રાત્રે સુતા પહેલા તાંબાના લોટામાં ભરી રાખેલ પાણી અને પછી જુઓ ચમત્કાર, જાણો અને શેયર કરો

આરોગ્ય માટે પાણી પીવું સારી ટેવ છે. તંદુરસ્ત રહેવા માટે દરેક માણસે દિવસમાં ઓછામાં ઓછું ૮-૧૦ ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. આયુર્વેદમાં કહેવામાં આવે છે કે સવારના સમયે તાંબાના પાત્રનું પાણી પીવું ખાસ કરીને ફાયદાકારક હોય છે. તે પાણી પીવાથી શરીરના ઘણા રોગો વગર દવા થી જ સારા થઇ જાય છે. સાથે જ, આ પાણીથી શરીરના ઝેરીલા તત્વ બહાર નીકળી જાય છે. રાત્રે આવી રીતે તાંબાના વાસણમાં રાખી મુકેલ પાણી ને તામ્રજળ ના નામથી ઓળખવામાં આવે છે.

તો ધ્યાન રાખવાની વાત એ છે કે તાંબાના વાસણમાં ઓછામાં ઓછું ૮ કલાક સુધી રાખવામાં આવેલ પાણી ફાયદાકારક હોય છે. જે લોકો ને કફની તકલીફ વધુ રહેતી હોય, તેમણે આ પાણી માં તુલસીના થોડા પાંદડા નાંખી દેવા જોઈએ. ઘણા ઓછા લોકો જાણે છે કે તાંબાના વાસણનું પાણી પીવાથી ઘણા બધા ફાયદા છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. રાત્રે ત્રાંબાના વાસણમાં રાખવામાં આવેલ પાણી પીવાથી થનારા થોડા ઉત્તમ ફાયદાઓ વિષે.

આ ૧૦ કારણોથી રોજ પીવો તાંબાના વાસણમાં રાખેલ પાણી (તામ્રજળ)

હમેશા દેખાશો યુવાન : કહેવામાં આવે છે કે, જે પાણી વધુ પીવે છે તેમની સ્કીન ઉપર વધુ ઉંમરે પણ કરચલી દેખાતી નથી. તે વાત એકદમ સાચી છે, પણ શું તમે જાણો છો કે તમે તાંબાના વાસણમાં પાણી ભરીને પીવો તો તેનાથી ત્વચા નું ઢીલાપણું વગેરે દુર થઇ જાય છે. ડેડ સ્કીન પણ નીકળી જાય છે અને ચહેરો હમેશા ચમકતો જોવા મળે છે.

થાઈરોઈડ ને કરે છે નિયંત્રિત : થાયરેક્સીન હર્મોનના અસંતુલનને લીધે થાઈરોઈડ ની બીમારી થાય છે. થાઈરોઈડના મુખ્ય લક્ષણોમાં ઝડપથી વજન ઘટવું, વધુ થાક અનુભવવો વગેરે છે. થાઈરોઈડ નિષ્ણાત માને છે કે કોપરના સ્પર્શ વાળું પાણી શરીરમાં થાયરેક્સીન હાર્મોન ને બેલેન્સ કરી દે છે. તે આ ગ્રંથીની કાર્યપ્રણાલીને પણ નિયંત્રિત કરે છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી રોગ નિયંત્રિત થઇ શકે છે.

ગઠીયામાં થાય છે ફાયદાકારક : આજકાલ ઘણા લોકોને નાની ઉંમરમાં જ ગઠીયા અને સાંધાના દુખાવાની તકલીફ થવા લાગે છે. જો તમે પણ આ તકલીફથી પરેશાન છો તો રોજ તાંબાના પાત્રનું પાણી પીવો. ગઠીયા ની તકલીફ થવાથી તાંબાના વાસણમાં એવા ગુણ મળી આવે છે, જેનાથી શરીરમાં યુરિક એસીડ ઓછું થઇ જાય છે અને ગઠીયા અને સાંધાના સોજાના લીધે થતા દુખાવામાં રાહત મળે છે.

સ્કીનને બનાવે સ્વસ્થ : મોટાભાગના લોકો સ્કીન માટે જાત જાતના કોસ્મેટીક નો ઉપયોગ કરે છે, તે સમજે છે કે કોસ્મેટીક ઉપયોગ કરવાથી ત્વચા સુંદર થઇ જાય છે, પણ તે સાચું નથી. સ્કીન ઉપર સૌથી વધુ અસર તમારી દિનચર્યા અને ખાવા પીવા ઉપર પડે છે. તેથી જો તમે તમારી સ્કીનને હેલ્દી બનાવવા માંગો છો તો તાંબાના વાસણમાં રાતભર પાણી ભરી રાખો અને સવારે તે પાણી પીવો. નિયમિત રીતે આ નુસખો અપનાવવા થી સ્કીન ગ્લોઈંગ અને સ્વસ્થ લાગવા લાગશે.

હ્રદયને બનાવે હેલ્દી : તનાવ આજકાલ બધાની દિનચર્યાનો ભાગ બની ગયેલ છે. તેથી હ્રદય ના રોગ અને તનાવ થી પીડિત લોકોની સંખ્યા ઝડપથી વધતી જાય છે. જો તમારી સાથે પણ આ તકલીફ છે તો તો તાંબાના જગમાં રાત્રે પાણી ભરી લો. સવારે ઉઠીને તે પીવો. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી શરીરમાં લોહીનો સંચાર ઉત્તમ રહે છે. કોલેસ્ટ્રોલ કન્ટ્રોલમાં રહે છે અને હ્રદયની બીમારીઓ દુર રહે છે.

લોહીની ઉણપ કરે છે દુર : એનીમિયા કે લોહીની ઉણપની એક એવી સમસ્યા છે જેનાથી ૩૦ વર્ષની ઉંમરથી વધુ ઘણી ભારતીય મહિલાઓ પરેશાન છે. કોપર વિષે એ તથ્ય સૌથી વધુ આશ્ચર્યજનક છે કે શરીરની મોટાભાગની પ્રક્રિયાઓમાં ખુબ જ જરૂરી હોય છે. તે શરીર માટે જરૂરી પોષક તત્વોને અવશોષિત કરવાનું કામ કરે છે. તેથી તાંબાના વાસણમાં ભરી રાખવામાં આવેલ પાણી પીવાથી લોહીની ઉણપ કે વિકાર દુર થઇ જાય છે.

કેન્સર સામે લડવામાં ઉપયોગી : કેન્સર થાય તો હમેશા તાંબા ના વાસણમાં રાખવામાં આવેલ પાણી પીવું જોઈએ. તેનાથી ફાયદો થાય છે. તાંબાના વાસણમાં ભરી રાખેલ પાણી વાત, પિત્ત અને કફ ની તકલીફને દુર કરે છે. આવા પ્રકારના પાણીમાં એન્ટી-ઓક્સીડેંટ પણ હોય છે, જે આ રોગ સામે લડવાની શક્તિ અર્પણ કરે છે. અમેરિકન કેન્સર સોસાયટી મુજબ, કોપર ઘણી રીતે કેન્સર ના દર્દીને મદદ કરે છે. આ ધાતુ ફાયદાકારક હોય છે.

સુક્ષ્મજીવોને નાશ કરે છે : તાંબાની પ્રકૃતિ માં ઓલીગોડાયનેમિક તરીકે (બેક્ટેરિયા ઉપર ધાતુઓની સ્ટરલાઈઝ અસર) ગણવામાં આવે છે. તેથી તેના વાસણમાં ભરી રાખવામાં આવેલ પાણીના ઉપયોગથી નુકશાનકારક બેક્ટેરિયાનો સરળતાથી નાશ કરી શકે છે. તેમાં રાખેલ પાણી પીવાથી ડાયરિયા, દસ્ત અને કમળો જેવા રોગના જીવાણુઓ પણ મરી જાય છે, પણ પાણી ચોખ્ખું અને સ્વચ્છ હોવું જોઈએ.

વજન ઘટાડવામાં મદદ કરે છે : ઓછી ઉંમરમાં વજન વધવું આજકાલ એક સામાન્ય તકલીફ છે. જો કોઈપણ વ્યક્તિ વજન ઘટાડવા માંગે છે તો કસરત સાથે જ આ તાંબાના વાસણમાં રાખવામાં આવેલ પાણી પીવું જોઈએ. આ પાણી પીવાથી શરીરમાં વધારાની ચરબી ઓછી થઇ જાય છે. શરીરમાં કોઈ ઉણપ કે નબળાઈ પણ નથી આવતી.

પાચન ક્રિયા ને સારી કરે છે : એસીડીટી કે ગેસ કે પેટની બીજી કોઈ તકલીફ થાય તો તાંબાના વાસણનું પાણી અમૃત જેવું કામ કરે છે. આયુર્વેદ મુજબ, જો તમે તમારા શરીરના ઝેરીલા પદાર્થો ને બહાર કાઢવા માગો છો તો તાંબાના વાસણમાં ઓછામાં ઓછું ૮ કલાક રાખવામાં આવેલ પાણી પીવો. તેનાથી રાહત મળશે અને પાચન ની તકલીફ પણ દુર થઇ જશે.