શા માટે સુર્યાસ્ત પહેલા ભોજન કરી લેવું જોઈએ, જાણો આ પરંપરા પાછળનું વૈજ્ઞાનિક કારણ.

તો આ કારણે પ્રાચીન ભારતના સમયથી સુર્યાસ્ત પહેલા ભોજન કરવાની પરંપરા છે, જાણો ઉપયોગી વાત.

જૈન ધર્મમાં પણ ઘણી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આ પરંપરાઓમાંની એક પરંપરા એવી છે કે સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું જોઈએ, એટલે કે રાત્રે ભોજન કરવાથી બચવું જોઈએ. સૂર્યાસ્ત પછી ખોરાક ન ખાવા પાછળ અહિંસા અને સ્વાસ્થ્ય એ બે મુખ્ય કારણો છે જે નીચે મુજબ છે.

આ કારણે સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું :

આ એક વૈજ્ઞાનિક તથ્ય છે કે સૂક્ષ્મ જીવો રાત્રિ દરમિયાન મોટી માત્રામાં ફેલાય છે. આવી સ્થિતિમાં સૂર્યાસ્ત પછી ખોરાક બનાવવાથી, સૂક્ષ્મ જીવો ખોરાકમાં પ્રવેશ કરે છે.

આ તમામ જીવો ખોરાક ખાધા પછી પેટમાં જાય છે જૈન ધર્મમાં તેને હિંસા માનવામાં આવે છે. આ કારણથી જૈન ધર્મમાં રાત્રિભોજનને વર્જિત માનવામાં આવે છે.

આ પરંપરા સાથે જોડાયેલું બીજું કારણ સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. સૂર્યાસ્ત પછી આપણી પાચન શક્તિ ધીમી પડી જાય છે. તેથી, સૂર્યાસ્ત પહેલા ભોજન કરવાની પરંપરા હિન્દુઓ તેમજ જૈનોમાં છે.

એવું પણ કહેવાય છે કે આપણું પાચનતંત્ર કમળ જેવું છે. જેની સરખામણી બ્રહ્મ કમળ સાથે કરવામાં આવી છે. કુદરતી સિદ્ધાંત છે કે કમળ સૂર્યના ઉદય સાથે ખીલે છે. અને અસ્ત થવાની સાથે તેની પાંખડી ફરીથી ભેગી થઇ જાય છે.

એજ રીતે, પાચનતંત્ર પણ સૂર્યપ્રકાશમાં ખુલ્લું રહે છે અને જ્યારે સૂર્ય આથમે છે ત્યારે બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં આપણે ખોરાક ગ્રહણ કરીએ તો બધો ખોરાક બંધ કમળની બહાર વેરવિખેર થઈ જાય છે.

તે પાચન તંત્રમાં સમાઈ શકતું નથી. તેથી શરીરને જે ઉર્જા ખોરાકમાંથી મળવી જોઈએ તે મળતી નથી અને ખોરાક નાશ પામે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.