જાણો કેવીરીતે માત્ર 50હજાર નાં રોકાણ માં ટી-શર્ટ પ્રિન્ટિંગ બીઝનેસ કરી શકાય જુયો કેવીરીતે કરે છે કામ

જો તમે ઓછા પૈસામાં નાનો બિઝનેસ કરવા માંગતા હોય તો તમારા માટે સ્મોલ સ્કેલમાં ટી-શર્ટ પ્રિન્ટિંગ બિઝનેસ ઘણો ફાયદાકારક થઇ શકે છે. પ્રિન્ટેડ ટી-શર્ટની આ દિવસોમાં બજારમાં ઘણી માંગ છે. કેટલાક લોકો પોતાના હિસાબે બનાવડાવી ટી-શર્ટને પ્રિન્ટ કરાવીને પહેરવાનું પસંદ કરે છે.

ત્યાં જ, સ્કૂલ, કંપનીઓ અને અન્ય સંસ્થાઓમાં કેટલાક વિશેષ કાર્યક્રમો માં વિશેષ ટી-શર્ટ પ્રિન્ટ કરાવાય છે. સીધીરીતે કહીએ તો આ બિઝનેસમાં ઘણી સંભાવનાઓ છે. ખાસ વાત એ છે કે આ બિઝનેસ ખુબ જ ઓછા રોકાણની સાથે અને ઘરમાં જ શરુ કરી શકાય છે. જાણકારોની માનીએ તો માત્ર 50થી 70 હજાર રૂપિયાના રોકાણ થી જ તમે શરૂઆતના સ્તર પર 30થી 40 હજાર રૂપિયા મહિનાના કમાય શકો છો.

તેના સિવાય તમે આમ સફળ થઇ જાવ તો તમારા રોકાણને વધારીને તમારા બિઝનેસનો વિસ્તાર પણ વધારી શકો છો. ત્યાર બાદ તમારી આવક પણ લાખો રૂપિયા મહિનાથી કરોડો રૂપિયા વર્ષ સુધી પણ પહોંચી શકે છે.

50 હજાર રૂપિયામાં શરુ થઇ શકે છે કામ

ટી-શર્ટ પ્રિન્ટિંગ બિઝનેસને કરવા માટે તમારે ખુબ જ મોટા રોકાણની જરૂર પડતી નથી. તેમાં કેટલાક પ્રિન્ટર, હિટ પ્રેસ, કમ્પ્યુટર, કાગળ અને કાચા માલના રૂપમાં ટી-શર્ટ જોઈએ. આ બિઝનેસને જો તમે ઘણા મોટા પાયા પર કરવા માંગતા હોય તો તમારે માત્ર 5-6 લાખની જરૂર રહેશે.

કેટલો થશે કુલ ખર્ચ

ટી-શર્ટ પ્રિન્ટિંગ મશીન ( હિટ પ્રેસ ) = 11,999 રૂપિયા, ટેફલોન સીટ ( 2 ) = 800 રૂપિયા, સબ્લીમેસન પેપર પ્રિન્ટ માટે પેપર ( 100 ) = 300 રૂપિયા, 805 પ્રિન્ટર = 16800 રૂપિયા, ઇન્ક પ્રિન્ટર = 2100 રૂપિયા, પ્લેન ટી-શર્ટ ( 100 ) = 10000 રૂપિયા, કમ્પ્યુટર = 25000 રૂપિયા, કુલ ખર્ચ = 66999 રૂપિયા

કમાણી

માત્ર 70 સેકન્ડમાં તૈયાર થાય છે ટી-શર્ટ. ટી-શર્ટ પ્રિન્ટ કરવા માટે જે મશીનની જાણકારી અપાઈ છે તે મેન્યુઅલ મશીન છે. આ મશીનથી એક ટી-શર્ટ 70 સેકન્સ્ડ માં તૈયાર કરી શકાય છે.

માર્કેટ- એક્સપર્ટ કન્સલ્ટન્સી સર્વિસીસ મુજબ એક ટી-શર્ટને પ્રિન્ટ કરવા માટે લગભગ 20 થી 30 રૂપિયાનો ખર્ચ થાય છે. આ મેન્યુઅલ મશીનમાં આવવાવાળો ખર્ચ છે જયારે જો તમે ઓટોમેટિક ડિજિટલ પ્રિન્ટિંગ મશીન રાખો છો તો તેમાં આ ખર્ચ હજુ ઓછો થાય છે.

બજારમાં પ્લેન ટી-શર્ટને પ્રિન્ટ કરવા માટે 150 થી 200 રૂપિયા ચાર્જ લેવાય છે.

જયારે, મોટા ઓર્ડર જેમાં હજારોની સંખ્યામાં ટી-શર્ટ પહોંચાડવાની હોય છે, ત્યારે તમારી આવક પણ વધી જાય છે. જો તમે આની મશીન લેવા માંગતા હોય તો ઇન્ડિયામાર્ટ અને અલીબાબા વેબસાઈટ પર સર્ચ કરી શકો છો.
ટી-શર્ટ પ્રિન્ટિંગ કેવી રીતે કરવું તેના માટે વિડિઓ પણ જુઓ.

વિડીયો 

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.