તમે આ છોકરાને મીમ્સ, GIF કે ફોટામાં ખુબ જોયો હશે, પણ શું તમે જાણો છો આ પ્રખ્યાત મીમ્સ બોય કોણ છે?

જેને તમે દરેક મીમ્સમાં બાળક સમજીને મજા લો છે તે શું હકીકતમાં બાળક છે? વાંચો આ ફેમસ મીમ્સ બોય વિષે. તે કહેવત તો સાંભળી જ હશે, નાનું તીર ઈજા કરે ગંભીર, તેનો અર્થ છે ક્યારેય કોઈના નાના કદથી તેની હેસિયત ન આંકવી જોઈએ. કેમ કે હંમેશા મોટા ધડાકા એક નાનો એવો ડાયનામાઈટ જ કરે છે.

એવું જ એક નાના એવા શરીરમાં વિશાળકાય ટેલેન્ટ સમાયેલા જે વ્યક્તિ વિષે અમે આજે વાત કરવા જઈ રહ્યા છીએ તેને તમે સોશિયલ મીડિયા ઉપર કોઈ મિમ, GIF, વિડીયો કે પછી તસ્વીરોમાં જરૂર હોય હશે, પરંતુ કદાચ કોઈ તેના વિષે જાણતા હોય. પ્રસંગ હાસ્યનો હોય કે પછી દુઃખ વ્યક્ત કરવાનો. સોશિયલ મીડિયા ઉપર આ તસ્વીર મિમબાજો માટે સૌથી ઉત્તમ હથી યારનું કામ કરે છે.

આમ તો સોશિયલ મીડિયા જે બાળકની તસ્વીરને મીમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેનું નામ Osita Iheme છે. તે આફ્રિકી દેશ નાઈઝીરીયાના રહેવાસી છે. Osita ‘નોલીવુડ’ એટલે ‘નાઈઝીરીયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી’ ના જાણીતા કલાકાર છે. તે અત્યાર સુધી 100 થી વધુ નાઈઝીરીયન ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

સોશિયલ મીડિયા ઉપર Osita Iheme ને બાળક સમજવા વાળાને જણાવી આપીએ કે તે બાળક નથી, પરંતુ 39 વર્ષનો યુવક છે, પરંતુ કદમાં થોડા નાના હોવાને કારણે લોકો તેને બાળક સમજવા લાગે છે. પરણિત છે અને તેની પત્નીનું નામ Noma છે.

સોશિયલ મીડિયા ઉપર દેખાતા Osita નું મીમ્સ વર્ષ 2003 માં આવ્યું તેની ફિલ્મ ‘AKI NA UKWA’ ના શોટ્સ અને ક્રોપ ક્લિપ્સ છે. તે તેમની ડેબ્યુ ફિલ્મ પણ હતી. આ ફિલ્મમાં તેનું નામ PawPaw હતું, નાઈઝીરીયામાં Osita ને તે નામથી ઓળખવામાં આવે છે.

Osita ને 2007 માં ‘આફ્રિકા મુવી એવોર્ડ્સ’ માં લાઈફટાઈમ અચીવમેંટ એવોર્ડ’ મળ્યો હતો. તે ‘આફ્રિકા મુવી એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર ઇન લીડીંગ રોલ’ માટે પણ નોમીનેટ થઇ ચુક્યા છે. તે ઉપરાંત ‘નાઈઝીરીયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન માટે વર્ષ 2011 માં તેને રાષ્ટ્રપતિ ગુડલક જોનાથન દ્વારા ‘ઓર્ડર ઓફ ધ ફેડરલ રી પબ્લિક’ ના સભ્ય ‘નાઈઝીરીયાઈ રાષ્ટ્રીય સન્માન’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વર્ષ 2007 માં Osita Iheme ને આફ્રિકા મુવી એવોર્ડ્સમાં લાઈફટાઈમ અચીવમેંટ એવોર્ડ મળ્યો હતો. તે ઉપરાંત તે ‘આફ્રિકા મુવી અકેડમી એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર ઇન લીડીંગ રોલ’ માટે પણ નોમીનેટ થઇ ચુક્યા છે, તે ઉપરાંત Osita એક મોટીવેશનલ પુસ્તક ‘INSPIRED 101’ પણ લખી ચુક્યા છે. તે ‘Inspired Movement Africa’ ના સંસ્થાપક પણ છે. તે સંસ્થા તેમને નાઈઝીરીયા અને આફ્રિકાના યુવાનોને પ્રેરિત કરવા, મોટીવેટ કરવા અને તેને પ્રોત્સાહિત કરવા માટે સ્થાપિત કરી હતી.

હવે જાણીએ Osita કેવી રીતે બન્યા Meme Boy : Osita ને Meme Star બનાવવાનું શ્રેય બ્રાજીલની રહેવાસી નિકોલને જાય છે. નિકોલે Osita ની ફિલ્મો જોઈ અને તે તેના અભિનયથી એટલી પ્રભાવિત થઇ કે તેણે ટ્વીટર ઉપર ‘નોલીવુડ ટ્રોલ’ નામથી એક એકાઉન્ટ બનાવી નાખ્યું, ત્યાર પછી તે Osita ની ફિલ્મોના ફની સિંસ પોસ્ટ કરવા લાગી. ધીમે ધીમે વિડીયોજ ઉપર વ્યુસ વધવા લાગ્યા અને Osita સોશિયલ મીડિયા ઉપર શેયર થવા લાગ્યા.

Osita ના મીમ્સને ગ્લોબલ રીચ ત્યારે મળી જયારે અમેરિકન પોપ સ્ટાર રિહાનાની કંપની ‘Fenty Beauty’ એ તેનો મિમ વિડીયો શેર કર્યો. ત્યાર પછી પ્રસિદ્ધ અમેરિકી રેપર ’50 Cent’ એ પણ Osita ના મિમને શેર કરી તેને ગ્લોબલ રીચ આપી.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.