તેલ શબ્દ જ તલના તેલ માટે ઓળખાતો હતો, પણ આજે એના ફાયદા ભુલાવી દેવાયા છે.

તલનું તેલ .. ધરતીનું અમૃત !!

જો આ ધરતી ઉપર રહેલ તમામ ઉત્તમ ખાદ્ય પદાર્થોની વાત કરવામાં આવે, તો તલના તેલનું નામ જરૂર આવશે. અને તે ઉત્તમ પદાર્થ બજારમાં મળતા નથી, અને નવી પેઢીઓને તેના ગુણની ખબર નથી.

કેમ કે નવી પેઢી તો ટીવીની જાહેરાત જોઇને જ બધી વસ્તુ ખરીદે છે. અને તલના તેલનો પ્રચાર કંપનીઓ એટલા માટે નથી કરતી, કેમ કે તેના ગુણ જાણી લેવાથી તમે તેમના દ્વારા વેચવામાં આવતા તળેલા તૈલી પદાર્થો જેવા કે તે તેલ કહે છે તે લેવાનું બંધ કરી દેશો.

તલના તેલમાં એટલી શક્તિ હોય છે કે તે પથ્થરને પણ તોડી નાખે છે. પ્રયોગ કરીને જુવો.

તમે ડુંગરનો પથ્થર લઇ લો અને તેને વાટકામાં ખાડા જેવું બનાવી લોટમાં પાણી, દૂધ, ઘી કે તેજાબ સંસારનું કોઈપણ કેમિકલ્સ, એસીડ નાખી દો, પથ્થર તેવો ને તેવો જ રહેશે, ક્યાય નહી જાય.

પણ જો તમે આ વાટકીમાં મુકેલ પથ્થરમાં તલનું તેલ નાખી દો, તે ખાડામાં ભરી દો. ૨ દિવસ પછી તમે જોશો કે તલનું તેલ. પથ્થરની અંદર પ્રવેશ કરીને પથ્થરની નીચે આવી જશે. આ હોય છે તલના તેલની શક્તિ. આ તેલનું માલીશ કરવાથી હાડકાને પાર કરીને, હાડકાને મજબુતી પૂરી પાડે છે.

તલના તેલની અંદર ફોસ્ફરસ હોય છે જે પણ હાડકાની મજબુતીની મહત્વની ભૂમિકા ભજવે છે.

અને તલનું તેલ એવી વસ્તુ છે જે જો કોઈ પણ ભારતીય ધારે તો થોડી એવી મહેનત પછી સરળતાથી મેળવી શકે છે. ત્યારે તેને કોઈપણ કંપનીનું તેલ ખરીદવાની જરૂરિયાત જ નહિ રહે.

તલ ખરીદી લો અને કોઈપણ તેલ કાઢનાર વાળા પાસે તેનુ તેલ કઢાવી લો, પણ સાવચેત રાખો તલનું તેલ માત્ર કાચી ઘાણી (લાકડાની બનેલી) નો જ ઉપયોગ કરવો જોઈએ.

તલ શબ્દની વ્યુપ્તત્તિ તલ શબ્દથી જ થયેલ છે. જે તલમાંથી નીકળતું તે છે તેલ. એટલે તેલનો સાચો અર્થ છે “તલનું તેલ.”

તલના તેલમાં સૌથી મોટો ગુણ એ છે કે તે શરીર માટે આયુષભીનું કામ કરે છે. ભલે તમને કોઈપણ રોગ હોય તે તેની સામે લડવાની ક્ષમતા શરીરમાં વિકસાવવાની શરૂઆત કરી દે છે. તે ગુણ આ ધરતીના બીજા કોઈ ખાદ્ય પદાર્થમાં નથી જોવા મળતું.

સો ગ્રામ સફેદ તલ માંથી ૧૦૦૦ મીલીગ્રામ કેલ્શિયમ મળે છે. બદામની સરખામણીમાં તલમાં છ ગણા કરતા પણ વધુ કેલ્શિયમ છે.

કાળા અને લાલ તલમાં લોહ તત્વ પુષ્કળ પ્રમાણમાં હોય છે જે લોહીની ઉણપના ઇલાજમાં અસરકારક સાબિત થાય છે.

તલમાં રહેલ લેસીથીન નામનું રસાયણ કોલેસ્ટ્રોલના વહેવાને લોહીની નળીઓમાં જાળવી રાખવામાં મદદગાર બને છે.

તલના તેલમાં વિટામીન સી સિવાય તમામ જરૂરી પોષ્ટિક પદાર્થ છે, જે સારા આરોગ્ય માટે ખુબ જરૂરી હોય છે. તલ વિટામીન બિ અને જરૂરી ચરબી એસીડસથી ભરપુર છે. તેમાં મીથાનાઈન અને ટ્રાયપ્ટોફન નામના બે મહત્વના એમીનો એસીડસ હોય છે જે ચણા, મગફળી, રાજમાં, ચોળા અને સોયાબિન જેવા મોટાભાગના શાકાહારી ખાદ્ય પદાર્થમાં નથી હોતા.

ટ્રાયોપ્ટોફનને શાંતિ પૂરી પાડનારા તત્વ પણ કહેવામાં આવે છે જે ગાઢ ઊંઘ લાવવામાં સક્ષમ છે. તે ત્વચા અને વાળને પણ સ્વસ્થ રાખે છે. મીથોનાઇન લીવરને તંદુરસ્ત રાખે છે અને કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત રાખે છે.

તલ બીજ આરોગ્યવર્ધક ચરબીનો મોટો સ્ત્રોત છે જે ચયાપચનને વધારે છે. તે કબજિયાત પણ નથી થવા દેતું. તલબીજમાં રહેલ પોષ્ટિક તત્વ જેવા કે કેલ્શિયમ અને આયરન ત્વચાને કાંતિમય જાળવી રાખે છે.

તલમાં મોટા પ્રમાણમાં સેચુરેટેડ ચરબી હોય છે તેથી તેમાં બનેલા ખાદ્ય પદાર્થો ઊંચા લોહીના દબાણને ઓછું કરવામાં મદદ કરી શકે છે.

સીધો જ અર્થ છે કે જો તમે નિયમિત રીતે પોતાના દ્વારા કઢાવેલ શુદ્ધ તલનું તેલ સેવન કરશો, તો તમે પણ બીમાર થવાની શક્યતા પણ નહિ બરોબર થઇ જશે.

જયારે શરીરમાં બીમારી નહિ રહે તો ઉપચારની પણ જરૂરિયાત નહી રહે. એ તો આયુર્વેદ છે. આયુર્વેદનો મુખ્ય સિદ્ધાંત એ છે કે યોગ્ય આહાર વિહારથી જ શરીરને સ્વસ્થ રાખો જેથી શરીરને દવાની જરૂરિયાત જ ન રહે.

એક વાતનું ધ્યાન જરૂર રાખશો કે બજારમાં ઘણા લોકો તલના તેલના નામ ઉપર બીજું કોઈ તેલ વેચી રહેલ છે. જેની ઓળખ કરવી મુશ્કેલ થશે. તેવામાં તમારી સામે કાઢવામાં આવેલ તલના તેલનો જ વિશ્વાસ કરો. આ કામ થોડું મુશ્કેલ છે પણ પહેલી વખતના પ્રયત્ન તરીકે આ શુદ્ધ તેલ તમારી પાસે આવી જશે. જયારે ઈચ્છો ત્યારે જાવ અને તેલ કઢાવીને લઈ આવો.

તલમાં મોનો સેચુરેટેડ ચરબી એસીડ (mono unsaturated fatty acid) હોય છે, જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને સારું કોલેસ્ટ્રોલ એટલે એચ.ડી.એલ. (HDL) ને વધારવામાં મદદ કરે છે. તે હ્રદય રોગ, હ્રદયનો હુમલો અને ધમનીકલાકાઠીન્ય (atheroslerosis) ની શક્યતાને ઓછી કરે છે. કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે.

તલમાં સેસમીન (sesamin) નામનું એન્ટી ઓક્સીડેંટ (antioxdant) હોય છે, જે કેન્સરની કોશિકાઓને વધવાથી અટકાવવાની સાથે-સાથે અને તેના જીવિત રહેનાર રસાયણના ઉત્પાદનને પણ અટકાવવા મદદ કરે છે.

તે ફેફસાના કેન્સર, પેટનું કેન્સર, લ્યુકેમિયા, પ્રોસ્ટેટ કેન્સર, સ્તન કેન્સર અને અગ્નાસહાયનું કેન્સરની અસરને ઓછી કરવામાં ખુબ મદદ કરે છે.

તેમાં નિયાસીન (niacin) નામનું વિટામીન હોય છે જે તનાવ અને અવસાદને ઓછો કરવામાં મદદ કરે છે.
હ્રદયની માસપેશીઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

તલમાં જરૂરી મિનરલ જેવા કે કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, જીંક અને સેલેનિયમ હોય છે, જે હ્રદયની માસપેશીઓને સુચારુ રીતે કામ કરવામાં મદદ કરે છે અને હ્રદયને નિયમિત અંતરાલમાં ધબકવામાં મદદ કરે છે.

શિશુના હાડકાને મજબુતી પૂરી પાડે છે :

તલમાં ડાયટરી પ્રોટીન અને એનીમા એસીડ હોય છે જે બાળકોના હાડકાને વિકસિત થવામાં અને મજબુતી પૂરી પાડવામાં મદદ કરે છે.

દાખલા તરીકે ૧૦૦ ગ્રામ તલમાં લગભગ ૧૮ ગ્રામ પ્રોટીન હોય છે, જે બાળકોના વિકાસ માટે ખુબ જરૂરી હોય છે.
ગર્ભવતી મહિલા અને ભ્રુણ (foetus) ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

તલમાં ફોલિક એસીડ હોય છે, જો કે ગર્ભવતી મહિલા અને ભ્રુણના વિકાસ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
શીશુઓ માટે તેલ માલીશ તરીકે કામ કરે છે.

અધ્યયન મુજબ તલના તેલથી શિશુઓને માલીશ કરવાથી તેમની માસપેશીઓ મજબુત બને છે સાથે જ તેમનો વિકાસ સારો થાય છે.

આયુર્વેદ મુજબ આ તેલથી માલીશ કરવાથી શિશુ આરામથી સુઈ જાય છે. અસ્થી-સુષીરતા (osteoprosis) સામે લડવામાં મદદ કરે છે.

તલમાં ઝીંક અને કેલ્શિયમ હોય છે જે અસ્થી સુષીરતાની શક્યતાને ઓછી કરવામાં મદદ કરે છે. મધુમેહની દવાઓને અસરકારક બનાવે છે.

ડીપાર્ટમેન્ટ ઓફ બાયોથેકસનોલોજી વિનાયક મિશન યુનીવર્સીટી તમિલનાડુ (DePartment of Biothechnoloqy at Vnayala Missions University, Tamil Nadu) ના અધ્યયન મુજબ, આ ઊંચા લોહીનું દબાણ ઓછું કરવાની સાથે સાથે તેનું એન્ટી ગ્લીસેમિક અસર, લોહીમાં ગ્લુકોઝના સ્તરને ૩૬% ઓછું કરવામાં મદદ કરે છે. જયારે તે મધુમેહ વિરોધી દવા ગ્લીબેકલેમાઈડ (glibenclamide) સાથે ભળીને કામ કરે છે. તેથી ટાઈપ-૨ મધુમેહ (type-૨ diabetic) દર્દીઓ માટે તે મદદગાર સાબિત થાય છે.

દુધની સરખામણીએ તલમાં ત્રણ ગણું કેલ્શિયમ રહે છે. તેમાં કેલ્શિયમ, વિટામીન બિ અને ઈ આયરન અને જીંક, પ્રોટીનની પુષ્કળ માત્રા રહેલ છે અને કોલેસ્ટરોલ બિલકુલ નથી રહેતું.

તલનું તેલ એવું તેલ છે, જે વર્ષો સુધી ખરાબ થતું નથી, ત્યાં સુધી કે ગરમીના દિવસોમાં તેવું ને તેવું જ રહે છે.
તલનું તેલ કોઈ સામાન્ય તેલ નથી. તેના માલિશથી શરીરને ઘણો આરામ મળે છે. ત્યાં સુધી કે લકવા જેવા રોગ સુધી ઠીક કરવાની ક્ષમતા ધરાવે છે.

તેનાથી જો મહિલાઓના સ્તનની નીચેથી ઉપર તરફ માલીશ કરો તો સ્તન પુષ્ઠ થાય છે. શરદીની સિઝનમાં આ તેલથી શરીરનું માલીશ કરો, તો ઠંડક નો અહેસાસ થતો નથી.

તેનાથી ચહેરાનું માલીશ પણ કરી શકો છો. ચહેરાની સુંદરતા અને કોમળતા જાળવી રાખશે. તે સુકી ત્વચા માટે ઉપયોગી છે.

તલનું તેલ – તલ વિટામીન એ અને ઈ થી ભરપુર હોય છે. તેના લીધે તેનું તેલ પણ એટલું જ મહત્વ રાખે છે. તેને હળવું ગરમ કરીને ત્વચા ઉપર માલીશ કરવાથી નિખાર આવે છે. જો વાળમાં લગાવો છો, તો વાળમાં નીખાર આવે છે, લાંબા થાય છે.

સાંધાના દુ:ખાવામાં તો તલના તેલમાં થોડી સુંઠ પાવડર, એક ચપટી હિંગ પાવડર નાખીને ગરમ કરીને માલીશ કરો. તલનું તેલ ખાવામાં પણ એટલું જ પોષ્ટિક છે.

આપણા ધર્મમાં પણ તલ વગર કોઈ કાર્ય સિદ્ધ થતું નથી, જન્મ, મરણ, લગ્ન, યજ્ઞ, જપ, તપ,  પૂજન વગેરેમાં તલ અને તલના તેલ વગર શક્ય નથી. એટલે આ ધરતીના અમૃતને અપનાવો અને જીવન નીરોગી બનાવો.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવેલ માહિતી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા. વધુ જાણકારી માટે તમે ડોક્ટરની સલાહ જરૂર લેવી)