તૈમુર-સારા અને ઇબ્રાહિમમાં કોણ છે આંખનો તારો, કરીનાએ સાસુ શર્મિલા ટેગોર ને પૂછ્યો સવાલ

કરીના કપૂર હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ ને લઈને ચર્ચામાં છે, તેની સાથે જ તેના રેડિયો શો What Woman Want ની બીજી સીઝન પણ શરુ થઇ ગઈ, તેવામાં પહેલા એપિસોડમાં કરીનાએ શો ઉપર પોતાની સાસુ અને બોલીવુડની હિરોઈન શર્મિલા ટાગોરને આમંત્રિત કરી લીધા. આ શો ઉપર કરીનાએ શર્મિલાને ઘણા પ્રશ્નો પૂછ્યા, જેનાથી પટોડી કુટુંબના ઘણા રહસ્યો ખુલ્લા પડ્યા. તેમાંથી એક રસપ્રદ પ્રશ્ન હતો કરીના કપૂર કેવી વહુ છે. વહુ અને દીકરીમાં શું ફરક છે અને પોતાના બધા પૌત્ર પૌત્રિ અને સંબંધીઓ માંથી શર્મિલાનું ફેવરીટ કોણ છે? શર્મિલા ટાગોરે આ તમામ પ્રશ્નોના જવાબ આપતા ઘણા ખુલાસા કર્યા છે. તો આવો એક એક કરીને તે જાણી લઈએ.

કરીના કેવી વહુ છે?

શો માં કરીનાએ પોતાની સાસુને પૂછ્યું કે તે એક વહુ તરીકે તેને (કરીના) ને કેવી રીતે જુવે છે. તેના જવાબમાં શર્મિલાજીએ કહ્યું મને કરીનાની નિરંતરતા ઘણી સારી લાગે છે. તે કેટલી પણ વ્યસ્ત હોય પરંતુ ટચમાં રહેવાનો સમય કાઢી જ લે છે. શર્મિલાજીએ આગળ જણાવ્યું કે જયારે પણ હું કરીનાને મેસેજ કરું છું ત્યારે તે તેનો વહેલામાં વહેલી તકે રીપ્લાય કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેના દીકરા સૈફ અને દીકરી સોહા આ બાબતમાં આળસુ છે. તે આગળ જણાવે છે કે હું જયારે પણ કરીનાના ઘરે જાઉં છું અને ખાવાની વસ્તુ માગું છું ત્યારે કરીના તેની તે માંગને પૂરી કરવાનો પ્રયાસ કરે છે. તમે (કરીના) સંબંધો નિભાવવામાં ઘણા સારા છો.

વહુ અને દીકરીમાં શું અંતર હોય છે?

જયારે કરીનાએ પૂછ્યું કે વહુ અને દીકરીમાં શું અંતર હોય છે ત્યારે શર્મિલાએ ઘણો જ રસપ્રદ જવાબ આપ્યો. તે કહે છે દીકરી પોતાની સાથે ઉછરે અને મોટી થાય છે. તેવામાં તમને તેના સ્વભાવની સંપૂર્ણ જાણકારી હોય છે. જેમ કે તે ક્યારે ગુસ્સે થશે અને ક્યારે ખુશ રહેશે. પણ પણ વહુ સીધી એડલ્ટ તરીકે ઘરમાં આવે છે. તમને તેના સ્વભાવ વર્તન વિષે કાંઈ પણ જાણકારી નથી હોતી. વહુને સમજવામાં થોડો સમય લાગે છે. એટલા માટે જયારે નવી છોકરી (વહુ) ઘરમાં આવે ત્યારે તે તમારી (સાસુ) જવાબદારી હોય છે કે તેને કંફર્ટેબલ ફિલ કરાવો.

પૌત્ર-પૌત્રિઓમાં ફેવરીટ કોણ છે?

ત્યાર પછી કરીને પ્રશ્ન કર્યો કે પૌત્ર પૌત્રિઓ (તૈમુર, સારા, ઈબ્રાહીમ, ઇનાયા) માંથી તમે કોને સૌથી વધુ પસંદ કરો છો. તેની ઉપર શર્મિલાજીએ કહ્યું હું હજુ વધુ જીવવા માગું છું અને કોઈ એક માટે કમીટ નથી કરી શકતી. તે દરેક પોતાની રીતે સારા છે. મારા બે પૌત્ર પૌત્રિ યુવાન છે જયારે બીજા નાના બાળક છે. સારા જયારે ઈન્ટરવ્યું આપે છે ત્યારે તેનું તેજ મગજ અને સ્માર્ટનેસ દિલ જીતી લે છે. હું તેની ઉપર ગર્વ અનુભવું છું, અને ઈબ્રાહીમ રીયલમાં પટોડી લાગે છે. તે લાંબો છે અને ક્રિકેટ પણ રમે છે.

વિડિયો :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.