‘તારક મેહતા’ ની આ અભિનેત્રીઓનો વાસ્તવિક જીવનમાં લૂક છે એકદમ અલગ, જોઈને ઓળખવી છે મુશ્કેલ.

ટીવી કરતા અસલ જીવનમાં એકદમ અલગ દેખાય છે ‘તારક મેહતા’ શો ની આ અભિનેત્રીઓ, જુઓ ફોટા. ટીવીની લોકપ્રિય સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માએ હાલમાં જ ત્રણ હજાર એપિસોડ પુરા કર્યા છે. 13 વર્ષોથી આ શો ને સતત દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. સિરિયલના દરેક પાત્રનો પોતાનો પ્રશંસક વર્ગ છે.

ગોકુલધામ સોસાયટીમાં રહેતી મહિલા પાત્રોને હંમેશા દર્શકોનો પ્રેમ મળતો રહે છે. દયાબેન, અંજલિ, માધવી, કોમલ, રોશન અને બબીતાજી તેમાં શામેલ છે. તેમના પ્રશંસક જાણવા માંગે છે કે, પડદા પર આ પાત્રો ભજવી રહેલી અભિનેત્રીઓ અસલ જીવનમાં કેવી છે? તો ચાલો આ કડીમાં તમને દેખાડીએ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રીઓના અસલ જીવનના ફોટા.

દિશા વાકાણી – દયાબેન : દયાબેનનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલી દિશા વાકાણી લાંબા સમયથી શો માં નથી. વર્ષ 2017 માં પ્રેગ્નેન્સીને કારણે દિશાએ શો છોડી દીધો હતો. ત્યારબાદ ઘણી વાર એવા સમાચાર આવ્યા કે તે શો માં પાછી આવવાની છે, પણ અત્યાર સુધી એવું થયું નથી. જોકે શો માં દયાબેનનો ઉલ્લેખ થતો રહે છે. આ કારણે માનવામાં આવી રહ્યું છે કે, આવનારા સમયમાં દિશા વાકાણી શો માં પાછી આવી શકે છે. તારક મેહતા શો માં દિશા હંમેશા સાડીમાં જોવા મળે છે, પણ મોર્ડન લુકમાં તેમના પ્રશંસકોને તેમને ઓછી જ જોઈ હશે. તે મોર્ડન લુકમાં ઘણી જ સુંદર દેખાય છે.

સુનૈના ફોજદાર – અંજલિ મેહતા : સુનૈના ફોજદાર સિરિયલમાં મિસિસ તારક મેહતા એટલે કે અંજલિ મેહતાનું પાત્ર ભજવી રહી છે. આ પહેલા આ પાત્ર અભિનેત્રી નેહા મેહતા ભજવી રહી હતી. જોકે શો માં હંમેશા સલવાર સૂટમાં દેખાતી સુનૈના ફોજદાર અસલ જીવનમાં ઘણી મોર્ડન છે. તેમના ફોટા જોઈને તમને પણ વિશ્વાસ નહિ થાય.

મુનમુન દત્તા – બબીતાજી : મુનમુન દત્તા ઉર્ફ બબીતાજી સ્ક્રીન પર પણ ગ્લેમરસ લુકમાં દેખાય છે, અને અસલ જીવનમાં પણ તે બોલ્ડ લુકમાં જોવા મળે છે. મુનમુન દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર શેયર કરેલા ફોટા જોઈને કહી શકાય છે કે, તે પરફેક્ટ ફેશનિસ્તા (લેટેસ્ટ ફેશન ફોલો કરનાર) છે. તેનું એક કારણ એ પણ છે કે, તેમણે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી.

અંબિકા રંજનકર – કોમલ હાથી : શો માં કોમલ હાથીનું પાત્ર અંબિકા રંજનકર ભજવી રહી છે. તેમના અભિનયને ઘણો પસંદ કરવામાં આવે છે. અંબિકા પોતાના પાત્રમાં એકદમ પરફેક્ટ લાગે છે. તેમના ઇન્સ્ટાગ્રામ પર તેમના મોર્ડન લુકના ઘણા ફોટા છે.

જેનિફર મિસ્ત્રી – રોશન સોઢી : મિસિસ સોઢી ઉર્ફ રોશન સોઢીનું પાત્ર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી ભજવે છે. જેનિફરનો ગ્લેમરસ અંદાજ શો માં તો જોવા નથી મળતો, પણ તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એવા ફોટા શેયર કરે છે, જેમાં તેમનો મોર્ડન અને ગ્લેમરસ અંદાજ જોવા મળે છે.

સોનાલિકા જોશી – માધવી ભીડે : તારક મેહતામાં માધવી ભીડેનું પાત્ર અભિનેત્રી સોનાલિકા જોશી ભજવી રહી છે. સિરિયલમાં સોનાલિકા હંમેશા સાડીમાં જ દેખાય છે. પણ અસલ જીવનમાં તે ઘણી સ્ટાઈલિશ છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.