શું તમારા ખિસ્સામાં રહેલી નોટ નકલી તો નથી ને? આ રીતોથી કરો તેની ઓળખ

છેલ્લા થોડા સમયમાં કેન્દ્રની નરેંદ્ર મોદી સરકારે દેશમાં 2000 રૂપિયા, 500 રૂપિયા, 200 રૂપિયા, 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયાની નવી નોટ જાહેર કરી છે. એને નકલી નોટોને બંધ કરવાનું સારું પગલું માનવામાં આવ્યું હતું. પણ હવે નવી નોટોની પણ કોપી બનાવવામાં આવી રહી છે. બજારમાં નકલી નોટ દિવસેને દિવસે વધતી જઈ રહી છે.

નકલી નોટો તપાસવા માટેની તમને ઘણી રીતો ખબર હશે, છતાં પણ રૂપિયા સંબંધિત ઘણી બધી વાતો એવી છે જેના વિષે તમે નહિ જાણતા હોય. એવામાં અમે આજે તમને ભારતીય રિઝર્વ બેંકની ગાઈડલાઈન વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના માધ્યમથી તમે સરળતાથી નકલી નોટોને ઓળખી શકશો.

આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટોના સિક્યોરિટી થ્રેડ પર ત્રણ શબ્દ લખેલા હોય છે – ભારત, RBI અને નોટનું મૂલ્ય. એની સાથે જ નોટની ડાબી તરફ દેવનાગરીમાં એની કિંમત લખવામાં આવી હોય છે, અને એક વોટરમાર્ક પણ હોય છે. નોટની વચ્ચે મહાત્મા ગાંધીનો ફોટો હશે. નોટની જમણી તરફ અશોક સ્તંભ બન્યો હોય છે. નોટની પાછળના ભાગ પર ધ્યાન આપશો તો જોવા મળશે કે, એની ડાબી તરફ એનું પ્રિટિંગ વર્ષ છાપેલું હોય છે. મંગલ યાનનો ફોટો નોટની વચ્ચે સ્પષ્ટ જોવા મળશે.

આરબીઆઈ દ્વારા જાહેર કરેલી નોટ પર એક જ્યોમેટ્રિક પેટર્ન હોય છે, જે ગાંધીજીના ફોટાની એકદમ નજીક છે. હવે નોટને ત્રાંસી કરવામાં આવે તો નોટના સિક્યોરિટી થ્રેડનો રંગ લીલા માંથી ભૂરો થઈ જશે. મહાત્મા ગાંધી સિરીઝની નવી નોટમાં આરબીઆઈના ગવર્નરની સહી હોય છે. એની સાથે જ નોટ પર સ્વચ્છ ભારતનો લોકો પણ હશે.

દૃષ્ટિહીન આ રીતે ઓળખી શકે છે :

દૃષ્ટિહીન લોકો પણ નોટોની ઓળખ કરી શકે છે. નોટની આગળના ભાગ પર ડાબી અને જમણી તરફ સાત લાઈનો બનેલી હોય છે. લંબચોરસ આકૃતિઓમાં ઉપસેલા અક્ષરોમાં નોટની કિંમત લખેલી હોય છે. નોટ પર મહાત્મા ગાંધીની આકૃતિ અને અક્ષરોમાં લખેલી કિંમત ઉપસેલી હોય છે. એની સાથે નોટ પર અશોક સ્તંભની આકૃતિ પણ ઉપસેલી હશે.

આ છે નોટોની સાઈઝ :

આરબીઆઈ દ્વારા જાહેર કરેલી નોટોની એક નક્કી સાઈઝ હોય છે. 2000 રૂપિયાની નોટની સાઈઝ 66×166 એમએમ હોય છે. તેમજ 500 રૂપિયાની નોટની સાઈઝ 66×150 એમએમ હોય છે. 200 અને 100 રૂપિયાની નોટની સાઈઝ ક્રમશઃ 66×146 અને 66×142 એમએમ હોય છે, 100 રૂપિયાની નોટની સાઈઝ 63×142 એમએમ અને 50 રૂપિયાની નોટની સાઈઝ 66×135 એમએમ હોય છે. આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટની સાઈઝ 63×123 એમએમ હોય છે.

જો તમને નોટની ઓળખ કરવામાં કોઈ સમસ્યા આવી રહી છે તો તમે paisaboltahai.rbi.org. in વેબસાઈટ પર નવી નોટની બધી જાણકારી ફોટા અને ગ્રાફિક્સ સાથે સમજી શકો છો. આ વેબસાઈટ પર બધી નોટના ફીચર્સની જાણકારી મળશે.

2016 માં 24.61 કરોડની નકલી નોટ જપ્ત :

2016 માં જયારે નોટબંધી લાગુ કરવામાં આવી હતી, તો માનવામાં આવ્યું હતું કે, દેશમાં હવે નકલી નોટનો પ્રભાવ બંધ થઈ જશે. પણ એવુ ન થયું. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર નોટબંધી લાગુ થયાના બીજા જ વર્ષે નકલી નોટમાં ઘણો વધારો થયો હતો. 2016 માં કુલ 24.61 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. 1398 બનાવ દાખલ થયા અને 1376 આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

2017 માં 28 કરોડની નકલી કરન્સી જપ્ત :

એના બીજા વર્ષે એટલે કે 2017 માં એ આશા હતી કે નકલી કરન્સીનો ગ્રાફ હવે ઘણો નીચે જતો રહેશે. પણ પરિણામ એનાથી વિપરીત આવ્યું. એ વર્ષે 28 કરોડ રૂપિયાની કિંમતની નકલી નોટો જપ્ત કરવામાં આવી. એવી નોટોની સંખ્યા સાડા ત્રણ લાખથી વધારે હતી.

સૌથી વધારે પકડાઈ જૂની 500 રૂપિયાની નોટ :

ડેટા અનુસાર 2017 માં સૌથી વધારે 500 રૂપિયાની નકલી નોટ પકડવામાં આવી હતી. આખા દેશની કુલ 1,02,815 કરન્સી નોટો 500 રૂપિયાની પકડવામાં આવી હતી. બીજા સ્થાન પર 100 રૂપિયાની નોટની હતી, તેની કુલ 92,778 નકલી નોટ પકડાઈ હતી. એ પછી ત્રીજા નંબર પર બે હજારની નોટ હતી જેની કુલ 74,898 નકલી નોટ પકડાઈ હતી. ચોથા સ્થાન પર નોટબંધીના સમયે બંધ થયેલી 1000 રૂપિયાની નોટ છે, એની કુલ 65,371 નકલી નોટ પકડાઈ હતી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.