તમારું ભાગ્ય પલટી નાખશે માં લક્ષ્મીના આ 5 મહામંત્ર, જાણો આના જપની યોગ્ય રીત

માં લક્ષ્મીને હિંદુ ધર્મમાં ધનની દેવી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારના ધન સંબંધિત સમસ્યા ચાલી રહી છે, તો માં લક્ષ્મીના શરણમાં જવું જોઈએ. જે વ્યક્તિ માતા રાનીને પ્રસન્ન કરવામાં સક્ષમ હોય છે, તેને પુષ્કળ આશીર્વાદ અને ઘણા પૈસા મળે છે. ધનની બાબતમાં તેનું નસીબ બદલાવા લાગે છે. આપણા જીવનને ઉત્તમ બનાવવામાં ધન મહત્વની ભૂમિકા ભજવે છે. પૈસા ખિસ્સામાં હોય તો માણસની પાસે આત્મવિશ્વાસ પણ વધી જાય છે. તે પોતાની અને કુટુંબની જવાબદારીઓ પણ સારી રીતે નિભાવી શકે છે. પૈસાની જરૂર દરેકને હોય છે. પરંતુ તે દરેક પાસે હોય તે જરૂરી નથી. ખાસ કરીને પૈસા કમાવા તમારી મહેનત અને કામ ઉપર આધાર રાખે છે પરંતુ તેમાં ભાગ્ય પણ મોટી ભૂમિકા નિભાવે છે. તેવામાં તમારા ભાગ્યને બદલવા માટે અમે પાંચ મહામંત્ર જણાવવા જઈ રહ્યા છીએ. તેને જો તમે વિધિપૂર્વક માં લક્ષ્મી સામે જપો છો, તો તમને ધન લાભ જરૂર થશે.

પહેલો મંત્ર : ॐ ह्रीं ह्रीं श्री लक्ष्मी वासुदेवाय नम:। આ મંત્રના જાપ તમારે સવારે સૂર્યોદય થતા પહેલા કરવાનો રહેશે, તેને તમે સ્નાન કર્યા પછી પીળા વસ્ત્ર ધારણ કરીને જપો. આ મંત્ર માં લક્ષ્મી સામે બેસી ૭ વખત બોલો. તે દરમિયાન લક્ષ્મીજી સામે ઘી નો દીવડો પ્રગટતો રહેવો જોઈએ, મંત્ર સમાપ્ત થયા પછી દીવડાના ધૂપથી આરતી લો અને તમારી પ્રાર્થના માં સામે રાખો.

બીજો મંત્ર : ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:। આ મંત્ર તમારે શુક્રવારના દિવસે જપવાનો છે, તેમાં સમયનું કોઈ બંધન નથી, છતાં પણ ધ્યાન રાખશો તેને બપોરના સમયે ન જપશો, આ મંત્રને તમે કોઈ એકાંત અને શાંત જગ્યાએ જઈને સતત ૫૧ વખત જપો. એમ કરવાથી જ ભાગ્ય પ્રબળ બનશે અને તમને ધન લાભ જરૂર થશે.

ત્રીજો મંત્ર : ऊं श्रीं, ऊं ह्रीं श्रीं, ऊं ह्रीं श्रीं क्लीं वित्तेश्वराय: नम:। આ મંત્ર તમે અઠવાડિયામાં ક્યારે પણ અને કોઈ પણ સમયે બોલી શકો છો. આમ તો તેમાં ધ્યાન બસ એટલું રાખવાનું છે કે તેને એક પગ ઉપર ઉભા રહીને જપશો. તેનાથી તેની અસર ઘણી વધી જશે. આ મંત્રને તમે ઓછામાં ઓછું ૧૧ વખત જપો. ત્યાર પછી તમે તેમે વધારી શકો છો. જો તમે બીમાર કે વૃદ્ધ છો અને એક પગ ઉપર નથી ઉભા રહી શકતા, તો તેને બેસીને બોલી શકાય છે.

ચોથો મંત્ર : ॐ ह्रीं श्रीं क्लीं अर्ह नम: महालक्ष्म्यै, धरणेंद्र पद्मावती सहिते हूं श्री नम:। આ મંત્ર તમે તિજોરીમાં પૈસા રાખતા પહેલા બોલો. તેને તમારે ત્રણ વખત બોલવાનો છે. તેનાથી તમારા ઘરની સમૃદ્ધી ક્યારેય ઓછી નહિ થાય.

પાંચમો મત્ર : पद्मानने पद्म पद्माक्ष्मी पद्म संभवे, तन्मे भजसि पद्माक्षि येन सौख्यं लभाम्यहम्। આ મંત્રના જાપ તમે દિવસમાં બે વખત એટલે કે સવાર અને સાંજે કરો. એવું તમારે સતત 13 દિવસ સુધી કરવાનું છે. તેને એક બેઠકમાં કેટલી વખત બોલવાનો છે, તે તમારી ઉપર આધાર રાખે છે. તેને લઈને કોઈ કડક નિયમ નથી.

નોંધ : એક વાતનું ધ્યાન રાખશો કે આ બધા મંત્રોના જાપ પૂરી શ્રદ્ધા સાથે કરો. મન મારીને કે ખરાબ મુડમાં તેને ન જપો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.