નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આજે અમે તમારી સમક્ષ ઝવેરચંદ મેઘાણીની બે અદ્દભુત રચના લઈને આવ્યા છે. જે તમે પહેલા પણ સાંભળી હશે, પણ એ રચના એવી છે કે એને વારે વારે સંભાળવા અને વાંચવાનું મન થાય છે. એટલે અમે એને તમારી સમક્ષ લઈને આવ્યા છીએ.
સ્ત્રીની મમતાની લાગણી ને અભિવ્યક્ત કરતું આ સુંદર લોકગીત.
બાળઉછેર ના આ અદભુત પળો ની તમે પણ આવી સરસ વિડીયો બનાવી શકો
તમે મારા દેવના દીધેલ છો
તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’
મહાદેવજાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
મહાદેવ પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમોલ!
તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’
મહાદેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ,
પારવતી પરસન થિયાં ત્યારે આપ્યો હૈયાનો હાર. – તમે…
હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..
સ્વર : હંસા દવે
રચના:- ઝવેરચંદ મેઘાણી (આનો વિડીયો લેખના અંતમાં છે.)
ઝવેરચંદ મેઘાણીની બીજી એક રચના ‘લાગ્યો કસુંબીનો રંગ’ પણ ઘણી પ્રખ્યાત છે. એ પણ વાંચતા જાવ.
લાગ્યો કસુંબીનો રંગ –
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…
પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે !
રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ !
વિડીયો (તમે મારા દેવના દીધેલ છો.)
https://youtu.be/SjNpGj-cBJ4
મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.