાથી વિપરીત ભોજનમાં પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ અને સ્ટાર્ચ જેવા તત્વ હોય છે, જેને પચવામાં અપેક્ષા કરતા વધુ સમય લાગે છે. તે કારણથી ભોજન સાથે સાથે ફળ કે ફ્રુટ ચાટનો કોઈ ફાયદો નથી થતો અને તે જલ્દી પચીને આમાશયમાં જ સડવા લાગે છે.

દૂધની પાચન પ્રક્રિયા બીજા ફૂડથી ઘણી અલગ હોય છે. દૂધનો સૌથી વધુ ફાયદો ત્યારે મળે છે, જયારે તેને વિશુદ્ધ રીતે જ માત્ર દૂધના રૂપમાં જ લેવામાં આવે. કોઈ સાથે ભેળવીને નહિ. તેને થોડી નેન યીસ્ટી ફૂડ જેવા કોર્ન ફ્લેક્સ સાથે લઇ શકાય છે. પરંતુ ફળ સાથે તો બિલકુલ નહિ. આયુર્વેદમાં તો તેની મનાઈ કરવામાં આવે છે. નવી ડાઈટ્રી ગાઈડલાઈન્સ પણ દૂધ અને ફળોના કોમ્બીનેશનને અવોઇડ કરવાની સલાહ આપે છે. એટલા માટે ફ્રુટ મિલ્ક શેક પણ ન લેવો જોઈએ, તે પાચનમાં ખરાબ અસર કરી શકે છે.

ઈંડા, માછલી અને માંસમાં જે પ્રોટીન હોય છે, તે દૂધના પ્રોટીનથી બિલકુલ અલગ પ્રકારનું હોય છે. દૂધ ડ્યુડેનમ (પેટ અને નાના આંતરડા વચ્ચેની જગ્યા) માં જ પચે છે, નહિ કે આમાશયમાં. તેને કારણે જ આમાશય માંથી શરીરના બીજા અંગો અને ટીશ્યુજ માટે થનારા સ્ત્રાવ અવરોધક થાય છે, જેના પરિણામે ઈંડા-માછલી કે ચીકન-મટન વગેરે ખાધા પછી કે પહેલા દૂધ પીવાથી પાચનમાં મુશ્કેલી થઇ શકે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.