શ્વેતાએ શેયર કર્યો 16 વર્ષ જૂનો ફોટો, એકટર બોલ્યો : ‘દીદી તમે પહેલાની…’

ટેલીવિઝનની દુનિયામાં ઉત્તમ કલાકાર શ્વેતા તિવારી હંમેશા ઘણી વખત સમાચારોમાં રહે છે. શ્વેતાએ ઘણી ટીવી ધારાવાહિકોમાં કામ કર્યું છે. શ્વેતા તિવારી પોપુલર ટીવી શો કસૌટી જિંદગી કી થી ફેમસ થઇ હતી. ત્યાર પછી પણ શ્વેતા તિવારીએ ઘણી ટીવી ધારાવાહિકોમાં કામ કર્યું છે. તે સમયે તે સોની ટીવી ઉપર પ્રસારિત ધારાવાહિક મેરે ડેડ કી દુલ્હનમાં જોવા મળી છે.

આ ધારાવાહિકમાં શ્વેતા તિવારી સાથે મુખ્ય પાત્રમાં વરુણ બડોલા પણ જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત ફહમાન ખાન પણ આ ધારાવાહિકમાં દેખાય છે. આમ તો શ્વેતા અને ફહમાન પહેલી વખત કોઈ ધારાવાહિકમાં સાથે કામ કરી રહ્યા છે. પરંતુ તે બંને ૧૬ વર્ષ પહેલા પણ મળી ચુક્યા છે.

તેના વિષે શ્વેતાએ પોતે જણાવ્યું છે. શ્વેતાએ પોતાના ઈંસ્ટા એકાઉન્ટ ઉપર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં શ્વેતા અને ફહમાનનો એક કોલાજ જોવા મળી રહ્યો છે. બંને તસ્વીરોમાં શ્વેતા તિવારી જોવા મળી રહી છે. એક તસ્વીર ૧૬ વર્ષ પહેલાની છે, જયારે તે કસૌટી જિંદગી કી ટીવી સીરીયલમાં કામ કરતી હતી. અને એક અત્યારની છે, મેરે ડેડ કી દુલ્હનના સેટની. એક તસ્વીરમાં શ્વેતા તિવારી એક બાળક સાથે ઉભી છે. તો બીજી તસ્વીરમાં ફહમાન ખાન શ્વેતા સાથે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ૧૬ વર્ષ પહેલાની જે તસ્વીર છે, તેમાં જે બાળક જોવા મળી રહ્યો છે, તે ફહમાન જ છે. ૧૬ વર્ષ પહેલા ફહમાન શ્વેતા તિવારી સાથે ખાસ કરીને ફૈન તરીકે મળ્યા હતા, કસૌટી જિંદગી કીના સેટ ઉપર. તે સંયોગ છે કે ૧૬ વર્ષ પછી તે બાળક આજે શ્વેતા તિવારી સાથે સીરીયલમાં કામ કરી રહ્યો છે. આ તસ્વીરને શેર કરતા શ્વેતાએ કેપ્શનમાં લખ્યું છે કે તે તો ભયંકર છે, સમય કેટલો ઝડપથી પસાર થઇ રહ્યો છે. તે વર્ષ ૨૦૦૪માં મને મળ્યો હતો અને પછી ૨૦૨૦માં તે મને ફરી વખત મળ્યો.

ફહમાન ખાનની આ તસ્વીરને તેના ફેંસ ખુબ પસંદ કરી રહ્યા છે. અને જોરદાર રીએક્ટ પણ કરી રહ્યા છે. આ તસ્વીર ઉપર અશ્મીત પટેલે ટ્વીટર ઉપર કમેન્ટ કરી છે, તેમણે લખ્યું અને તમે હજુ પણ એવા જ દેખાઈ રહ્યા છો દીદી. તો તે બીજા ફેંસે લખ્યું કે તમે પહેલાથી યુવાન લાગી રહ્યા હતા. એક બીજા ફેંસે લખ્યું તે તો મોટા થઇ ગયા, પરંતુ તમે હજુ પણ એવા ને એવા જ છો, યુવાન અને સુંદર.

ફહમાને આ તસ્વીરને રીપોસ્ટ પણ કરી છે. એટલે તેમને આ પોસ્ટને ફરીથી પોસ્ટ કરી છે. પરંતુ ફહમાને આ બંને જ ફોટાને ફેંસ મોમેન્ટ ગણાવ્યા છે. ફહમાન શ્વેતા તિવારીના ઘણા મોટા ફેંસ છે. તેમને લખ્યું પણ છે કે તે આજે પણ શ્વેતાના ઘણા મોટા ફેન છે.

આ સમયમાં ફહમાન અને શ્વેતા બંને એક સાથે કામ કરી રહ્યા છે. બંને એક સાથે સોની ટીવીની ધારાવાહિક મેરે ડેડ કી દુલ્હનમાં કામ કરે છે. તેમાં અભિનેતા વરુણ બડોલા પણ કામ કરે છે. આ સમયે તે સોની ટીવીનો એક ઉત્તમ ટીવી શો છે. અને શ્વેતા તિવારી અને ફહમાન ખાનને કારણે આ સીરીયલ સોશિયલ મીડિયા ઉપર સમાચારોમાં છવાયેલી રહી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.