ચેક કરો તમારી કીડની પાસ છે કે ફેલ, કિડનીના રોગી જરૂર વાચો આ પોસ્ટ ને

કીડની કેવીરીતે કામ કરે છે.

કીડની એક ખુબ જ અગત્યનું અંગ છે. તેની રચના માં લગભગ ત્રીસ જાતની ઘણી કોશિકાઓ જોડાયેલી છે તે ખુબ જ પાતળી નળીઓનું અત્યંત જટિલ ફિલ્ટર છે. જે આપણા લોહીમાંથી સતત પાણી, સોડીયમ, પોટેશિયમ તથા તેવા અસંખ્ય પદાર્થોને સાફ કરી ને પેશાબ દ્વારા બહાર કાઢે છે.

આ ફિલ્ટર તે બાબતમાં અદ્દભૂત છે કે અહિયાંથી જે પણ ગળાઈને નળીમાં નીચે આવે છે. તેને કીડની કહે છે.
જરૂરિયાત મુજબ લોહીને ખેચતું પણ રહે છે, અને આટલી પાતળી નળીઓની ફિલ્ટર માટે ની નળીઓની સંખ્યા હોય છે? એક કીડની માં અઢી લાખથી લઈને નવ લાખ જેટલી નળીઓ હોય છે. દર મીનીટે લગભગ એક લીટર લોહી તેનાથી પૂરું પડે છે જેથી કીડની તે લોહીને સાફ કરી શકે. દિવસમાં લગભગ દોઢ હજાર લીટર લોહીની સફાઈ થતું હોય છે. અને કીડની માત્ર આ જ કામ નથી કરતા તે તો તેના કામનો એક ભાગ છે, જે વિષે થોડી થોડી જાણકારી સામાન્ય માણસોને પણ છે પરંતુ તમને ખબર છે કે કીડનીની ખુબ મોટી કામગીરી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ (શાકર વગરે) તથા ફેટ (ચરબી) ની મેટાબોલીજમ (પાચન/ચય-અપ્ચ્ય) માં પણ છે. એટલા માટે કીડની ખરાબ થાય ત્યારે કુપોષણના લક્ષણ થઇ શકે છે પરંતુ તે પણ મુખ્ય લક્ષણ બનીને સામે આવી શકે છે. હાર્મોન્સ ને કારણે પણ કીડની ની અગત્યની કામગીરી છે. ઇન્સુંલીન, વિટામીન ડી, પેરાથાઈરોઈડ વગેરેની અસરને કારણે કીડની ની બીમારી બગડી શકે છે.

શરીરમાં લોહી બનાવવાની આખી પ્રક્રિયામાં કીડની નો ખુબ જ મોટો હિસ્સો છે. કીડની માં બનનારા ઇરીથ્રોપોઈરીન નામનો પદાર્થ લોહી બનાવનારી બોનમેરો ને (બોનમેરો ને તમે હાડકામાં લોહી ઉત્પન કરનારી ફેક્ટરી કહી શકીએ છીએ) લોહી બનાવવા માટે સ્ટીમ્યુલેટ કરે છે. તે ન થાય તો શરીરમાં લોહી બનવાનું બંધ કે ઓછું થઇ જાય છે. તેમાં ઘણી બધી વાતો થી ખુદ ડોક્ટર પણ જાણકાર નહી હોય અથવા તેમણે ક્યારેક વાચ્યું તો હશેપણ અત્યારે યાદ નથી. પરિણામે ઘણા ડોકટરો નું પણ આ મહત્વની બાબત ઉપર ધ્યાન નથી જતું કે કીડની ફેલ થનારા દર્દી પેશાબની તકલીફ કે સોજો વગેરે સિવાય પણ ઘણી રીતે સામે આવી શકે છે.

સવાલ એ છે કે આપણે ક્યારેક જાગૃત રહીને કીડનીનો ટેસ્ટ કરાવવો જોઈએ. કયા લક્ષણ છે જે કીડની ફેઈલ થવા તરફ જઈ રહી છે?

આપણી કીડની શરીરમાં સંતુલન જાળવી રાખવામાં ઘણા કાર્યોનું નિષ્પાદન કરે છે. તે અપશીષ્ઠ ઉત્પન થયેલા ને ફિલ્ટર કરીને પેશાબ દ્વારા બહાર કાઢે છે એટલે કે નિકાસ કરે છે. તે શરીરમાં પાણીનું પ્રમાણ, સોડીયમ, પોટેશિયમ અને કેલ્શિયમ નું પ્રમાણ (ઇલેક્ટ્રોલાઈટ્સ) ને સંતુલિત કરે છે. તે વધારાના અલ્મ અને ક્ષાર કાઢવામાં મદદ કરે છે જેનાથી શરીરમાં એસીડ અને ક્ષાર નું સંતુલન જળવાઈ રહે છે.

શરીરમાં કિડનીનું મુખ્ય કાર્ય લોહીનું શુદ્ધીકરણ કરવાનું છે. જયારે બીમારીના કારણે બન્ને કીડની તેનું સામાન્ય કાર્ય ન કરી શકે , તો કિડનીની કાર્યક્ષમતા ઓછી થઇ જાય છે. જેને આપણે કીડની ખરાબ થઇ કહીએ છીએ.

-કીડની ફેઈલ : કીડની ફેઈલ નું નિદાન કેવી રીતે થાય છે?

લોહીમાં ક્રિએટીનિન અને યુરીયા ના પ્રમાણની તપાસથી કાર્યક્ષમતા ની જાણકારી મળે છે. આમ તો કીડનીની કાર્યક્ષમતા શરીરની જરૂરિયાતથી વધુ હોય છે. એટલા માટે જો કિડનીની બીમારીથી થોડું નુકશાન થઇ જાય, તો પણ લોહીના પરીક્ષણમાં કોઈ ખામી જોવા મળતી નથી. પણ જયારે રોગોને લીધે બન્ને કીડની ૫૦% થી વધુ ખરાબ થઇ ગઈ હોય , ત્યારે લોહીમાં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણ સામાન્ય કરતા વધુ મળી આવે છે.

શું એક કીડની ખરાબ થવાથી કીડની ફેલ્યોર થઇ શકે છે નહી, કોઈ વ્યક્તિની બન્ને સ્વસ્થ કિડનીમાંથી એક કીડની ખરાબ થઇ ગઈ હોય કે તેને શરીરમાંથી કોઈ કારણસર કાઢી નાખવામાં આવેલ હોય તો પણ બીજી કીડની પોતાની કાર્યક્ષમતા વધારીને શરીરનું કાર્ય યોગ્ય રીતે કરી શકે છે.

– કીડની ફેલ્યોર ના બે મુખ્ય પ્રકાર છે :

એક્યુટ કીડની ફેલ્યોર અને ક્રોનિક કીડની ફેલ્યોર. આ બે પ્રકારની કીડની ફેલ્યોર ની વચ્ચે ની અંતરની સ્પસ્ટ ખબર હોવી જોઈએ.

૧. એક્યુટ કીડની ફેલ્યોર : એક્યુટ કીડની ફેલ્યોર માં સામાન્ય રીતે કામ કરતી બન્ને કીડની જુદા જુદા રોગોને કારણે નુકશાન થવાને લીધે ઓછા સમયમાં જ કામ બંધ કરી દે છે. જો આ રોગનો વહેલાસર યોગ્ય ઉપચાર કરવામાં આવે તો થોડા સમયમાં જ કીડની સમ્પૂર્ણ રીતે ફરીથી કામ કરવા લાગે છે અને પાછળથી દર્દીને દવા કે નિયમ ની બિલકુલ જરૂર રહેતી નથી. એક્યુટ કીડની ફેલ્યોર બધા દર્દીઓના ઉપચાર દવા અને નિયમ દ્વારા કરવામાં આવે છે. ઘણા દર્દીઓમાં ઓછા (થોડા દિવસો માટે ડાયાલીસીસની જરૂર હોય છે.

૨. ક્રોનિક કીડની ફેલ્યોર : ક્રોનિક કીડની ફેલ્યોર (ક્રોનિક કીડની ડીજીજC – CKD) માં ઘણા પ્રકારના રોગોને કારણે કિડનીની કાર્યક્ષમતા કમશઃ મહિના કે વર્ષોમાં ઓછી થવા લાગે છે અને બન્ને કીડની ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. હાલના સમયમાં વિજ્ઞાન માં ક્રોનિક કીડની ફેલ્યોર ને ઠીક કે સમ્પૂર્ણ નિયંત્રણ કરવાની કોઈ દવા ઉપલબ્ધ નથી. ક્રોનિક કીડની ફેલ્યોર ના બધા દર્દીનો ઉપચાર દવા, નિયમ અને નિયમિત તપાસ દ્વારા કરવામાં આવે છે. શરૂઆતમાં ઉપચારનો હેતુ નબળી કિડનીની કાર્યક્ષમતાને બચાવવી, કીડની ફેલ્યોરના લક્ષણોને કાબુમાં રાખવા અને આવનાર તકલીફને રોકવા નો પ્રયત્ન કરવો છે.

આ ઉપચાર નો હેતુ દર્દીના સ્વાસ્થ્યને સંતોષજનક રાખીને, ડાયાલીસીસ ની પરિસ્થિતિને બને ત્યાં સુધી ટાળવાની છે. કીડની વધુ ખરાબ થવાથી યોગ્ય ઉપચાર કરવા છતાં રોગના લક્ષણો વધતા જાય છે અને લોહીની તપાસમાં ક્રિએટીનીન અને યુરીયા નું પ્રમાણ ખુબ જ વધી જાય છે, આવા દર્દીઓમાં સફળ ઉપચાર નો વિકલ્પ ફક્ત ડાયાલીસીસ અને કીડની પ્રત્યારોપણ છે.

– નેફ્રોટીક સિન્ડ્રોમ :

નેફ્રોટીક સિન્ડ્રોમ એક સામાન્ય કિડનીની બીમારી છે. પેશાબમાં પ્રોટીનનું જવું, લોહીમાં પ્રોટીનના પ્રમાણમાં ઉણપ, કોલેસ્ટ્રોલનું ઉચું પ્રમાણ અને શરીરમાં સોજો આ બીમારીના લક્ષણો છે.

કિડનીના આ રોગને કારણે કોઈ પણ ઉંમરે શરીરમાં સોજો આવી શકે છે. પરંતુ ખાસ કરીને આ રોગ બાળકોમાં જોવામાં આવે છે. યોગ્ય ઉપચારથી રોગ ઉપર કાબુ મેળવવો અને પછી તે ફરી સોજો જોવા મળે, આ ક્રિયા વર્ષો સુધી ચાલતી રહે તે નેફ્રોટીક સિન્ડ્રોમ ની વિશેષતા છે. લાંબા સમય સુધી સોજો થવાને કારણે આ રોગ દર્દી અને પારિવારિક સભ્યો માટે એક ચિંતાજનક રોગ છે.

નેફ્રોટીક સિન્ડ્રોમમાં કીડની ઉપર કઈ ખરાબ અસર પડે છે? સરળ ભાષામાં તેવું કહી શકાય કે શરીરમાં ચારણી નું કામ કરે છે, જેના દ્વારા શરીરના બિન જરૂરી ઉત્સર્જીત પદાર્થ વધુ પાણી પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.

નેફ્રોટીક સિન્ડ્રોમ માં કીડની માં ચારણી જેવા છેદ મોટા થઇ જવાને લીધે વધુ પાણી અને ઉત્સર્ગી પદાર્થ ની સાથે સાથે શરીર માટે જરૂરી પ્રોટીન પણ પેશાબ સાથે નીકળી જાય છે. જેનાથી શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું થઇ જાય છે અને શરીરમાં સોજો આવવા લાગે છે.

પેશાબમાં જનારા પ્રોટીન નું પ્રમાણ મુજબ રોગીના શરીરમાં સોજા માં ઘટાડો કે વધારો થાય છે. નેફ્રોટીક સિન્ડ્રોમમાં સોજો થયા પછી પણ કીડનીની બિન જરૂરી પદાર્થોને દુર કરવાની કાર્યક્ષમતા યથાવત જળવાય રહે છે એટલે કે કીડની ખરાબ થવાની સંભાવના ખુબ ઓછી રહે છે.

– નેફ્રોટીક સિન્ડ્રોમ શા કારણે થાય છે?

નેફ્રોટીક સિન્ડ્રોમ થવાના કોઈ ચોક્કસ કારણો મળી શક્યા નથી. શ્વેતકણોમાં લીફોસાઈટ્સ ના કામમાં ખામી (Auto immune Desease)ને કારણે આ રોગ થાય છે એવી માન્યતા છે. ખોરાકમાં ફેરફાર કે દવાઓને આ રોગ માટે જવાબદાર ગણવું બિલકુલ ખોટી માન્યતા છે,

આ બીમારના ૯૦% દર્દી માં બાળકો હોય છે જેમાં નેફ્રોટીક સિન્ડ્રોમનું કોઈ ચોક્કસ કારણ નથી મળી શક્યું. તેવું પ્રાથમિક અને ઓપેથીક નેફ્રોટીક સિન્ડ્રોમ પણ કહે છે. (સામાની નેફ્રોટીક સિન્ડ્રોમ બે કે આઠ વર્ષના બાળકોમાં વધુ જોવા મળે છે)

શરૂઆતમાં નેફ્રોટીક સિન્ડ્રોમ ચાર મહત્વપૂર્ણ પેથોલાજીક્લ રોગોના લીધે થઇ શકે છે. મીનીમલ ચેન્જ ડીજીજ (MCD), ફોકલ સેગ્મેન્ટલ ગ્લોમેરુલોસ્કેલેરોસીસ (FSGS) મેમ્બરેનસ નેફ્રોપેથી અને મેમ્બ્રેનોપ્રોલીફરેટીવ ગ્લોમેરુલો નેફ્રાઈટીસ (MPGN) પ્રાથમિક નેફ્રોટીક સિન્ડ્રોમ એક વિશેષ નિદાન છે જેના વડે સેકેન્ડરી કારણોને એક એક કરીને દુર કરીને પછી જ એનો ઈલાજ થાય છે.

આવા `૧૦% થી પણ ઓછા કેસમાં નેફ્રોટીક સિન્ડ્રોમ ઉંમર લાયક માં જુદી જુદી બીમારીઓ, કારણોને લીધે થઇ શકે છે . જેમ કે સંક્રમણ, કોઈ દવાઓથી થયેલ નુકશાન, કેન્સર, વારસાગત રોગ, મધુમેહ, એસ.એલ.ઈ. એમાઈલોયડોસીસ વગેરેમાં આ નેફ્રોટીક સિન્ડ્રોમ ઉપરોક્ત બીમારીઓને કારણે થઇ શકે છે.

એમ.સી.ડી. એટલે કે મીનીમલ ચેન્જ ડીજીજ, બાળકોમાં નેફ્રોટીક સિન્ડ્રોમનું સૌથી સામાન્ય કારણ છે. આ રોગ ૩૫ % નાના બાળકોમાં (છ વર્ષની ઉંમર સુધી) અને ૬૫% કેસમાં મોટા બાળકોમાં ઇડીયોપેથીક (કોઈ કારણ વગર) નેફ્રોટીક સિન્ડ્રોમ માં થાય છે.

એમ.સી.ડી.(મીનીમલ ચેન્જ ડીજીજ) ના રોગીને લોહીનું દબાણ સામાન્ય રહે છે, લાલ લોહીની કોશિકાઓ, પેશાબમાં જરૂર કરતા ઓછી રહે છે. અને સીરમ ક્રિએટીનિન અને કોમ્પલીમેન્ટ C3/C4 નું મુલ્ય સામાન્ય રહે છે. નેફ્રોટીક સિન્ડ્રોમ ના બધા કારણોમાં એમ.સી.ડી. સૌથી ઓછી ખરાબ બીમારી છે. ૯૦% દર્દી સ્ટેરોયડ સારવારથી ઠીક થઇ જાય છે.

– નેફ્રોટીક સિન્ડ્રોમના મુખ્ય લક્ષણો :

૧. આ રોગ ખાસકરીને: બે થી છ વર્ષના બાળકોમાં જોવા મળે છે. તે સિવાયની ઉંમરની વ્યક્તિઓમાં આ રોગનું પ્રમાણ બાળકોની તુલનામાં ખુબ ઓછો જોવા મળે છે.

૨. સામાની રીતે આ રોગની શરૂઆતમાં તાવ અને ખાંસી પછી થાય છે.

૩. રોગની શરુઆત ના મુખ્ય લક્ષણોમાં આંખની નીચે અને ચહેરા ઉપર સોજો જેવા મળે છે આંખો ઉપર સોજો થવાને લીધે ઘણી વાર દર્દી સૌથી પહેલા આંખના ડોક્ટર પાસે સારવાર માટે જાય છે.

૪. આ સોજો જયારે દર્દી સુઈને ઉઠે છે ત્યારે વધુ જોવા મળે છે, જે આ રોગની ઓળખ છે. આ સોજો દિવસમાં વધવાની સાથે ધીમે ધીમે ઓછો થવા લાગે છે અને સાંજ સુધીમાં બિલકુલ ઓછો થઇ જાય છે.

૫. રોગના વધવાથી પેટ ફુલાય જાય છે, પેશાબ ઓછો થઇ જાય છે, આખા શરીરમાં સોજો આવવા લાગે છે અને વજન વધી જાય છે.

૬. ઘણી વાર પેશાબમાં આગ લાગ્યા જેવી અને જે જગ્યાએથી પેશાબ કર્યો હોય, ત્યાં સફેદ ડાઘ જોવા મળતા હોય તેવી ફરિયાદ રહે છે.

૭. આ રોગમાં લાલ પેશાબ થવો, શ્વાસ ફૂલવો અથવા લોહીનું દબાણ વધવું જેવા કોઈ લક્ષણ નથી જોવા મળતા.

૮. નેફ્રોટીક સિન્ડ્રોમમાં કઈ ગંભીર મુશ્કેલી ઉભી થઇ શકે છે?

૯. નેફ્રોટીક સિન્ડ્રોમમાં જે આવનારી તકલીફો હોય છે, જલ્દી સંક્રમણ થવું, નસમાં લોહીના ગઠા જામવા (દીપ વેન થોમ્બ્સીસ), રક્તાલ્પતા , વધેલ કોલેસ્ટોલ અને ટ્રાઈગ્લીસરાઇડ્સ ને કારણે હ્રદય રોગ થવો, કીડની ખરાબ થવી વગેરે મહત્વપૂર્ણ છે.

– નેફ્રોટીક સિન્ડ્રોમ નો ઉપચાર :

આ રોગીઓમાં, જેને શરીરમાં સોજો છે તેમના માટે પહેલું કામ છે નેફ્રોટીક સિન્ડ્રોમની તપાસ કરાવવી. લેબોરેટરીમાં તેની ચકાસણી કરવી જોઈએ.

પેશાબમાં વધુ પ્રમાણમાં પ્રોટીન જવું.

લોહીમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું થવું.

કોલેસ્ટ્રોલનું લેવલ વધવું.

૧. પેશાબ ની તપાસ :

પેશાબમાં વધુ પ્રમાણમાં પ્રોટીન જવું તે નેફ્રોટીક સિન્ડ્રોમ ના નિદાનની સૌથી અગત્યની નિશાની છે.

પેશાબમાં સ્વેત કણો કે લોહીનું ન જવું આ રોગના નિદાનની અગત્યની નિશાની છે.

૨૪ કલાકમાં પેશાબમાં જનારા પ્રોટીનની કુલ માત્ર ૩ ગ્રામ થી વધુ હોય છે.

૨૪ કલાકમાં શરીરમાંથી પ્રોટીન ઓછું થયું છે, તને અનુમાન ૨૪ કલાકના પેશાબને ભેગો કરી શકાય છે. તેનાથી પણ સરળ છે સ્પોટ/ક્રીએટીનીન એશ્યો. આ પરીક્ષણો થી પ્રોટીનના નુકશાનનું પ્રમાણનું સ્ટોક માપ મળે છે. આ પરીક્ષણો થી ખબર પડે છે કે પ્રોટીનનું નુકશાન હળવું, મધ્યમ કે ભારે પ્રમાણમાં થયું છે. આ નિદાન ઉપરાંત ૨૪ કલાક ના પેશાબમાં સંભવિત પ્રોટીનની તપાસથી આ બીમારીમાં ઉપચારના ઘણો સુધારો થયો છે, તેપણ જાણી શકાય છે. ઉપચાર માટે તેની ઉપર ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. પેશાબની તપાસ ફક્ત રોગના નિદાન માટે નહી પણ રોગના ઉપચાર કરીને કાબુમાં રાખવા માટે પણ ખુબ જરૂરી છે. પેશાબમાં જનારા પ્રોટીન જો બંધ થઇ જાય, તો આ ઉપચારની સફળતા બતાવે છે.

સામાન્ય તપાસ : મોટા ભાગમાં દર્દીઓમાં હોમોગ્લોબીન, સ્વેતકણો નું વગેરે ની તપાસ જરૂર મુજબ કરી શકાય છે. નિદાન માટે જરૂરી તપાસ: નેફ્રોટીક સિન્ડ્રોમના નિદાન માટે લોહીની તપાસમાં પ્રોટીન (એલ્બ્યુંમીન) ઓછું થવું અને કોલેસ્ટ્રોલ વધી જવો જરૂરી છે.

સામાન્ય : લોહીની તપાસ ક્રીએટીનીન નું પ્રમાણ સામાન્ય જોવા મળે છે. બીજી જરૂરી તપાસ: ડોક્ટર દ્વારા જરૂર મુજબ ઘણી વાર કરાવવામાં આવતી લોહીની વિશિષ્ઠ તપાસોમાં કોમ્પ્લોમેન્ટ, એ.એસ.ઓ. ટાઈટર, એ,એન.એ.ટેસ્ટ, એઇડ્સ ની તપાસ, હિપેટાઈટીસ – બી.ની તપાસ વગેરેનો સમાવેશ થાય છે.

2) રેડીઓલાજીક્લ તપાસ : એસ પરીક્ષણ માં પેટ અને કિડનીની સોનોગ્રાફી, છાતીનો એક્સરે વગેરે સામેલ હોય છે. કિડનીની બાયોપ્સીનેફોટીક સિન્ડ્રોમ નું સાચું કારણ અને અંર્તનીહીન પ્રકારને જાણવા માટે કિડનીની બાયોપ્સી સૌથી અગત્યની તપાસ છે. કીડની બયોપ્સીમાં કિડનીના ઉતક નો એક નાનો એવો નમુનો લેવામાં આવે છે અને લેબોરેટરીમાં તેની માઈક્રોસ્કોપ દ્વારા તપાસવા કરવામાં આવે છે.

નેફ્રોટીક સિન્ડ્રોમનો ઉપચાર : નેફ્રોટીક સિન્ડ્રોમના ઉપચારનું લક્ષ્ય છે દર્દીને લક્ષણોમાં રાહત અપાવવી, પેશાબમાં પ્રોટીનનું નુકશાન થઇ રહ્યું છે, તેમાં સુધારો લાવવો, જટિલતાઓ ને રોકવી અને ઈલાજ કરવો અને કીડનીને બચાવવાની છે. આ રોગ નો ઉપચાર સામાન્ય રીતે એક લાંબો સમય કે વર્ષો સુધી ચાલે છે.

શરીરમાં સોજો,પેશાબમાં પ્રોટીન, લોહીમાં ઓછું પ્રોટીન અને કોલેસ્ટ્રોલ નું વધી જવું નેફ્રોટીક સિન્ડ્રોમ ની નિશાની છે. પેશાબની તપાસ નેફ્રોટીક સિન્ડ્રોમના નિદાન અને ઉપચારનું નિયમન માટે ખુબ જ મહત્વનું છે. સંક્રમનનું કારણ થી નેફ્રોટીક સિન્ડ્રોમમાં સોજો વારવાર થઇ શકે છે. એટલા માટે સંક્રમણ ન થવાની કાળજી અગત્યની છે.

૧. આહારમાં પરેજી રાખવી : સોજો હોય અને પેશાબ ઓછો આવી રહ્યો છે તો દર્દીએ ઓછું પાણી અને મીઠું ઓછું લેવાની સલાહ આપવામાં આવે છે. મોટાભાગના બાળકોને પ્રોટીન સામાન્ય પ્રમાણમાં લેવાની સલાહ આપવામાં આવે છે.

૨. આહારમાં સલાહ : દર્દી માટે આહારમાં સલાહ કે મનાઈ કરવામાં આવે છે તે જુદા જુદા પ્રકારની હોય છે. પ્રભાવી ઉપચાર એટલે યોગ્ય આહારથી સોજો દુર થાય છે.

૩. સોજા ની હાજરી : તે દર્દીઓને જેને શરીરમાં સોજો હોય છે, તેમણે આહારમાં મીઠું ઓછું અને ટેબલ મીઠામાં મનાઈ અને ખાવાની વસ્તુમાં સોડીયમ નું પ્રમાણ વધુ હોય, તેના ઉપર માનાઈ કરવી જોઈએ જેનાથી શરીરમાં સોજો અને તળેલા પદાર્થો શરીરમાં જમા થતા અટકાવી શકાય છે. આમ તો આ બીમારીમાં તળેલા પદાર્થો ઉપર મનાઈ ની જરૂર નથી.

૪. સોજો થવા વાળા દર્દી : જે દર્દીઓને રોજ સ્ટેરોયડની ઉચા પ્રમાણનો ખોરાક મળે છે , તેમણે મીઠાનું પ્રમાણ માફક કરવું જોઈએ જેનાથી લોહીનું દબાણ વધવાનું જોખમ ન રહે. જે દર્દીઓ ને સોજો હોય તેમણે યોગ્ય પ્રમાણમાં પ્રોટીન આપવું જોઈએ જેનાથી પ્રોટીનનું જે નુકશાન થાય છે તેની ભરપાઈ થઇ શકે અને કુપોષણ થી બચી શકાય. જરૂરી માત્રામાં કેલેરી અને વિટામિન્સ પણ દર્દીને આપવા જોઈએ.

– લક્ષણ મુક્ત દર્દી :

૧. લક્ષણ મુક્ત સમય દરમિયાન સામાન્ય, સ્વસ્થ આહાર લેવાની સલાહ આપવામાં આવે છે.

૨. આહાર ઉપર બિન જરૂરી પ્રતિબંધ દુર કરવો જોઈએ. મીઠું અને તળેલા પદાર્થો નો પ્રતિબંધ ન રાખો. દર્દીને જરૂરી પ્રમાણમાં પ્રોટીન આપો.

૩.જો કીડની નુકશાન વાળી છે તો પ્રોટીનનું પ્રમાણ સીમિત રાખો. લોહી કોલેસ્ટ્રોલ ના સ્તર ને કાબુમાં રાખવા માટે આહારમાં વસા નું સેવન કરો.

૧. સંક્રમણ નો ઉપચાર અને રોકવો :

નેફ્રોટીક સિન્ડ્રોમ નો વિશેષ ઉપચાર શરુ કરતા પહેલા બાળકોને જો કોઈ સંક્રમણ ની તકલીફ હોય તો આવા સંક્રમણ ઉપર કાબુ કરવો ખુબ જરૂરી છે.
નેફ્રોટીક સિન્ડ્રોમથી પીડિત બાળકો શરદી, તાવ કે બીજા પ્રકારના સંક્રમણ થવાની શક્યતા વધુ રહે છે.

ઉપચાર દરમિયાન સંક્રમણ થવાથી રોગ વધી શકે છે. એટલા માટે ઉપચાર દરમિયાન સંક્રમણ ન હોય તેનું ખાસ ધ્યાન રાખો અને સંક્રમણ થાય તો તરત યોગ્ય ઉપચાર કરવો ખાસ જરૂરી છે.
૨. દવાઓ થી ઉપચાર : વિશિષ્ઠ દવાથી ઉપચાર

સ્ટેરોયડ સારવાર : નેફ્રોટીક સિન્ડ્રોમ માં લક્ષણ મુક્ત કરવા માટે પ્રેડ્નીસોલોન એક જાણીતો ઉપચાર છે. મોટાભાગના બાળકો ઉપર તેની અસર પડી છે. એક થી ચાર અઠવાડિયા માં સોજો અને પેશાબમાં પ્રોટીન બન્ને દુર થઇ જાય છે. પેશાબ જયારે પ્રોટીનથી મુક્ત થઇ જશે તો તેને રેમીશન કહે છે.

કામચલાઉ સારવાર : બાળકોના એક નાના સમૂહ જેની ઉપર સ્તેરાઇડ સારવાર ની સારી અસર થઇ નથી. તેમના પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ સતત વધી રહે છે. એવામાં કિડનીની આગળની તપાસ ની જરૂર રહે છે જેવી કે કિડનીની બાયોપ્સી. તેને લીવામીજોલ, સાઈકલોફોસ્ફેમાઈડ, સાઈકલોસ્પેરીન,ટેક્રોલીમસ,માઈક્રોફિનાઈલેટ વગેરે કામ ચલાઉ દવા આપી શકાય છે. સ્ટેરોયડની સાથે સાથે વેક્લ્પિત દવા પણ આપવામાં આવે છે. જયારે સ્ટેરોયડ નું પ્રમાણ ઓછું કરી દેવામાં આવે છે તો આ દવા રેમીશન ને જાળવી રાખવામાં ઉપયોગી બને છે.

નેફ્રોટીક સિન્ડ્રોમને દર્દી બાળકો બીજા સંક્રમણો થી ગ્રસ્ત થઇ શકે છે. નેફ્રોટીક સિન્ડ્રોમ માં સંક્રમણ ને રોકવો, તેની જલ્દી ઓળખ અને ઉપચાર કરવો ખુબ જરૂરી છે. કેમ કે સંક્રમણ, નિયંત્રિત બીમારીને વધારી શકે છે (ત્યારે જયારે દર્દીનો ઈલાજ ચાલી રહ્યો હોય)

સંક્રમણ થી બચવા માટે પરિવાર અને બાળકો ને ચોખ્ખું પાણી પીવાની અને સારી સફાઈ સાથે ધોવાની ટેવ પડવી જોઈએ. ભીડ ભાડ વળી જગ્યાઓથી સંક્રમણ રોગીઓના સમ્પર્કમાં આવવાથી બચવું જોઈએ.

જયારે સ્ટેરાઇડ નો કોર્ષ પૂરો થઇ ગયો હોય તો નિયમિત ટીકાકરણ ની સલાહ આપવી જોઈએ.

– દેખરેખ અને તપાસ કરવી :

સંભવિત : નેફ્રોટીક સિન્ડ્રોમ એક લાંબા સમય સુધી (ઘણા વર્ષો) સુધી રહે છે. માટે આ જરૂરી છે કે ડોક્ટર ની સલાહ મુજબ તેની નિયમિત તપાસ થવી જોઈએ. તપાસ દરમિયાન ડોક્ટર દ્વારા દર્દી નો પેશાબ માં પ્રોટીન ને નુકશાન, વજન રક્ત ચાપ, દવાની આડ અસર અને કોઈ પણ પ્રકારની જટિલતા નું ધ્યાન રાખવામાં આવે છે.
દર્દીએ પોતાનું વજન અને તેનો રેકર્ડ રાખવો જોઈએ. વજન ચાર્ટ, શરીરમાં પાણીનું પ્રમાણમાં વધારો કે ઘટાડો ઉપર ધ્યાન રાખવામાં મદદ કરે છે.

પરિવારને નિયમિત રીતે ઘરમાં, પ્રોટીન માટે પેશાબ પરીક્ષણ કરવાનું શીખડાવી દેવું જોઈએ. તે સિવાય બધા પેશાબ પરીક્ષણ, તેના પરિણામ અને બધી દવાઓનું વિવરણ અને તે લેવાનો ટાઇમ ની વિગતવાર જાણકારી ડાયરીમાં રાખવા માટે શીખડાવવું જોઈએ. તેને બીમારીને ફરી વધવાનો પહેલેથી જ ખબર પડી જાય છે જે ઈલાજ માટે ઉપયોગી બને છે.

વિનમ્ર અપીલ : મિત્રો તમને અમારી આ પેસ્ટ કેવી લાગી કમેન્ટ કરીને અમને જરૂર જણાવશો . તમે હમેશા અમારી પોસ્ટો ને વાચતા રહો અને શેયર કરીને તમારા મિત્રોને પણ જરૂર બતાવતા રહો.તમે પોસ્ટ ને આખી વાચી એટલા માટે તમને ખુબ ખુબ ધન્યવાદ.


Posted

in

, ,

by