સ્વાઈન ફલૂ થી બચવાના ઘરેલું ઉપચાર, જેને સ્વાઈન ફ્લ્યુ હોય એ હોસ્પિટલ ની જ ટ્રીટમેન્ટ લે

 

સ્વાઈન ઇન્ફ્લ્યુએન્ઝા ને સ્વાઈન ફ્લ્યુ નાં નામ થી ઓળખવા માં આવે છે જે ઇન્ફ્લ્યુએન્ઝા વાયરસ થી થાય છે અને આ વાયરસ ભૂંડ નાં શ્વસનતંત્ર થી નીકળે છે. આ વાયરસ માં પરિવર્તિત થવાની ક્ષમતા હોય છે જેનાથી આ લોકો માં ફેલાઈ જાય છે. મનુષ્ય માં ખાંસી,થાક, ઉલટી, તાવ,ઝાળા, શરીર માં પીડા વગેરે આના લક્ષણ છે.

આયુર્વેદમાં આ વાતને કફન જ્વર ના નામથી ઓળખવામાં આવે છે જેમ કે વાત (હવા) અને કફન(પાણી)ના બગડવાથી થાય છે. આ શ્વસનતંત્રથી શરીરમાં પ્રવેશ કરીને હવાનો રસ્તો બંધ કરીને કફ,નજલા,શરીર નો દુઃખાવો પૈદા કરે છે.

અમે તમને અમુક રીત જણાવીએ છીએ જેનાથી તમે ફલૂ ના વાયરસ સામે લડી શકો છો, સ્વાઈન ફલૂ થી પણ .એવું નથી કે તમારે બધી જ વસ્તુ એક સાથે કરવાની છે. તમે આમાંથી અમુક ઔષધીઓ પસંદ કરી શકો છો જે તમને અનુકૂળ થાય તેનો ઉપાય કરો. જો તમે સ્વાઈન ફલૂ થી પીડિત છો તો પણ આ રીત તમારા માટે મદદરૂપ થઇ શકશે. જો તમે H1N1 નાં દર્દી છો તો તમારે દવાખાને જઈને શાંત વાતાવરણમાં રહેવું તમારા માટે ખુબજ જરૂરી છે.

1. તુલસીના પાંદડા

બંને બાજુથી ધોયેલ તુલસીના પાંદડા રોજ સવારે લો, તુલસીનો પોતાનો એક ચિકિત્સીય ગુણ છે, તે ગળા અને ફેફસાને સાફ રાખેં છે અને રોગપ્રતિકારક શક્તિ વધારીને તેના સંક્રમણ થી બચાવે છે.

2. ગિલોઈ

ગિલોઈ ઘણા વિસ્તારમાં સામાન્ય રીતે મળી આવે છે. ગિલોઈની એક ફૂટ લાંબી ડાળી લઇ તેમાં તુલસીના 5-6 પાંદડા ભેળવીને તેને 15-20 મિનિટ સુધી ઉકળી લો, ત્યાં સુધી કે તેમાં તેના તત્વો એકમેક ન થઇ જાય. તેમાં સ્વાદમુજબ કાળું મરચું,સીંધાલું મીઠું, ( જો ઉપવાસ હોય તો) અને કાળું મીઠું ,મિક્ષ કરી દો, તેને ઠંડુ પાડવા દો અને હુંફાળું ઉપયોગ કરો.

આ ઇમ્યુનીટી (રોગપ્રતિકારક શક્તિ) માટે પણ કારગર છે. જો ગિલાઈનો છોડ ન મળે તો હમદર્દ કે કોઈ પણ આયુર્વેદિક કંપનીનો ગિલાઈ પાવડર ને ઉપયોગ કરી શકો છો.

3. કપૂર

ગોળીના આકારનો કપૂરનો ટુકડો મહીનામાં એક કે બે વાર લઈ શકાય છે. મોટા વ્યક્તિ તેને પાણી સાથે ગળી શકે છે અને નાના બાળકોને તે બટેટા અથવા કેળા સાથે ભેળવીને આપી શકાય છે. કેમ કે તેને સીધું લેવું મુશ્કેલ પડે છે. યાદ રાખશો કપૂરને રોજ ન લેવું મહિનામાં ફક્ત એક વખત લેવું.

4. લસણ

જે લોકો લસણ ખાય છે તે રોજ સવારે બે કળીઓ કાચી ચાવી શકે છે. આ હુંફાળા પાણીમાં લઇ શકાય છે. બીજી વસ્તુ ઓ કરતા લસણથી ઇમ્યુનીટી (રોગપ્રતિકારક શક્તિ) ખુબ વધે છે.

milk1

5. હુંફાળું દૂધ

જે લોકોને દૂધની એલર્જી ન હોય તેઓ રોજ રાત્રે દૂધમાં થોડી હળદર નાખીને લઇ શકે છે.

6.એલોવેરા

કુવાર પાઠું એટલે કે એલોવેરા સરળતાથી મળી જાય તેવો છોડ છે. તેની કરકરા અને પાતળા અને લાંબા પાંદડામાં સુગંધ વિનાની જેલ હોય છે. આ જેલ ને એક ચા ની ચમચીમાં પાણી સાથે લેવાથી ચામડી માટે ખુબ સારું રહેશે,સાંધાની બીમારી દૂર થશે. અને સાથે ઇમ્યુનીટી (રોગપ્રતિકારક શક્તિ) વધશે.

7. લીંબડો

લીંબડામાં હવાને ચોખ્ખી કરવાનો ગુણ છે જેનાથી તે વાયુજનિક બીમારીઓ માટે કારગર છે, સ્વાઇનફલુ માટે પણ, તમે લોહીને સાફ કરવા માટે દરરોજ 3-5 લીંબડાના પાંદડા ચાવી શકો છો.

8. દરરોજ પ્રાણાયામ કરો

ગળું અને ફેફસાને તંદુરસ્ત રાખવા માટે દરરોજ પ્રાણાયામ કરો અને ચાલવાનું રાખો , તમારે સ્વસ્થ રહેવાની સાથે દરેક એવી બીમારી માટે ફાયદા કારક છે જે નાક, ગળું અને ફેફસા સાથે જોડાયેલ છે.

9. વિટામિન સી

ખાટ્ટા ફળ અને વિટામિન સી થી ભરપૂર આંબળા જયૂસ વગેરેનું સેવન કરો. કેમ કે આંબળાનું જ્યુસ દરેક મહિનાઓમાં નથી મળતું (ખાસ કરીને ચાર મહિના) તેવામાં તમે પેકીંગમાં મળતા આંબળા જ્યુસ પણ લઇ શકો છો.

10. હાઇજીન
તમારા હાથોને દરરોજ સતત ધોતા રહેવા અને સાબુ લગાવીને એકધારા ગરમ પાણી થી 15-20 સેકન્ડ માટે ધુઓ. ખાસ કરીને ભોજન પહેલા અને કોઈ એવી વસ્તુને અડક્યા પછી જેમાં તમને લાગે કે અહીંયા ફ્લૂના વાયરસ હોઈ શકે છે જેમ કે દરવાજાના હેન્ડલ કે બસ, ટ્રેન બધામાં મુસાફરી કર્યા પછી હાથ જરૂર ધુઓ.