સ્વરા ભાસ્કરે 4 વર્ષના બાળકને જાહેરમાં કહી કીધી ગંદી વાત, વિડીયો થયો વાયરલ

આજકાલ મીડિયા ઉપર બોલીવુડ અને ટેલીવિઝનના કલાકારોની અનેક ઘટનાઓ આવતી રહે છે, જેમાં કોઈ કલાકારના જન્મ દિવસ, કોઈ કલાકારની સગાઈ, કોઈ કલાકારના લગ્ન, કોઈ કલાકારના છૂટાછેડા, તો કોઈ કલાકારના કપડા વિષે, તો કોઈ કલાકારના સારા અથવા તો વિચિત્ર વર્તન વિષેના અનેક કિસ્સા આવતા રહે છે, આવો જ એક કિસ્સો હાલમાં મીડિયા ઉપર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આવો જાણીએ એના વિષે.

જાણકારી માટે જણાવી દઈએ કે, બોલીવુડની હિરોઈન સ્વરા ભાસ્કર ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે સ્વરા ભાસ્કરે એક ૪ વર્ષના બાળક માટે અપશબ્દનો ઉપયોગ કર્યો છે, જેને લઈને તે લોકોના નિશાન ઉપર આવી ગઈ છે.

બોલીવુડ હિરોઈન સ્વરા ભાસ્કર હંમેશા સમાચારોમાં જળવાયેલી રહે છે. ક્યારેક તે પોતાના પાત્ર માટે ચર્ચામાં રહે છે, તો ક્યારેક તે પોતાની રાજકારણ અંગેની વિચારસરણીને કારણે લોકોના નિશાન ઉપર રહે છે. અને હવે સ્વરા ભાસ્કર પોતે બોલેલા અપશબ્દને લીધે એક વખત ફરીથી ચર્ચામાં આવી ગઈ છે.

સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં સ્વરા ભાસ્કર એક ૪ વર્ષના બાળકને ગાળો આપી અપશબ્દોનો ઉપયોગ કરી રહી છે. તે ઉપરાંત ત બાળક માટે નાલાયક શબ્દનો ઉપયોગ પણ કરી રહી છે. વિડીયોમાં સ્વરા કહેતી જોવા મળી રહી છે, એક જાહેરાતના શુટિંગ પછી સારું અનુભવી રહી ન હતી. તે સમયે મારી કારકિર્દી શરુઆત પણ થઇ ન હતી કે એક બાળ કલાકારે મને આંટી કહી દીધી.

ત્યાર પછી સ્વરાએ બાળક માટે ગાળોનો ઉપયોગ કર્યો. આમ તો તે દરમિયાન ત્યાં હાજર રહેલા લોકો સ્વરાની વાતો ઉપર હસતા જોવા મળ્યા. બાળકને લઈને ઉપયોગ કરવામાં આવેલા અપશબ્દોને કારણે સોશિયલ મીડિયા ઉપર સ્વરા ઉપર લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્વરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ :

અને આ ઘટનામાં સ્વરા ઉપર ફરિયાદ પણ નોંધાઈ ચુકી છે. એક એનજીઓ લીગલ રાઈટસ પ્રોટેકશન ફોરમે ખાસ કરીને નેશનલ કમીશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સમમાં ફરિયાદ નોધાવી છે, અને સ્વરા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

વિડિયો :

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.