તાઈવાન ટેકનીકથી આવી રીતે કરો શાકભાજીની ખેતી 10 ગણો વધુ થશે ફાયદો

ચંદૌલી (જીતેન્દ્ર ઉપાધ્યાય). શાકભાજીની આધુનિક ખેતી જોવી હોય તો તમારે બેહદા ગામ આવવું પડશે. ચંદૌલી જીલ્લામાં આવેલ આ ગામના સુરેન્દ્રસિંહે આ પદ્ધતિમાં જાણકારી મેળવી લીધી છે. તાઈવાન પદ્ધતિ થી શાકભાજી ઉગાડવામાં તે બીજાની ગણતરી એ દસ ગણો વધુ ફાયદો મેળવે છે.

ઉપજ એટલી છે કે રોજ 20 મજુર લગાડવા પડે છે. તેનાથી સ્થાનિક લોકોને દિવસની રોજગારી પણ સારી એવી મળી જાય છે. બેદહાં અને મિર્જાપુરના મડીહાન માં આ પદ્ધતિ થી કરવામાં આવેલ શાકભાજીની ખેતી હવે આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય છે.

કેવી રીતે કરવામાં આવે છે ખેતી :

ખેતરની સારી રીતે ખેડાણ પછી ભીની કરકરી માટી ની મેડી બનાવીને તેમાં ચાર-ચાર ઈંચના અંતરે બીજ નાખે છે. મેડી ને પ્લાસ્ટીકથી ઢાંકી દેવામાં આવે છે. જેવા જ બીજ અંકુરિત થાય છે, પ્લાસ્ટીકમાં છિદ્ર કરીને છોડ બહાર નીકળી આવે છે. આ પદ્ધતિમાં ન તો વધુ પાણી ની જરૂર પડે છે અને ન તો વધુ ખર્ચ થાય છે. પાકમાં જીવાત પણ નથી પડતી. હા, ઉંચાઈ વાળા ખેતર ઉપર જ આ પાક ઉગાડી શકાય છે.

બીજ અને પ્લાસ્ટિક તાઈવાનના :

લીલા મરચા, શિમલા મરચું, ખરબુચ, તરબૂચ, ટમેટા, કાકડી વગેરે ના બીજ તે તાઈવાનથી મંગાવે છે. ભારતીય બીજ ની કક્ષાએ તાઈવાનના બીજ છ થી સાત ગણા વધુ ઉપજ આપનારા છે. એક વખત ઉતારી લીધા પછી પણ છોડ ઉભા રહે છે. છ માસના પાકમાં 12 વખત ઉતારવામાં આવે છે.

એક હેકટરમાં 50 હજાર ખર્ચ :

લીલા મરચાને જ લઈએ તો પારંપરિક પદ્ધતિ ની સામે આ પદ્ધતિમાં તેનો ખર્ચ ઘણો ઓછો લાગે છે. એક હેકટરમાં 50 હજાર ખર્ચ લાગે છે પણ ફાયદો ચાર લાખ રૂપિયા સુધી મળે છે. સુરેન્દ્ર એ જણાવે છે કે ક્યારે ક્યારે તો એટલી ઉપજ થઇ જાય છે કે ઘણી બધી માર્કેટ માં ઉપજ પહોચાડવી પડે છે. લીલા જીંસ માં ફાયદો લગભગ આઠ થી દસ ગણા સુધી થાય છે.

સિંચાઈ પણ નહિવત જેવી :

આ પદ્ધતિમાં સિંચાઈ અને ખાતર ની વધુ જરૂર પડતી નથી. પાણીમાં ખાતર ભેળવીને મેડી માં નાખી દેવામાં આવે તો તે દરેક છોડના મૂળમાં પહોચી જાય છે. ટપક પદ્ધતિથી પણ સિંચાઈ કરે છે. છોડ ઉપર પાણી ટપકાવીને પણ સિંચાઈ થઇ જાય છે. પ્લાસ્ટિક થી ઢાંકી દેવાને લીધે નીચેથી ઉત્પન થનારી વરાળ ઉપયોગી સાબિત થાય છે.

પ્લાસ્ટીકના ઘણા ફાયદા :

મેડી ઉપર પાથરવામાં આવેલ પ્લાસ્ટિક થી ન તો ઘાંસ ઉત્પન થાય છે અને ન તો કીટ પતંગીયા પાકનો નાશ કરી શકે છે. ઘાંસ પ્લાસ્ટીકની નીચે જ રહે છે અને ઝાડ સુધી પહોચી શકતું નથી. છોડ ની બીમારી અને જીવાણું થી બચાવવા માટે કુદરતી દવા નો છંટકાવ કરવામાં આવે છે.

ઉપજથી મળે ઘણો ફાયદો :

સુરેન્દ્ર સિંહ જણાવે છે કે ધાન્ય, ઘઉં નો પાક ઉત્પન કરતા કરતા થાકી ગયા હતા. છ વર્ષ પહેલા ખેડૂત કોલ સેન્ટર, શાકભાજી અનુસંધાન કેન્દ્ર અને પૂસા ઇન્ડસ્ટ્રીઝ માં જઈને શાકભાજીની ખેતી ની ટેકનીક જોઈ. ત્યાંથી સભ્ય બન્યા અને પોતાને ત્યાં શરૂઆત કરી. તેને ખુબ ફાયદો થયો છે પણ માર્કેટ માં દસ ટકા દલાલો નો ચાર્જ જરૂર લાગે છે. તે બંધ થવો જોઈએ.