હવે રોઝડા જેવા જાનવરો ખેતીને નુકશાન નહી કરી શકે કેમ કે હવે પલ્સ મશીન કરશે પાકનું રક્ષણ

હવે ખેડૂતોને પાકના રક્ષણ માટે આખી રાત ઉજાગરા નહીં કરવું પડે. અને કોઈ જંગલી જાનવર પાક ને નુકશાન પણ નહિ કરી શકે. પાક રક્ષક પલ્સ મશીન પાકનું રક્ષણ કરશે .આ મશીન પંત વિવિ ના ખડૂતમેળામાં ખેડૂતો માટે મળી શકશે.

12 વોલ્ટની બેટરી સંચાલિત આ મશીનના ઝટકાથી હાથી,રોઝડા (નીલગાય), જંગલી સુવર, હરણ, રીંછ, શેઢાડી, વાંદરા,ખુંટીયા વગેરે તમામ જાનવરો ને પાકની નજીક ફરકી શકશે નહિ.

મુખ્ય વાત એ છે કે આ મશીનના કરંટથી જાનવર કે માણસ પણ અડકી જાય તો પણ મૃત્યુ થવાની પરિસ્થિતિ ઉભી થતી નથી. એક વાર ફરીથી જણાવી દઈએ આનાથી કોઈને પણ ના જીવનું જોખમ રહેતું નથી.

કેમકે બેટરીનો કરંટ હોવાને લીધે આમાં અર્થીગ થવાની વાત જ નથી રહેતી.આ મશીનને ઘર કે બગીચાની આજુબાજુ પણ લગાડી શકાય છે.જેનાથી વાંદરાઓ નુકશાન ન પહોંચાડી શકે.

નાના એવા મશીન ને 12 વોલ્ટની મશિનથો કરંટ આપવામાં આવે છે. ત્યાર પછી આ મશીનને ખેતરોની ચારે બાજુ લગાડવામાં આવેલ ક્લચ વાયર થી જોડી દેવામાં આવે છે.

તારની કિંમત 160 રૂપિયા કિલોગ્રામ દીઠ હોય છે, એક કિલોગ્રામમાં 75 મીટર લંબાઈ નો તાર આવે છે. મશીનની કિંમત 9000 રૂપિયા છે.

આ છે મશીનની ક્ષમતા

બેટરી ઉપર એક વખત ચાર્જ કરવાથી 24 કલાક ચાલે છે.

આ મશીન એક મિનિટમાં 75 વાર ઝટકા આપીને પાકનું રક્ષણ કરે છે.

આ કરંટથી કોઈપણ જાનવર કે માણસ મરશે નહિ.

વધુ જાણકારી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. આ ઉત્તર પ્રદેશ નો નંબર છે ગુજરાત માં પણ તમારી આસપાસ આવું મશીન મળી શકતું હશે જો કોઈ નાં ધ્યાન માં હોય તો કોમેન્ટ માં જણાવો

ગુજરાત માં ૬૨૦૦ રૂપિયા માં નીચે આપેલ નંબર વાળા વેચે છે. તમારી રીતે ત્યાં કે બીજે પૂછપરછ કરી ને આવી વાળ બનાવી શકો છો.

મોબાઈલ નંબર – 99049 67018