સાયટીકાના ઘરેલુ ઈલાજ જે સાયટીકાને દુર કરવામાં કરશે તમારી મદદ, ખાસ વાંચો અને બીજાને પણ વંચાવો.

સાઈટીકામાં થતા દુ:ખાવા, સ્યાટીક નર્વને કારણે થાય છે. આ દુ:ખાવો સામાન્ય રીતે નીચેના ભાગ તરફ ફેલાય છે. આવા દુ:ખાવા સ્યાટીક નર્વમાં કોઈપણ પ્રકારના દબાણ, સોજા કે ક્ષતિને કારણે ઉભો થાય છે. તેમાં ચાલવા ઉઠવા સુધી ઘણી તકલીફ થાય છે. આ દુખાવો હંમેશા લોકોમાં ૩૦ થી ૫૦ વર્ષની ઉંમરમાં થાય છે.

તેની સારવાર સર્જરી કે વૈક્લ્પિક સારવાર પદ્ધતિથી થઇ શકે છે. સાઈટીકા નર્વ (નાડી) શરીરની સૌથી લાંબી નાડી હોય છે. આ નર્વ કમરના હાડકામાંથી પસાર થઈને પાછળના ભાગમાં થઈને પગના પાછળના ભાગમાં જાય છે. જ્યારે દુ:ખાવો તેના રસ્તે થઈને પસાર થાય છે. ત્યારે જ આ સાઈટીકાનો રોગ કહેવાય છે.

લક્ષણ :

૧) કમરની નીચેના ભાગમાં દુ:ખાવાની સાથે જાંઘ અને પગના પાછળના ભાગમાં દુ:ખાવો. ૨) પગના સુનાપણું સાથે માંસપેશીઓમાં નબળાઈનો અનુભવ. ૩) પંજામાં સુનાપણું અને ઝનઝણાટી. પગપાળા ચાલવામાં તકલીફ.

ઉપચાર અને બચાવ :

૧. બટેટાનો રસ :

બટેટાનો રસ ૩૦૦ ગ્રામ રોજ બે મહિના સુધી પીવાથી સાઈટીકા રોગ નિયંત્રિત થાય છે. આ ઉપચારની અસર વધારવા માટે બટેટાના રસમાં ગાજરનો રસ પણ ભેળવવો જોઈએ.

૨. લસણની ખીર :

લસણની ખીર આ રોગના નિવારણમાં મહત્વપૂર્ણ છે. ૧૦૦ ગ્રામ દુધમાં ૪-૫ લસણની કાચી કળી ચાકુથી ઝીણી કાપી લો. તેને ઉકાળીને ઠંડી કરીને પીવો. આ પ્રક્રિયા ૨-૩ મહિના સુધી ચાલુ રાખવાથી સાઈટીકા રોગને દુર કરવામાં ઘણી મદદ મળે છે. લસણમાં એન્ટીઓક્સીડેંટ તત્વ હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદગાર થાય છે.

લીલા પાંદડા વાળા શાકભાજી પુષ્કળ ઉપયોગ કરવો જોઈએ. કાચા લસણનો ઉપયોગ સાઈટીકા રોગમાં ઘણું ગુણકારી છે. સવાર સાંજ ૨-૩ લસણની કળી પાણી સાથે ગળવાથી પણ ફાયદો થાય છે. લીલા વટાણા, પલક, ક્લોજી, કેળા, સુકા મેવા વધુ ઉપયોગ કરો.

૩. લીંબુ :

સાઈટીકા રોગને સારો કરવામાં લીંબુનું પોતાનું મહત્વ છે. રોજ લીંબુના રસમાં બે ચમચી મધ ભેળવીને પીવાથી સારો ફાયદો થાય છે.

૪. સરસીયાના તેલમાં લસણ :

સરસીયાના તેલમાં લસણ પકાવો. દુ:ખાવા વાળી જગ્યા ઉપર આ તેલનું માલીશ કરવાથી તરત આરામ મળે છે.

૬. હારસિંગાર (પારિજાત) :

પારિજાતના અઢીસો ગ્રામ પાંદડા સાફ કરીને એક લીટર પાણીમાં ઉકાળો. જ્યારે પાણી લગભગ ૭૦૦ મી.લિ. વધે ત્યારે ઉતારીને ઠંડુ કરીને ગાળી લો, પાંદડા ફેંકી દો અને ૧-૨ રત્તી કેસર ઘોળીને આ પાણીમાં ભેળવી દો. આ પાણીને બે મોટી બોટલમાં ભરીને રોજ સવારે સાંજે એક કપના પ્રમાણમાં પીવો.

આવી ચાર બોટલ પીવા સુધીમાં સાઈટીકા રોગ મૂળમાંથી જતો રહે છે. કોઈ કોઈને જલ્દી ફાયદો થાય છે છતાંપણ પુરેપુરી ચાર બોટલ પી લેવું સારું રહે છે. આ પ્રયોગમાં એક વાતનું ધ્યાન રાખો કે વસંત ઋતુમાં આ પાંદડા ગુણ વગરના રહે છે, એટલે આ પ્રયોગ વસંત ઋતુમાં લાભ નથી કરતો.

૭. આયુર્વેદિક દવાઓ :

લોહ ભસ્મ ૨૦ ગ્રામ + વીષ્ટિદૂક વટી ૧૦ ગ્રામ + ત્રીકુટ ચૂર્ણ ૨૦ ગ્રામ બધાને આદુના રસમાં ઘોળીને ૨૫૦ ગોળીઓ બનાવી લો. બે-બે ગોળી પાણી સાથે દિવસમાં ત્રણ વખત લેતા રહેવાથી સાઈટીકા રોગ મૂળમાંથી દુર થઇ જાય છે. રોજ સામાન્ય કસરત કરો. વજન નિયંત્રણમાં રાખો. પોષ્ટિક આહાર ગ્રહણ કરો. કરોડરજ્જુના હાડકાને ચાલવા ફરવામાં ઉઠતા બેસતા સમયે સીધું રાખો. ભારે વજન ન ઉપાડો.