સ્વિસ બેંકમાં ખાતું ખોલવા માટે શું યોગ્યતા હોવી જોઈએ?

વર્ષ ૧૭૧૩ માં જીનેવામાં થયેલી ‘ગ્રેટ કાઉન્સિલ ઓફ જીનેવા’ ની બેઠકમાં બેંકો માટે નિયમ બનાવવામાં આવ્યા કે તે પોતાના ગ્રાહકોની બેંક ડીટેલને કોઈ બીજી અન્ય વ્યક્તિને નહિ આપે. ત્યારથી સ્વીસ બેંક ખાતા આખી દુનિયામાં સૌથી સુરક્ષિત ખાતા તરીકે પ્રસિદ્ધ થઇ ગયા છે. સ્વીત્ઝરલૅન્ડની બેંકોમાં ખાતા ખોલાવવા માટે લગભગ ૧ લાખ ડોલર રૂપિયાની જરૂર રહે છે.

કાળું ધન એ રૂપિયો હોય છે જેનો હિસાબ ભારત સરકાર પાસે નથી હોતો અને જેને ગેરકાયદેસર કામ દ્વારા કમાયેલા હોય છે. એટલે કે આ ધન કમાવા વાળા લોકો ભારત સરકારને ટેક્સ નથી આપતા અને તે એટલા માટે એ ધનને કાળું નાણું કહેવામાં આવે છે.

કાળું ધન કમાવા વાળા લોકો ભારત સરકારની નજરમાં આ રૂપિયાને છુપાવવા માટે તેને વિદેશોમાં જમા કરી દે છે. તે દેશોમાં સ્વીત્ઝરલૅન્ડનું નામ સૌથી પહેલા આવે છે. આવો જાણીએ આ લેખના માધ્યમથી કે સ્વીસ બેંકમાં ખાતું ખોલવા માટે શું લાયકાત હોવી જરૂરી હોય છે?

વર્ષ ૧૭૧૩ માં જીનેવા માં થયેલી ‘ગ્રેટ કાઉન્સિલ ઓફ જીનેવા’ ની બેઠક માં બેંકો માટે નિયમ બનાવવામાં આવ્યા કે તે પોતાના ગ્રાહકોની બેંક ડીટેલને કોઈ બીજી અન્ય વ્યક્તિને નહિ આપે. ત્યારથી સ્વીસ બેંક ખાતા આખી દુનિયામાં સૌથી સુરક્ષિત ખાતા તરીકે પ્રસિદ્ધ થઇ ગયા છે. આમ તો સ્વીત્ઝરલૅન્ડની બેંકોમાં ખાતા સરળતાથી નથી ખુલતા.

સ્વીત્ઝરલૅન્ડની બેંકોમાં એવા પ્રકારના ખાતા ખોલાવવામાં આવે છે, જેમાં ખાતા ખોલવાની શરત અને શરુઆતની જમા રકમ સાથે સુરક્ષાના ઉપાય પણ જુદા જુદા હોય છે. ખાતા ધારકને કેવા પ્રકારની સુરક્ષા અને લેવડ દેવડ પૂરી પાડવામાં આવશે તે એ વાત ઉપર આધાર રાખે છે કે તેણે ક્યાં પ્રકારનું ખાતું ખોલાવ્યું છે અને કેટલી રકમ જમા કરાવી છે.

સામાન્ય રીતે તે અહિયાં નંબર ખાતુ ખોલવામાં આવે છે. જેમાં લેવડ દેવડ ખાતા ધારકનું નામ જણાવ્યા વગર જ થઇ જાય છે. મોટા ભાગે બેંકોમાં ખાતું ખોલાવવા માટે વ્યક્તિએ પોતે ત્યાં હાજર રહેવું પડે છે, પરંતુ ઘણી બેંક ઇમેલ અને ફેક્સના માધ્યમથી પણ ખાતું ખોલી દે છે.

ખાતું ખોલાવવાની શું લાયકાત હોવી જોઈએ?

વિદેશ મુદ્રા પ્રબંધક અધિનિયમ (ફેમા) એક વ્યક્તિને વેપાર કરવાના હેતુથી સ્વીસ ખાતું ખોલાવવા માટે મંજુરી આપે છે. જો કોઈ ભારતીય સ્વીસ બેંકમાં ખાતું ખોલાવવા માંગે છે, તો તેની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ. જો સ્વીસ બેંકને એવું લાગે છે કે ખાતું ખોલાવનાર વ્યક્તિએ મની લોન્ડરિંગ ભ્રષ્ટાચાર કે આતંકવાદ જેવી ગેરકાયદેસર કામગીરીથી ધન કમાયા છે, તો તે ખાતું ખોલવા માટે ના પણ કરી શકે છે. સ્વીસ બેંકમાં તમે ખાતું લગભગ કોઈપણ ચલણમાં ખોલાવી શકો છો, આમ તો મોટાભાગના લોકો સ્વીસ બેંક, અમેરિકી ડોલર, યુરો કે સ્ટર્લીંગમાં ખાતું ખોલાવે છે.

એક અનિવાસી ભારતીય જે પાછળથી નિવાસી ભારતીય બની જાય છે, કોઈ મુશ્કેલી વગર કે આંતરરાષ્ટ્રીય બેંક ખાતાને સંચાલિત કરી શકે છે.

મીનીમમ બેલેન્સ કેટલું હોવું જોઈએ?

સ્વીસ બેંકમાં ખાતું ખોલાવવા માટે ઓછામાં ઓછી જમા રકમ ખાતાના પ્રકારના હિસાબે જ જુદી જુદી હોય છે. (એટલે, અમુક હજાર ડોલરથી દસ લાખ ડોલર કે તેનાથી વધુ). સામાન્ય રીતે ઓછામાં ઓછા $100,000 ની શરુઆત જમાની જરૂરિયાત હોય છે અને ખાતાધારકને તે ખાતાને મેન્ટેનન્સ માટે દર વર્ષ $ 300 કે તેનાથી વધુ રકમનો ખર્ચ પણ ભોગવવો પડે છે.

ખાતાની લેવડ દેવડ ઉપર ચાર્જ :

કોઈપણ બીજી બેંકની જેમ, સ્વીસ બેંક પણ બેંકમાં ખોલવામાં આવેલા ખાતા માટે ડેબીટ/ક્રેડીટ કે ચેક સુવિધા પૂરી પાડે છે. આમ તો વ્યક્તિએ પોતાના ખાતાની ગુપ્તતા જાળવી રાખવા માટે માત્ર ચેક (Travelers checks) ના માધ્યમથી લેવડ દેવડ કરવી જોઈએ.

તેનાથી તમારી લેવડ દેવડના હિસાબ જૂદ જુદા પ્રકારથીના ચાર્જ પણ લગાવવામાં આવે છે. જેમ એક સામાન્ય ખાતા ઉપર, આંતરરાષ્ટ્રીય બેંક સ્થાનાંતર (આઉટગોઇંગ) ના ચાર્જ દરેક લેવડ દેવડ માટે $3 કે $ 4 થઇ શકે છે. જયારે તમે તમારા ખાતામાં આંતરરાષ્ટ્રીય ચેક જમા કરાવો છો, તો તે $ 5 થી $ 10 પણ ચાર્જ કરી શકે છે.

ખાતુ બંધ કરવું : ખાતાધારક કોઈપણ પ્રતિબંધ કે કોઈ પણ ચાર્જ વગર કોઈ પણ ખાતાને બંધ કરાવવા માટે સ્વતંત્ર છે.

ખાતા ઉપર મળતું વ્યાજ :

જો ખાતાધારક પોતાના એકાઉન્ટમાં સ્વીસ બેંકમાં ધન જમા કરાવે છે. તો થોડું એવું વ્યાજ મળશે પરંતુ સ્વીસ ચલણ રાખવાને કારણે ચાર્જ આપવો પડશે. એ કારણથી, મોટા ભાગે ખાતાધારક જે સ્વીત્ઝરલૅન્ડમાં નથી રહેતા, તે સ્વીસ બેંક ખાતામાં થોડા બીજા ચલણ જેવા યુ.એસ. ડોલર, બ્રિટીશ પાઉન્ડ કે યુરો વગેરેમાં જમા રાખે છે. એમ કરવાથી તમારી પૈસાને મની માર્કેટ ફંડમાં રાખવામાં આવી શકે છે અને ત્યાં વ્યાજ મળશે.

આ લેખમાં આપવામાં આવેલી ડીટેલના આધારે એ નિષ્કર્ષ નીકળી રહ્યો છે કે તેમાં માત્ર સફેદ ધન જ જમા થાય છે, પરંતુ સત્ય તેનાથી ઉલટું છે અને ભારતના લોકોમાં એવી ધારણા બનેલી છે કે જેનું પણ ખાતું સ્વીસ બેંકમાં છે તેની પાસે કાળું નાણું હશે જ.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.