દેવાની જાળામાં ફસાઈ તો નથી રહ્યાને તમે, આ 6 સંકેતોથી કરો તપાસ.

સામાન્ય રીતે આપણે ઉધારી લેવાથી બચીએ છીએ પણ આજની જરૂરિયાત પૂરી કરવા માટે ઉધાર પૈસાનો સહારો લેવો પડે છે. ઉધાર પૈસાને સ્માર્ટ રીતે મેનેજ કરવું ખૂબ જરૂરી છે. જેથી તે સમય સાથે ચૂકવાઈ જાય અને તમારે નુકશાનના ઉઠાવવવું પડે.

જો તેને બુદ્ધિ પૂર્વક આયોજન કરવામાં ના આવે તો તે તમને કંગાલ પણ બનાવી શકે છે અને તમે દેવાના બોજમાં ફસાતા જશો અને તમને આર્થિક રીતે નુકશાન પહોંચાડી દેશે. જો ક્યાયથી ઉધારી લીધી હશે, તો તમે દેવાના જાળમાં ફસાતા જાવ છો કે નહીં, આ કાંઈક સંકેતોથી તમે જાણી શકો છો. આ સંકેતો કંઈક આ મુજબ છે.

૧) પૂરતી બચતના હોવી. :-

દરેક પોતાના મહિનાના પગાર માંથી ઓછામાં ઓછા 1૦-૨૦ ટકા બચાવે છે. જો તમારો પૂરો પગાર વપરાઈ જાય છે તો તમારી કોઈ બચત રહેતી નથી. પૂરો પગાર વપરાઈ જવાનો અર્થ એ છે કે તમારા ખર્ચા નિયંત્રણની બહાર છે. આવામાં જલ્દી તમારા ખર્ચા તમારી આવક કરતા વધી જશે એટલે કે તમને તમારી આવક ઓછી પડશે, જો આવું થયું તો તમને ઉધારી લેવાની જરૂર પડશે.

૨) રોજબરોજના ખર્ચ અને લાઈફ સ્ટાઇલ માટે ઉધાર લેવું. :-

જ્યાં સુધી શક્ય હોય તમારે નિયમિત નિશ્ચિત ખર્ચ અને પોતાના જીવન જરૂરી વસ્તુ તમારી આવક માંથી જ પુરી થવી જોઈએ. ઉદાહરણ તરીકે જો કોઈ ખરીદી કરવી છે, તો તેને પોતાના પગાર માંથી કરો, ફરવા જવાની તૈયારી કરવી છે તો તે ખર્ચો પોતાની બચત માંથી કરો. જો તમે આમ કરવા સક્ષમ નથી અને આ ખર્ચા માટે ઉધાર લઈ રહ્યા છો, તો તમે તમારી આવકને યોગ્ય રીતે આયોજન કરી શકતા નથી.

૩) આવક માંથી ૫૦% થી વધારે EMI માં જવું. :-

અમુક લોકો એક સાથે ઘણી બધી લોન લે છે, જેમ કે એજ્યુકેશન લોન, હોમ લોન, કાર લોન ,પર્શનલ લોન કે પછી ક્રેડિટ કાર્ડ લોન. આના માટે દર મહિને હપ્તા ભરવા પડે છે. જેનું યોગ્ય રીતે આયોજન કરવું પડે છે. યોગ્ય રીતનો મતલબ છે કે EMI નું લેવલ તમારી માસિક આવક માંથી ૩૦-૪૦% હોવું જોઈએ. જો આ લેવલ આ આંકડા કરતા વધારે છે, તો તમે જોખમ લઇ રહ્યા છો. આવક માંથી ઈએમઆઇમાં જવાનો આંકડો જેટલો વધારે હશે. તમારી બચત એટલી ઓછી થતી જશે અને જરૂરિયાતના સમયે પૈસાની ખોટ ઉભી થશે .

૪) EMI અને બિલ ભરવાનું ભૂલી જવું. :-

જો તમે તમારી લોનનો હપ્તો અને બિલ ભરવાનું ભૂલી જાવ છો, તમારે તમારા પૈસાનું આયોજન કરવા ફરી વિચારવું જોઈએ. ઈએમઆઇ ચુકી જવાથી તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક પ્રભાવ પડે છે અને તમને લોન ડિફોલ્ટ કરી શકવાના મેસેજ આવે છે. આથી તમારે તમારા પેમેન્ટ માટે વધારે અનુશાસિત રહેવાની જરૂર છે.

આના માટે તમે તમારા હપ્તા અને બિલ પેમેન્ટ માટે તમારા એકાઉન્ટ માંથી ઓટોમેટીક પેમેન્ટ અથવા ડિડક્ટ પણ લગાવી શકો છો. આનાથી મહિનામાં સૌથી પહેલા તમારા હપ્તા ચૂકવાસે અને એના પછી તમે બચેલા પૈસા ખર્ચ, બચત કે રોકાણ કરી શકો છો .

૫) ક્રેડિટ કાર્ડ લોન નિયંત્રણથી બહાર હોવું. :-

ક્રેડિટ કાર્ડ પહેલા ખર્ચ કરવા અને પછી ચુકવવાની આઝાદી આપે છે. પરંતુ ક્રેડિટ કાર્ડથી લેવામાં આવેલી લોન યોગ્ય સમયે ચુકવવી જરૂરી છે. દરેક પ્રકારની લોન માંથી સૌથી મોંઘી લોન ક્રેડિટ કાર્ડ લોન હોય છે. એના પર સૌથી વધુ વાર્ષિક વ્યાજ દર હોય છે, જે અમુક મામલામાં ૫૦% કે તેથી વધુ પણ હોઈ શકે છે. આથી પોતાની ક્રેડિટ લિમિટ માંથી ૨૦-૩૦ ટકા વધારે ખર્ચ કરવાથી બચો સાથે જ ક્રેડિટ કાર્ડ લોનના વ્યાજને આપેલ સમયમાં ભરવાની કોશીશ કરો.

૬) હાલના દેવાને ચૂકવવા ઉધાર પૈસા લેવા. :-

જો તમે તમારા હાલના દેવાને ચૂકવવા માટે એક નવી ઉધારી લઈ રહ્યા છો, તો સમજી જાવ કે તમે દેવાના જાળમાં પુરી રીતે ફસાઈ ગયા છો. આ સ્ટેજ પર આવી બધા ખર્ચ પર નજર નાખો અને તેને જરૂરિયાતના આધારે સેટ કરવું ઘણું જરૂરી છે કેમ કે જેટલું જલ્દી બની શકે એટલું જલ્દી આ સ્થિતિ માંથી નીકળવું જરૂરી છે.

આ માહિતી ફાઇનાન્શ્યલએક્સપ્રેસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.