તૈમુર પછી બીજું બાળક ક્યારે થશે? કરીનાએ જણાવ્યું પોતાનું અને સૈફનું પ્લાનિંગ

૧૬ ઓક્ટોમ્બર ૨૦૧૨ના રોજ કરીના કપૂર અને સૈફ અલી ખાન લગ્ન બંધનમાં બંધાયા હતા, આ લગ્નથી ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું, જેનુ કારણ એ હતું કે સૈફ અલી ખાનના આ બીજા લગ્ન હતા, તે પહેલા તેમણે અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. આમ તો બંનેના પાછળથી છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારપછી ‘ટશન’ ફિલ્મના શુટિંગ દરમિયાન સૈફ અને કરીનાને પ્રેમ થઇ ગયો હતો.ત્યાંરે કરીના અને શાહિદ કપૂર પણ રીલેશનમાં રહેતા હતા.

આમ તો કરીનાનું દિલ સૈફ ઉપર આવવાને કારણે જ શાહીદ સાથે તેનું બ્રેકઅપ થઇ ગયુ. તે બંને પોતાના લગ્નને લઈને જેટલા વધુ ઉત્સાહિત હતા તેનાથી કેટલાય વધુ નર્વસ પણ હતા. સ્થિતિ એ થઇ કે મીડિયાની નજરથી બચવા માટે બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કરવા સુધીનો પ્લાન બનાવી લીધો હતો, આમ તો પાછળથી બંનેએ પોતાના ઘરના ધાબા ઉપર જ ઘણા ઓછા લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

આ લગ્નના ચાર વર્ષ પછી એટલે કે ૨૦૧૬માં કરીના અને સૈફના ઘરે તૈમુર અલી ખાનનો જન્મ થયો હતો. જન્મ થયા પછી જ તૈમુર એક સોશિયલ મીડિયા ઉપર સંસેશન બની ગયો હતો. મીડિયામાં દરેક જગ્યાએ તેની ડેઈલી લાઈફ સાથે જોડાયેલી વસ્તુને લઈને ચર્ચા રહેવા લાગી હતી. જોત જોતામાં તૈમુર બોલીવુડનો નંબર વન સ્ટારકીડ પણ બની ગયો, હવે તૈમુર 3 વર્ષનો થવા આવ્યો છે.

તેવામાં કરીના અને સૈફના ફેંસ એ જાણવા માટે ઉત્સુક છે કે કરીનાના ઘરે એક વખત ફરીથી બાળકનો અવાજ ક્યારે ગુંજશે? બધા ઈચ્છે છે કે તૈમુરને વહેલી તકે સાથે રમવા માટે એક ભાઈ કે બહેન મળી જાય. કરીના અને સૈફનું બીજા બાળકને લઈને શું ફેમીલી પ્લાનિંગ છે તે જાણવા માટે ઘણા લોકો આતુર છે.

હમણા હાલમાં જ કરીનાએ મુંબઈ મિરરને એક ઈન્ટરવ્યું આપ્યુ છે, આ ઈન્ટરવ્યું દરમિયાન કરીનાએ પોતાના બીજા બાળકના પ્લાનિંગને લઈને ખુલાસો કર્યો છે. કરીના કપૂર હાલના દિવસોમાં અક્ષય કુમાર સાથે ‘ગુડ ન્યુઝ’ નામની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કરીના એક ગર્ભવતી મહિલાનું પાત્ર નિભાવી રહી છે.

તેવામાં ઈન્ટરવ્યું દરમિયાન કરીનાને પૂછવામાં આવ્યું કે રીયલ લાઈફમાં ગુડ ન્યુઝ ક્યારે આપી રહ્યા છે. એટલે કે તૈમુર પછી બીજા બાળકને લઈને તેમનો શું પ્લાન છે. તે પ્રશ્ન ઉપર કરીનાએ પોતાનો અને સૈફનો પ્લાન શેર કરતા જણાવ્યું કે હાલ તો અમારા બંનેનો અમારું કુટુંબ વધારવાનો કોઈ વિચાર નથી. અત્યારે અમે ત્રણ લોકોનું જ ફેમીલી છીએ.

કરીનાની એ વાત ઉપરથી સ્પષ્ટ જાહેર થાય છે કે તે હાલમાં બીજા બાળકનું કોઈ પ્લાનિંગ નથી કરી રહી. કદાચ તે હાલમાં પોતાની કારકિર્દી ઉપર વધુ ધ્યાન આપવા માંગે છે કે પછી તૈમુરને મોટો થવાની રાહ જોઈ રહી છે. તે તેના અંગત જીવનનો નિર્ણય છે. આમ તો જયારે પણ કરીના પોતાના બીજા બાળકનું પ્લાનિંગ કરશે ખરેખર ત્યારે તેનો બીજો દીકરો કે દીકરી તૈમુરથી પણ વધુ પોપ્યુલર હોઈ શકે છે. આમ તો તમે લોકો તૈમુર માટે એક ભાઈ કે બહેન માંથી શું ઈચ્છો છો તે અમને જરૂર જણાવશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.