તમારી આ 10 ખોટી આદતોના કારણે સવારે ઉઠ્યા પછી તરત નથી આવતું સંડાસ, જાણો તેનો ઉપચાર.

સવારે ઉઠીને તરત ખુલાસીને ઝાડો ના થવા પાછળ જવાબદાર છે તમારી આ 10 ખોટી આદતો, તેનો ઉપચાર પણ જાણી લો.

સવારે પોટી ન આવવાનું કારણ

સવારે ઉઠ્યા પછી પોટી ન આવવું એ એક મોટી સમસ્યા છે. આને કારણે લોકો સુસ્ત અને આળસનો ભોગ બની જાય છે. આ સિવાય ભૂખ ન લાગવી પણ એક સમસ્યા છે!

સામાન્ય રીતે સવારે ઉઠ્યા પછી થોડી મિનિટો પછી જ લોકો શૌચ માટે ટોઇલેટમાં જાય છે. ત્યાર પછી તેમના દિવસની શરૂઆત કરે છે. પરંતુ ઘણા લોકો એવા પણ છે, જે સવારે ઉઠતાની સાથે જ ચા અથવા કોફી અથવા બીડી અથવા સિગારેટની શોધ કરે છે, જેથી તે સરળતાથી પોટી કરી શકે.

આમ તો આ પ્રયત્નો પછી પણ તે સવારે સવારે યોગ્ય રીતે ફ્રેશ થઇ શકતા નથી. ઘણા લોકો ફ્રેશ થવા માટે રાત્રે ચુરણ પણ ફાંકે છે અને દવાઓ અથવા સીરપની મદદ લે છે. તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી.

ખરેખર, આ સમસ્યાનું સૌથી મોટું કારણ છે કબજિયાત અથવા ગેસ. અને આ કબજિયાતનું કારણ તમારી નબળી જીવનશૈલી છે, જેના વિશે અમે અહિયાં અમે તમને વિગતવાર જણાવી રહ્યા છીએ. તેમજ અમે તમને તેનાથી બચવાનાં ઉપાયો વિશે પણ જણાવીશું.

સવારે સવારે ફ્રેશ ન થવા પાછળનું કારણ શું છે?

સવારે સુઈને ઉઠ્યા પછી પોટી ન આવે તે માટેના ઘણા કારણો છે. જાણો તેના વિશે વિસ્તારથી …

1. મોડી રાત સુધી જાગવું

મોડી રાત સુધી મોબાઇલ ચલાવવો એ લોકો માટે જાગવાનું સૌથી મોટું કારણ છે. જ્યારે તમે મોડી રાત સુધી જાગશો, ત્યારે તમારું શરીર આરામ કરી શકશે નહીં. તેથી તમારી પાચક સિસ્ટમ સુસ્ત પડી જાય છે. મોડી રાત સુધી જાગવાથી તમારા શરીરની સીસ્ટમ ખરાબ થઇ જાય છે. આ કારણોને લીધે તમને સવારે ફ્રેશ થવામાં તકલીફ પડે છે.

2. ધૂમ્રપાન

આજકાલ યુવાનો અને પુખ્ત લોકોમાં ધૂમ્રપાન એક મોટી સમસ્યા છે. સિગારેટ અને તમાકુનું સેવન કરવાથી માત્ર તમારા ફેફસાં અને હૃદયને નુકસાન પહોચાડે છે પણ તે તમારી પાચન સિસ્ટમને પણ ખરાબ કરી દે છે. જેની અસર તમારા સંપૂર્ણ આરોગ્ય ઉપર પડે છે.

3. કસરત ન કરવી

સવારે ઉઠ્યા પછી તમારે થોડી વાર માટે કસરત જરૂર કરવી જોઈએ. સવારે બ્રશ કર્યા પછી ચાલવું જોગિંગ, સ્ટ્રેચિંગ અને યોગ-પ્રાણાયમ જરૂર કરવા જોઈએ. તેનાથી ન માત્ર તમને દિવસભર સક્રિય રાખે છે, પરંતુ તમારી પાચન શક્તિ પણ મજબૂત બનાવે છે. રાત્રે સારી ઊંઘ પણ આવે છે.

4. ઓછું પાણી પીવું

આપણા શરીર માટે સૌથી જરૂરી પાણી છે. જ્યારે તમે પાણી પીવો છો, તો તેનાથી તમારુ શરીર હાઇડ્રેટ રહે છે, તેમજ શરીરની તમામ ક્રિયાઓ ચાલતી રહે છે. ઓછું પાણી પીવાથી સ્ટુલ સખત બની જાય છે, તે તમારા આંતરડામાં ચોંટી જાય છે. તેનાથી હરસ, કબજિયાત થવાની શક્યતા વધી જાય છે. એટલા માટે સવારે ઉઠીને બે ગ્લાસ નવશેકું પાણી પીવો. તેનાથી તમારા આંતરડા સાફ થઇ જાય છે. આ સિવાય દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવો.

5. ચિંતા કરવી

જીવનશૈલીમાં થઇ રહેલા પરિવર્તનનું કારણ ચિંતા એક મુખ્ય મુદ્દો બની ગયો છે. ચિંતા એ માત્ર એક માનસિક સમસ્યા જ નથી, પરંતુ તેનાથી શરીરની કામગીરીને પણ અસર થાય છે. જે કબજિયાતનું કારણ બને છે. કબજીયાત વધુ થવાને કારણે જ સવારે ફ્રેશ થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

6. ખોરાકમાં ફળો અને શાકભાજીનો અભાવ

આપણો ખોરાક જ સ્વસ્થ શરીરનો આધાર છે. આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરવાથી તમે ઘણા પ્રકારના રોગોથી બચી શકો છો. તેમાં રહેલા પ્રોટીન, વિટામિન, ખનિજ અને ફાઈબર જેવા પોષક તત્વો શરીરને મજબુત બનાવવાની સાથે સાથે આંતરડાને પણ સ્વસ્થ રાખે છે.

7. સવારે નાસ્તો ન કરવો

સામાન્ય રીતે લોકો સવારે સારું ભોજન નથી ખાતા. સવારના નાસ્તામાં ચા, બ્રેડ અથવા બિસ્કિટ જ તેમનો નાસ્તો હોય છે. જ્યારે આવું ન થવું જોઈએ. સવારે નાસ્તો સ્વસ્થ હોવો જોઈએ. તેમાં ફણગાવેલા અનાજ, થુલી, સફરજન, બદામ અથવા તમે રોટલી શાકભાજી પણ ખાઈ શકો છો. સવારે 8 થી 9 દરમિયાન નાસ્તો કરો. લંચ બપોરે 12 થી 2 અને ડીનર સાંજે 7 વાગ્યા સુધીમાં કરો.

8. કોલ્ડ ડ્રિંક્સ અથવા સ્વીટ ડ્રિંક્સનો અતિશય વપરાશ

કેટલાક લોકો તરસ લાગે ત્યારે પાણી પીવાના બદલે કોલ્ડ ડ્રિંક્સ, પેકેટ બંધ જ્યુસ વગેરેનું સેવન કરે છે. ખરેખર, આ પીણામાં કેલરી વધુ હોય છે અને સાથે સાથે તે એસિડિટી અને કબજિયાતનું કારણ બને છે. તેવામાં તરસ લાગે છે, તો પાણી અથવા તાજા લીંબુપાણી પીવો.

9. ફાસ્ટ ફૂડ અને તળેલી વસ્તુઓનો વધુ પડતું સેવન

ક્યારે ક્યારે તમે ફાસ્ટ ફૂડ લઇ શકો છો (ઘરનું બનાવેલું હોય તો વધારે સારું રહે છે) પરંતુ મોટાભાગે તેનું સેવન કરવાથી તમારા પેટની તકલીફને વધારી શકે છે. ફાસ્ટ ફૂડ અને તળેલી શેકેલી વસ્તુ કબજિયાતનું કારણ બને છે. તે સ્ટુલને કડક બનાવે છે. તેના વધુ સેવનથી હરસની બીમારી થઈ શકે છે.

10. લાંબા સમય સુધી એક જ સ્થાન ઉપર બેસવું અથવા સુતા રહેવું

ખાસ કરીને, નોકરી કરનારાઓ અને દુકાનદારોને બેસીને કામ કરવું પડે છે. ખાસ કરીને, તે કબજિયાતનું એક મુખ્ય કારણ છે. સતત બેસી રહેવાની અસર આપણા આંતરડા અને પાચન તંત્ર ઉપર પડે છે. જો તમારે સતત બેસીને કામ કરવાની ફરજ પડે છે, તો કામ કરતી વખતે થોડી વાર જરૂર ચાલો.

તાત્પર્ય :-

જેમકે અમે તમને કહ્યું હતું કે સવારે પેટ સાફ ન હોવાનું મુખ્ય કારણ કબજિયાત છે અને તેના મુખ્ય કારણો વિશે અમે તમને વિસ્તારથી જણાવી દીધું છે. જો તમે આ ટેવોમાં સુધારો કરો છો, તો તમને આ સમસ્યાનું જરૂર નિરાકરણ મળશે.

વિડીયો :

આ માહિતી ઓન્લી માય હેલ્થ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.