તમારા પર્સમાં આ ૮ વસ્તુ ભૂલથી પણ ન રાખો, નહિ તો બની શકો છો પાઈ પાઈ માટે ઓશિયાળા

પર્સ એક એવી વસ્તુ છે જેને દરેક વ્યક્તિ દરેક સમયે પોતાની સાથે રાખે છે. લોકો પાસે રહેલા એ પર્સમાં તમામ જરૂરી વસ્તુ રહેતી હોય છે, પછી તે એટીએમ કાર્ડ હોય કે પછી ડ્રાઈવિંગ લાયસન્સ. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે. જે પોતાના પર્સમાં પૈસા થોડા પણ રાખતા નથી. પર્સમાં પૈસા ન રાખવાની પાછળનું કારણ તે લોકો પર્સમાં પૈસા વધુ સમય સુધી ટકી ન શકવાનું બતાવતા રહે છે. જો તમે પણ તે લોકો માંથી એક છો જેના પર્સમાં પૈસા લાંબા સમય સુધી ટકી નથી શકતા, તો તેવામાં આ પોસ્ટ તમારા માટે જ છે. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા થોડી એવી વસ્તુ વિષે જણાવવાના છીએ. જેને જો તમે તમારા પર્સમાં રાખો છો, તો તમારા પર્સમાં તમારી મહેનતના પૈસા ક્યારે પણ વધુ લાંબા સમય સુધી ટકતા નથી. તો આવો જાણીએ તે વસ્તુ વિષે.

ભગવાનના ન રાખો ફોટા :-

હિંદુ ધર્મમાં માનવા વાળા મોટાભાગના લોકો પર્સમાં ભગવાનના ફોટાને રાખવાનું શુભ માને છે. પરંતુ અમે તમારી જાણકારી માટે જણાવી આપીએ કે એવું કરવું એક પ્રકારના વસ્તુ દોષ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રના જાણકારોના જણાવ્યા મુજબ કોઈ વ્યક્તિ પોતાના પર્સમાં ભગવાનના ફોટા રાખે છે, તો તેના પર્સમાં પૈસા વધુ સમય સુધી નથી ટકતા.

પૈસાને ગોઠવીને રાખવા :-

મોટાભાગના લોકો હંમેશા પોતાના પર્સમાં પૈસા ગોઠવીને ન રાખતા જેમ તેમ રાખતા હોય છે. પોતાના પર્સમાં પૈસાને જેમ તેમ રાખવા વાળા તે લોકોને કદાચ એ વાતની ખબર નથી હોતી કે એમ કરવાથી માતા લક્ષ્મી તેનાથી નારાજ થઇ જાય છે. માતા લક્ષ્મી નારાજ થઇ જવાને કારણે તે લોકોના પર્સમાં પૈસા વધુ સમય સુધી ટકતા નથી. એટલા માટે લોકો હંમેશા પોતાના પર્સમાં રૂપિયાને મોટાથી નાના ક્રમમાં રાખવા જોઈએ.

બીલ રાખવા પડી શકે છે મોંધા :-

ઘણા લોકો વીજળી બીલ કે પછી ટેલીફોનના બીલને સુરક્ષિત રાખવા માટે તેને પોતાના પર્સમાં રાખતા હોય છે, પણ વાસ્તુ શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિ એમ કરે છે. તો તે વ્યક્તિના દેવામાં વધારો થઇ જાય છે.

મૃત લોકોની યાદો સાંચવવી :-

ઘણા લોકો પોતાના પૂર્વજોની યાદોને સાંચવવા માટે પોતાના પર્સમાં તેમના ફોટા રાખતા હોય છે, જો કે ઘણું અશુભ માનવામાં આવે છે. એમ કરવાથી લોકોના જીવનમાં તેની ખરાબ અસર પડે છે.

પર્સમાં શાર્પ(ધારદાર) વસ્તુ ન રાખવી :-

ક્યારે ક્યારે ઘણા લોકો જાણે અજાણે પોતાના પર્સમાં શાર્પ વસ્તુને પણ રાખતા હોય છે. પોતાના પર્સમાં શાર્પ વસ્તુ રાખવા વાળા એ લોકોને એ વાતની ખબર નથી હોતી કે એમ કરવાથી નકારાત્મકતા વધે છે. નકારાત્મકતા વધવાને કારણે તેમના પર્સમાં પૈસા વધુ સમય સુધી ટકી નથી શકતા.

બિનજરૂરી વસ્તુ રાખવી :-

ઘણા લોકો પર્સમાં ક્યારે ક્યારે બિનજરૂરી કાગળો પણ રાખતા હોય છે. બિનજરૂરી કાગળોને પર્સમાં રાખવાથી લોકોથી માતા લક્ષ્મી હંમેશા નારાજ થઇ જાય છે. માતા લક્ષ્મીના નારાજ થવાને કારણે તે લોકોને પોતાના જીવનમાં ધન સંબંધી તકલીફોનો સામનો કરવો પડે છે.

ઘરની ચાવી :-

ઘણા લોકો પોતાના ઘરની ચાવીને સુરક્ષિત રાખવા માટે તેને પોતાના પર્સમાં રાખતા હોય છે, પરંતુ અમે તમારી જાણકારી માટે જણાવી આપીએ કે એમ કરવું ઘણું શુભ માનવામાં આવે છે. એમ કરવાથી વ્યક્તિના જીવનમાં નકારાત્મકતાથી ઘેરાવા લાગે છે. જેને કારણે તે વ્યક્તિની તકલીફો ઘણે અંશે વધી જાય છે.

ફાટેલી જૂની નોટો ન રાખો :-

ઘણા લોકો પોતાના પર્સમાં ફાટેલી જૂની નોટો પણ રાખતા હોય છે, પરંતુ એમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે. માતા લક્ષ્મીના નારાજ થવાને કારણે તે વ્યક્તિને પોતાના જીવનમાં હંમેશા આર્થીક તંગીનો સામનો કરવો પડે છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)