તમારા ટુવાલમાંથી આવે છે દુર્ગંધ, તેને દૂર કરવા માટે ફોલો કરો આ ટ્રિક્સ.

દુર્ગંધ દૂર કરવા અને જીવાણુ મુક્ત રાખવા માટે ટુવાલને યોગ્ય રીતે કરો સાફ, ફોલો કરો આ ટ્રિક્સ. હંમેશા સ્નાન અને ચહેરો લુછવા માટે એક જ ટુવાલનો ઉપયોગ કરવામાં આવે છે. વારંવાર એક જ ટુવાલનો ઉપયોગ કરવાને કારણે જ તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે, જેના કારણે જ ત્વચામાં સંક્રમણ ફેલાવાનો ભય રહે છે. જણાવી આપીએ કે ટુવાલ એક એવી વસ્તુ છે, જેને રોજ નથી ધોઈ શકતો અને એટલા માટે દુર્ગંધથી છુટકારો મેળવવા માટે તડકામાં રાખવો જરૂરી છે. આમ તો ક્યારે ક્યારે સારો એવો તડકો આપવા છતાં પણ ટુવાલ માંથી દુર્ગંધ નથી જતી.

એટલું જ નહિ ગંદો અને દુર્ગંધ વાળો ટુવાલ ઉપયોગ કરવાથી ખંજવાળની સમસ્યા પણ થઇ શકે છે. અને જો તાપમાં રાખવા છતાં પણ દુર્ગંધ નથી જતી, તો અમે અહિયાં જણાવી રહ્યા છીએ થોડી ટ્રીક્સ, જે અજમાવીને ટુવાલની ન માત્ર ગંદકી દુર થઇ જશે, પરંતુ દુર્ગંધ પણ નહિ આવે.

ઘણી જ કામની છે આ રીત : ટુવાલ સાફ કરવા માટે સફેદ વિનેગર અને બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે. વિનેગરમાં એસીડીક એસીડ હોય છે, જે તમામ પ્રકારનાં જામેલા જતુંને દુર કરવામાં મદદ કરે છે અને બેકિંગ સોડામાં ક્ષારનાં ગુણ હોય છે, જે ગંદકી અને તેલ દુર કરવામાં મદદ કરે છે. અને કોઈ પણ ટુવાલને સાફ કરવા માટે લીંબુનાં પાણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આવો જાણીએ ટુવાલને કેવી રીતે કરી શકાય છે સાફ?

પહેલું સ્ટેપ : ટુવાલને વોશિંગ મશીનમાં નાખીને તેની સાથે એક કપ સફેદ વિનેગર મિક્સ કરો. ધ્યાન રાખશો કે ટુવાલ માંથી જો વધુ દુર્ગંધ આવી રહી છે, તો એને હુફાળા પાણીમાં સાફ કરો. તે દરમિયાન વોશિંગ મશીનમાં ક્લીનીંગ ડીટર્જેન્ટ કે પછી ફેબ્રિક સોફ્ટનર વગેરેનો ઉપયોગ ન કરો. તે વોશ સાયકલમાં ટુવાલ ઉપરાંત કોઈ બીજા કપડાને ઉમેરશો નહિ.

બીજું સ્ટેપ : એક વખત જો વોશિંગ સાયકલ પૂરી થઇ જાય, તો ટુવાલને વોશિંગ મશીનમાં રહેવા દો. ટુવાલમાં ચોંટેલ જીવાણુંઓ મારવા માટે એક ગરમ તાપમાન નક્કી કરેલું હોવું જરૂરી છે. આવી રીતે ટુવાલને સાફ કરવાથી જીવાણું અને દુર્ગંધ બંને દુર થઇ જશે.

ત્રીજું સ્ટેપ : બેકિંગ સોડા અને સફેદ વિનેગરથી સાફ કરવા માટે ટુવાલને ડ્રાયરમાં નાખી દો અને સુકાવા માટે છોડી દો. જો ત્રણ તબક્કા કર્યા પછી પણ ટુવાલ માંથી થોડી ઘણી દુર્ગંધ આવી રહી છે, તો ત્રીજા તબક્કાને ફરીથી ધ્યાન રાખીને પુનરાવર્તિત કરો. અને વોશિંગ મશીનને ડ્રાયરમાં ટુવાલને સુકવ્યા પછી તેને તડકામાં રાખવાનું ન ભૂલશો.

આ વાતોને રાખો ધ્યાનમાં :

ટુવાલને ફોલ્ડ કરીને રાખતા પહેલા આ વાત ધ્યાનમાં રાખો કે તે સંપૂર્ણ રીતે સુકાઈ ગયો હોય. જો તેમાં થોડો પણ ભેજ રહી ગયો છે, અને દુર્ગંધ પણ આવી રહી છે, તો ફોલ્ડ કરવાને બદલે સારી રીતે તડકામાં સૂકવો.

સામાન્ય રીતે સ્નાન વખતે આપણે હંમેશા ટુવાલ શોધીએ છીએ, પરંતુ ઉપયોગ કર્યા પછી તેને સૂકવવાનું ભૂલી જઈએ છીએ. એવું બિલકુલ ન કરો, શરીરને લૂછ્યા પછી તેને તડકામાં ફેલાવો.

ટુવાલ ધોવા માટે યોગ્ય પ્રમાણમાં જ ડીટર્જેટનો ઉપયોગ કરો. વધુ ડીટર્જેટ ટુવાલ ઉપર થોડો ડીટર્જેટ છોડી દે છે. ખાસ કરીને જયારે કોઈ ઇફીશીએંસી વોશરમાં ઓછા પાણીમાં તેને ધોવામાં આવે છે.

તમે ધારો તો નેચરલ ફેબ્રિક સોફ્ટનર તરીકે આ રીતમાં સફેદ વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. તે તમારા ટુવાલને મુલાયમ રાખશે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.