ઋતુએ કર્યું જાદુ અને ગાયબ થઈ ગયો તાજમહેલ, જાણો એવું તે શું થયું?

રાજધાની દિલ્હી સહીત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં જબરજસ્ત ઠંડી પડી રહી છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના આગ્રામાં સ્થિત તાજમહેલ ચોરી થઈ ગયો એવા મીમ્સ વાયરલ થયા છે. એટલે કહેવાનો અર્થ છે કે, તાજમહેલ ધુમ્મસના કારણે દેખાવાનો બંધ થઇ ગયો, તો લોકો કહેવા લાગ્યા કે તાજમહેલ ચોરી થઈ ગયો.

ટ્વીટર પર લોકોએ તાજમહેલ અને તેના આસપાસના ફોટો પોસ્ટ કર્યા જેમાં તાજમહેલ બિલકુલ પણ દેખાતો નથી.

વધારે ઠંડી અને ધુમ્મસના કારણે તાજમહેલ તો દેખાયો નહિ પણ આજુબાજુના દ્રશ્ય પણ દેખાય નહિ.

તેના પછી યુઝર્સ તેની મજા લેવા લાગ્યા. કેટલાકે જણાવ્યું તાજમહેલ ચોરી થઈ ગયો, તો કેટલાકે કહ્યું ગાયબ થઈ ગયો. આ બાજુ દિલ્હીમાં સોમવારે એક તરફ ધુમ્મસના કારણે વીઝીબીલીટી ઝીરો થઈ ગઈ તો ત્યાં ન્યુનતમ તાપમાન 2.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું.

જણાવી દઈએ કે, હવામાન વિભાગે ઠંડીને જોતા દિલ્હી સહીત 6 રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કરી દીધી છે. આ રાજ્યોમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બીહાર આવે છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં પડી રહેલી કડકડતી ઠંડીએ ભલે 1997 પછીનો 22 વર્ષ જૂનો પોતાના રેકોર્ડ તોડ્યો છે, પરંતુ પાછલા 100 વર્ષોમાં આવું ફક્ત ચાર વખત જ થયું છે. જયારે આ મહિનામાં તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હોય.

સૌથી પ્રખ્યાત પર્યટન :

તાજમહેલની ગણતરી દુનિયાના સૌથી પ્રખ્યાત પર્યટક સ્થળોમાં આવે છે. તાજમહેલ પાસેના સ્પેશયલ ટુરિસ્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર દિનેશ કુમારે જણાવ્યું કે, પાછલા વર્ષના ડિસેમ્બરથી આ વર્ષના ડિસેમ્બરમાં પર્યટકોમાં 60 ટકા ઘટાડો થયો છે.

જણાવી દઈએ કે તાજમહેલ જોવા દર વર્ષે લગભગ 65 લાખ પયર્ટક આવે છે. અહીંની એન્ટ્રી ફિસથી 14 મિલિયન ડોલરની કમાણી થાય છે. એક વિદેશી પર્યટકની એન્ટ્રી માટે 1100 રૂપિયા આપવા પડે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.