હાથ પગ નાં નખને આવી રીતે રાખો સ્વસ્થ, નહી તો થઇ શકે છે આ બીમારીઓ

હમેશા લોકો પોતાનું શરીર અને પોતાની આજુ બાજુ જ સફાઈ રાખે છે. નખને શરીરનું સૌથી નાનું અંગ સમજીને મોટાભાગના લોકો તેને ધ્યાન બહાર કરી દેતા હોય છે. પણ નખ આપણને બીમાર કરવા માટેનું એક મોટું માધ્યમ પણ સાબિત થઇ શકે છે. માટે નખનું જાળવણી કરવી ખુબ જરૂરી છે. ખાવા પીવાની અસર પણ નખ ઉપર પડે છે. માટે એવા આહાર લેવા જોઈએ, જે પોષક તત્વથી સારી રીતે યોગ્ય હોય. આવો જાણીએ કે આપણે કેવી રીતે નખને સ્વસ્થ રાખી શકીએ છીએ.

નખ રાખો નાના

હમેશા નખનો આકાર નાનો જ હોવો જોઈએ. આવું એટલા માટે કે તેમાં ધાર્યા કરતા કચરો ઝડપથી નથી જતો અને બેક્ટેરિયા રહેવાનો ભય પણ ઓછો થાય છે. પણ નખને કાપવામાં ધ્યાન રાખો કે તેના મૂળ કપાઈ ન જાય.

તૂટતા બચાવો

જયારે ઋતુ બદલે છે તો નખ જલ્દી તૂટે છે. ઠંડી હવામાં નમીને લીધે નખ સુકા લાગે છે અને તેને લીધે કડક થઇ જાય છે. તેથી તે તૂટી શકે છે. માટે શિયાળાની ઋતુમાં નખને તૂટતા બચાવો.

નેલપોલીશ થી દુર રહો

વધુ સમય સુધી નખમાં લાગેલ નેલપેટ પણ નખના તૂટવાનું કારણ બને છે. જો તમે એક અઠવાડિયાથી વધુ સમય સુધી નખ ઉપર નેલપેટ લગાવીને રાખો છો તો તેના લીધે નખ ખરાબ રંગના અને નબળા થવા લાગે છે. તેથી નખ ઉપર થી નેલ પોલીસ એક અઠવાડિયાની અંદર જ કાઢી નાખો.

મોજા પહેરવા પણ વિકલ્પ

નખમાં જામેલ ગંદકીને લીધે પણ નખ નબળા થઈને તુટવા લાગે છે. તમે શિયાળામાં મોજા પહેરીને પોતાના નખને બચાવી શકો છો. નખમાં ગંદકી વાસણ સાફ કરતી વખતે કે સફાઈ દરમિયાન વધુ પહોચે છે. આવા કામો  દરમિયાન મોજા જરૂર પહેરો.

મોશ્ચરરાઈઝર લગાવો

મોશ્ચરરાઈઝર નો ઉપયોગ ત્વચાની સાથે નખ ઉપર પણ લગાવવી જોઈએ. જેટલી વાર હાથ ધુવો એટલી વાર મોશ્ચરરાઈઝર લગાવવાનું ન ભૂલશો. નખ અને કાન ઉપર કોલ્ડ ક્રીમથી મસાજ કરો અને લગાવ્યા પછી થોડી વાર રાખો. પછી ભીના રૂ થી પોતાના હાથ લુછી લો.