તમારા ઘરમાં જે પંખા લાગેલા છે તેમાં કેટલા પાંખડા હોય છે. ત્રણ? હા ત્રણ જ હોય છે. ભારતમાં ત્રણ પાંખડા વાળા પંખા જ જોવા મળે છે. અહિયાં ૪ પાંખડા વાળા પંખા ઘણા ઓછા જોવા મળે છે. શું ક્યારેય તમે ધ્યાન આપ્યું છે કે સીલીંગ ફેન એટલે પંખામાં લાગેલા પાંખડાની સંખ્યા ઓછી કે વધુ કેમ હોય છે? કદાચ એ વાત ની તમને ન ખબર હોય, પરંતુ ભારતમાં ત્રણ પાંખડા વાળા પંખાનો ઉપયોગ થાય છે અને વિદેશોમાં ચાર પાંખડા વાળા પંખા ઉપયોગ માં લેવામાં આવે છે. કદાચ તમને એ નહિ ખબર હોય કે એવું કેમ છે? આવો આજે અમે તમને આ જાણવા જેવી વાત જણાવીએ છીએ.
ભારત માં ૩ પાંખડા વાળા પંખા ઉપયોગ કરવા પાછળનું કારણ આજ સુધી કોઈએ નહિ જણાવ્યું હોય. પંખાનો ઉપયોગ ઠંડી હવા માટે કરવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં તે ઘણો આરામદાયક રહે છે. ત્રણ પાંખીયા વાળા પંખા ચાર પાંખીયા વાળા પંખાની સરખામણીમાં હળવા હોય છે અને ઘણા ઝડપથી ચાલે છે. એટલા માટે ભારતમાં મોટા ભાગે ત્રણ પાંખડા વાળા પંખાનો જ ઉપયોગ થાય છે.
ચાર પાંખડા વાળા પંખાની સરખામણીમાં ત્રણ પાંખડા વાળા પંખાથી વીજળીની બચત થાય છે. નાના રૂમ માટે ત્રણ પાંખડા વાળા પંખા ઘણા ફાયદાકારક હોય છે. તે રૂમના ચારે ખૂણા સુધી હવા પહોચાડે છે. સાથે જ ચાર પાંખીયાની સરખામણીમાં ત્રણ પાંખડા વાળા પંખા ઓછી કિંમતમાં મળી જાય છે. અમેરિકા, રૂસ કે ઠંડા દેશોમાં લોકો પોતાના ઘરો માં ૪ પાંખડા વાળા પંખાનો ઉપયોગ કરે છે. કેમ કે ત્યાં લોકો પાસે એયર કંડીશનર (એસી) હોય છે, એટલા માટે તે પંખાનો ઉપયોગ એસીને સ્પ્લીમેંટ તરીકે કરે છે, જેનો હેતુ એસીની હવાને આખા રૂમમાં ફેલાવવાનો હોય છે.
આવી પણ બીજી કેટલીય બાબતો છે. જે આપણે જાણતા નહિ હોઈએ, જો તમે આવી કોઈ જાણકારી ધરાવતા હોય તો આવશ્ય કોમેન્ટ બોક્ષમાં લાખો જેથી બીજા વ્યક્તિ પણ એ માહિતી જાણીને પોતાના જ્ઞાનમાં વૃદ્ધી કરી શકે.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.
આ માહિતી જનસત્તા/જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.