સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, જે દેશમાં સ્ત્રીનું સન્માન નથી થતું, તે દેશ ક્યારે પણ પ્રગતી નથી કરી શકતો.

મહિલાનું સમ્માન થવું જોઈએ એવું માનતા દરેક વ્યક્તિ, સ્ત્રી કે પુરુષ આ વાંચીને ખાસ શેયર કરે.

ક્યારેક માસુમ એવો ચહેરો, ક્યારેક કાળીમાંનું સ્વરૂપ, ક્યારેક મમતાનો સાગર, ક્યારેક લક્ષ્મીનું રૂપ, કેવી આ નારી, કેવા તેના રૂપ, ઘણા અનોખા રૂપ લીધા, નારીનું સ્વરૂપ.

નમસ્કાર તમામ દેશવાસીઓને મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન. શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે, “यत्र नारयसतु पूज्यंते रमनते तत्र देवता”- “જ્યાં સ્ત્રીની પૂજા થાય છે, ત્યાં દેવતા વાસ કરે છે.” સ્ત્રી આપણા સમાજમાં માતા, દાદી, નાની, ફોઈ, મામી, માસી, બહેન, ગુરુ, મિત્ર અને પત્ની જેવા અનેક રૂપોમાં છે, એટલા માટે આપણે દરેક રૂપમાં તેને માન અને સન્માન આપીએ. દરેક માણસની પ્રથમ ગુરુ માં છે અને માં નું સ્થાન ઈશ્વરથી પણ મોટું છે.

ભગવાનનું પણ જયારે ધરતી ઉપર અવતરણ થયું હતું, તો તેમને પણ એક નારી એટલે માં ની કોખ માંથી જન્મ લેવો પડ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણએ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડતા 16,000 રાજકન્યાઓને મુક્ત કરાવી અને મર્યાદાનિષ્ઠ સમાજને સ્વીકારતા દુર્વ્યવહાર કરેલ નારી સમૂહનો સ્વીકાર કર્યો. તેમણે જે સમાજનું દુર ન કરી શકાય એવું કલંક હતું તેને પોતાના માથાનું તિલક બનાવીને સહર્ષ સ્વીકાર કર્યો. છત્રપતિ શિવાજી મહારાજજી, મહારાણા પ્રતાપ, ગુરુ ગોવિંદ સિંહજી જેવા ઘણા મહાપુરુષોએ નારીના આદર સન્માનના આદર્શ ઉદાહરણ પુરા પાડ્યા છે.

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, “જે દેશમાં નારીનું સન્માન નથી થતું, તે દેશ ક્યારે પણ પ્રગતી નહિ કરી શકે.” મહિલાઓના સન્માનથી જ સમાજનો વિકાસ અને સમૃદ્ધ રાષ્ટ્ર શક્ય છે. નારી શક્તિ આરાધનાનું રૂપ છે, નારી પૂજન આપણા સમાજનું અભિન્ન અંગ છે. આપણે તો નવરાત્રી પર્વ ઉપર પણ સ્ત્રીને દેવીનું સ્વરૂપ માનીને ઘરે ઘરે કન્યાઓનું પૂજન કરતા, તેને દેવીનું સન્માન આપીને સમાજને એક ઉદાહરણ આપતા, જેનાથી સંસ્કૃતિ અને સંસ્કારોને પ્રોત્સાહન આપીએ છીએ.

આપણા કોઈ પણ પૂજા કે કાર્યક્રમ નારી સાથે મળીને કરવામાં આવે છે, જેથી સાથે મળીને નારી સન્માનનું રક્ષણ અને પરંપરા માટે આપણને પ્રેરિત કરે છે. આપણા તમામ ધાર્મિક ગ્રંથ, નારી શક્તિને સબળ, શિક્ષિત અને આત્મનિર્ભર બનાવવાનું શિક્ષણ આપતા નારી સુરક્ષાને પ્રોત્સાહન આપે છે. પરંતુ એક તરફ નારી પૂજન અને બીજી તરફ નારી ઉપર હિંસા અને બળાત્કાર.

ભુણ હત્યા જેવા નિર્દય પાપ આજે પણ આપણા સમાજમાં થાય છે. દહેજ જેવી કુપ્રથા આજે પણ સમાજમાં છે. મહિલાનોનું શોષણ આજે પણ સમાજમાં થઇ રહ્યું છે, નારી ઉપર ખતરો રાષ્ટ્રની ગરિમા ઉપર ખતરો છે. જે પુરુષનું સંપૂર્ણ જીવન નારી ઉપર આધારિત છે, દરેક સફળ પુરષ પાછળ એક સફળ મહિલા હોય છે, આજે જે તે પુરુષ મહિલાનું શોષણ કરી રહ્યા છે. અમારી આંખો ભીની હોય અને આપણી સામે નારીનું શોષણ થાય તે શરમજનક છે.

આપણે બધાએ એ સંકલ્પ લેવો જોઈએ દહેજ જેવી કુપ્રથાની વિરુદ્ધ, ભૂણ હત્યા વિરુદ્ધ, ત્રણ તલાક સામાજિક કુરિવાજો વિરુદ્ધ. આપણે આપણા છોકરાઓને મહિલાનું સન્માન કરતા શીખવવું પડશે. જેથી એક સારા સમાજની સ્થાપના થઇ શકે. જો આપણે આપણા બાળકને નવરાત્રી પર્વ ઉપર દેવી કન્યાઓની પૂજા કરવાનું શિક્ષણ આપીએ છે, તો તે બાળક મોટો થઈને પણ તે મહાન સંસ્કૃતિ અને સંસ્કારોને પ્રોત્સાહન આપીને નારી સુરક્ષાને સુનિશ્ચિત કરશે અને સમાજમાં જે નારીઓ સાથે અત્યાચાર, શોષણ અને કુકૃત્ય થાય છે તે નહિ થાય.

એટલા માટે આપણે બધાએ બાળકોને શિક્ષણ સાથે જ સંસ્કાર પણ આપવા પડશે. આપણે દરેક મહિલાઓને સ્વાવલંબી બનાવીને આત્મનિર્ભર અને આત્મવિશ્વાસથી સક્ષમ બનાવવી પડશે. એક સશકત નારી સમાજ અને રાષ્ટ્રની પ્રગતીના યુગનું સૂત્રપાત બનશે. દરેક ક્ષેત્રમાં મહિલાઓને પુરુષ જેટલું જ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું છે, ભલે તે આઝાદીનું આંદોલન હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, સેવાનું ક્ષેત્ર હોય, રમતનું ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં મહિલાઓએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

દીકરીને બચાવવી, ભણાવવી અને જમાડવી તે એક આદર્શ સમાજના રૂપમાં આપણી બધાની જવાબદારી છે. આપણે ભારતને પણ માતા કહીએ છીએ અને જેવી રીતે પોતાની માતા બહેનને માન સન્માન આપીએ છીએ, તમામ નારીઓને આદર સત્કાર આપીએ ત્યારે તો એક સફળ અને સશકત સમાજનું નિર્માણ થઇ શકે છે. તમામ માતૃ શક્તિને સાદર કોટી કોટી પ્રણામ. મહિલાનું શિક્ષણ, સંરક્ષણ અને સશક્તિકરણ સંસ્કારવાન સમાજ બનાવવા માટે જરૂરી છે. મોટાભાગના વિશ્વના વિકસિત રાષ્ટ્રોએ પણ ગૌરવ યુક્ત સ્થાન મહિલાઓને પૂર્ણ આદર પ્રદાન કરીને જ મેળવ્યો છે.

આજે મહિલા દિવસના શુભ અવસર ઉપર આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે દરેક મહિલાઓને શૈક્ષનિક સશક્તિકરણ, નાણાકીય સશક્તિકરણ, આધ્યાત્મિક સશક્તિકરણ અને સામાજિક સશક્તિકરણ કરીશું. અમે એક આદર્શ સમાજની સ્થાપના કરવામાં અમારું યોગદાન આપીશું. આપણે મહિલા સશક્તિકરણ દ્વારા આખા રાષ્ટ્રનું ઉત્થાન કરીશું. આવો આપણે સૌ આજે નારી સુરક્ષાની જવાબદારીના સંકલ્પ લઇને સમાજને સશકત બનાવવાનો નિર્ણય કરીએ. છેલ્લે : નારીનું સન્માન કરો તેનું અપમાન ન કરો – નારી છે અપરાજીત તેના હંમેશા ગુણગાન કરો. જય હિન્દ જય ભારત.

આ માહિતી ધ ઈન્ડિન પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.