આને એક ચમચી મધ સાથે લઇ લો અને એલર્જી અને બીજા રોગો થી છુટકારો મેળવો.

તજ એક ખુબ જ સારી ઔષધી છે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. રાજીવજીએ તજ ના ઘણા ફાયદા જણાવ્યા. તેમણે બતાવ્યું કે તજ એટલી સારી ઔષધી છે કે તમે તેના વિષે સાંભળીને નવાઈ પામશો. સવારે એક ચમચી તજ નો પાવડર અને એક ચમચી મધ (શહદ) મિલાવીને જો કોઈ ખાય તો ટીબી,અસ્થમા નહી થાય. અસ્થમાની સાથે જોડાયેલી જેટલી બીમારીઓ છે તે બધી ને ઠીક કરવાની તાકાત તજ માં છે. દમ ની બીમારી શ્વાસ ભરે છે. દસ ડગલા પણ ચાલી નથી શકતા.ચાલે તો બેસવું પડે છે. આ બધાની ઔષધી તજ છે.

તેમણે આગળ તેને ખાવાની રીતો જણાવી છે. તેમણે કહ્યું કે તજ નો પાવડર અને તેને મધ માં મીલાવીને ખાવો. અને જો તમે જૈન ધર્મનું પાલન કરો છો અને મધ ન ખાઈ શકો તો ગોળ માં મિલાવીને ખાઓ. જેટલું તજ એટલો જ ગોળ, બન્ને ને ગરમ પાણી સાથે લો. તજ ગંભીર થી ગંભીર બીમારીમાં કામ લાગે છે. જો કોઈને ખુબ જ તેજ તાવ આવ્યો છે, શરદી સળેખમ થઇ ગયું છે,વાયરલ કે બેક્ટેરીયલ ફીવર છે આ બધા રોગોમાં તજ કામ આવે છે.

તેમણે આગળ ફાયદા બતાવતા કહ્યું કે જો શરીરનો મોટાપો ખુબ જ થઇ ગયો છે, શરીરને ક્યારેય ભૂખ પણ નથી લાગતી તો તેમાં તજ કામ આવે છે. તજ ૨૩ રોગોમાં સારું કરી દે છે. તેને રસોડામાં જરૂર રાખો, તજ ને તમે શક્ભાજીમાં નાખીને પણ ખાઈ શકો છો. કેમ કે તજ ગરમ મસાલામાં ભળે છે તો તે રીતે ખાવામાં ઉપયોગી તો થઇ જ રહેશે.

પરંતુ જો જુદી જુદી રીતે તેનો ઉપયોગ કરીએ તો આ ખુબ જ સારી ઔષધી છે. જો તમે મેથીદાણા ખાઈ રહ્યા છો તો તેની જરૂર નથી અને તજ ખાઈ રહ્યા છો તો મેથી ની જરૂર નથી. એક સમયે એક ઔષધ જ ખાવો. બાળકોને અડધી ચમચી બરોબર છે મોટા લોકો માટે એક ચમચી. તજ એલર્જી માટે બેસ્ટ દવા છે. જો તમને કોઈ પણ પ્રકારની એલર્જી છે, તો તજ થી ત્રણ ચાર મહીનામાં એલર્જીમાં સારું થઇ જશે. એસીડીટી માં પણ તજ ખુબ જ ફાયદાકારક છે. જો તમે એ વિચારી રહ્યા છો કે આ ક્યાંથી મળશે તો તે પણ અમે બતાવી આપીએ. આ તમારા શહેરમાં કે ગામ માં જે દુકાનેથી તમે તમારી રસોડાની વસ્તુ લો છો ત્યાંથી જ મળશે જરૂર મળશે. અમે પણ ત્યાંથી લઈએ છીએ, વધુ મોંધી પણ નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.


Posted

in

, ,

by